Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 315
________________ ક 8 . . . ચાહુકમંજરી , " : ' . . દદદદદદદ उक्तप्रकारेण उपाधिभेदेन वास्तवं विरोधाभावमप्रबुध्यैवाज्ञात्वैव। एवकारोऽवधारणे । स च तेषां सम्यग्ज्ञानस्याभाव है एव, न पुनर्लेशतोऽपि भाव इति व्यनक्ति । ततस्ते विरोधभीताः सत्त्वासत्त्वादिधर्माणां बहिर्मुखशेमुष्या संभावितो वा विरोधः सहानवस्थानादिः, तस्माद् भीताः त्रस्तमानसाः । अत एव जडाः तात्त्विकभयहेतोरभावेऽपि तथाविधपशुवद् इस भीरुत्वान्मूर्खाः परवादिनः । तदेकान्तह ता:-तेषां सत्त्वादिधर्माणां य एकान्तः- इतरधर्मनिषेधेन । स्वाभिप्रेतधर्मव्यवस्थापननिश्चयस्तेन हता इव हताः। पतन्ति-स्खलन्ति-पतिताश्च सन्तस्ते न्यायमार्गाक्रमणे न समर्थाः। न्यायमार्गाध्वनीनानां च सर्वेषामप्याक्रमणीयतां यान्तीति भावः । यद्वा पतन्तीति प्रमाणमार्गतः च्यवन्ते । लोके हि જ્ઞાનનો અંશ પણ નથી તેથી પૂર્વોક્ત તત્ત્વમાં પરમાર્થથી વિરોધ ન લેવા છતાં, તેઓ સમજ્યા વિના જ. સર્વ-અસત્વમાં સ્થૂળબુદ્ધિથી દેખાતા સહઅનવસ્થાનઆદિ વિરોધથી ભય પામે છે. આ ભયના કારણે જડ બનેલા તેઓ પ્રાજ્ઞ નથી. કેમકે જયાં પરમાર્થથી ભયનું કારણ નથી ત્યાં તેઓ અજ્ઞની જેમ નિરર્થક ભય પામે છે, અને વસ્તુમાં અસત્વાદિઅન્યધર્મોનો નિષેધ કરવાપૂર્વક, એકાન્ત સત્ત્વાદિધર્મને સ્વીકારી તેઓ ન્યાયમાર્ગથી પતિત થાય છે. અને પરાભવ પામે છે. અથવા પન્તિ = ન્યાયમાર્ગથી અત થાય છે. કેમકે લોકમાં પણ સન્માર્ગથી અત થયેલાને પતિત' કહેવાની રૂઢિ છે, અથવા જેમ વજૂ વગેરે શસ્ત્રોથી હણાયેલો પુરુષ પડી જાય છે અને અત્યંત મૂચ્છ પામીને બોલી પણ શકતો નથી. તેમ આ યુકિતરચનાને નીં 1 અનુસરતા વાદીઓ પણ સ્વાભિપ્રેત એકાન્તવાદરૂપ વિજળીથી હણાયા છે. અને સ્યાદ્વાદીની આગળ નિસ્તેજ થયેલા તેઓ અવાક્ થઈને ઊભા રહે છે. વૈયધિકરણ્યાદિ દોષો અને તેનો પરિવાર અહીં વિરોધદોષના ઉપલક્ષણથી પરવાદીઓએ બતાવેલા બીજા (૧)વૈયધિકરણ્ય () અનવસ્થા (૩) સંકર (૪)વ્યતિકર (૫) સંશય (૬) અપ્રતિપત્તિ અને (૭)વિષયવ્યવસ્થાનિઓ સાત દોષો પણ સમજવા, જયારે સ્યાદ્વાદી એમ કહે છે કે, “વસ્તુ સામાન્યવિશેષ ઉભયાત્મક છે. ત્યારે પરવાદીઓ આ પ્રમાણે ક્રમશ: દોષો દર્શાવે છે – (૧)સામાન્ય અનુવૃત્તિરૂપ ઈ વિધિરૂપ છે, વિશેષ વ્યાવૃત્તિરૂપ પ્રતિષેધરૂપ છે. જેમ શીત અને ઉષ્ણ પરસ્પરવિરોધી છે, તો એક વસ્તુમાં ઉપલબ્ધ થતા નથી. તેમ આ સામાન્ય અને વિશેષ પણ પરસ્પર વિરોધી લેવાથી એક વસ્તુમાં સંભવી શકે નહિ. કેમકે તેમ લેવામાં વિરોધદોષ છે. (૨) વિધિ અને પ્રતિષેધ પરસ્પર વિરૂદ્ધધર્મો હેવાથી બંનેનું અધિકરણ એક ઈ શકે નહિ. કેમકે બંનેને એકાધિકરણ (-એક આધારમાં રહેવાવાળા) માનવામાં “બને એકરૂપ છે તેમ માનવાની આપત્તિ આવે. તેથી બંનેનું અધિકરણ એકનથી, પણ અલગ અલગ છે. અર્થાત બંનેમાં વૈયધિકરાય છે. (ભિન્ન-ભિન્નઅધિકરણમાં રહેવાપણું છે.) (૩) વસ્તુ જે સ્વરૂપથી વિધિનું અધિકરણ છે, તથા જે સ્વરૂપથી નિષેધનું અધિકરણ છે, તે બંને સ્વરૂપ વસ્તુમાં એક જ સ્વભાવથી રહે છે કે બે ભિન્ન સ્વભાવથી? જો એક જ સ્વભાવથી રહેતા શ્રેય તો બંને સ્વરૂપે પણ એકરૂપ જ થઈ જશે. અને સ્વરૂપની એકતા થવાથી તે સ્વરૂપથી રહેનાર બન્ને ધર્મો પણ એકજ થઈ જશે. અથવા એવિરૂદ્ધધર્મોના બેવિરૂદ્ધસ્વરૂપો એકજ સ્વભાવથી વસ્તુમાં રહે તેમ માનવામાં વિરોધદોષ છે. કેમકે બે વિરુદ્ધસ્વરૂપે એક જ સ્વભાવવાળા ઇ ન શકે. આ બંને સ્વરૂપે બે ભિન્ન શિ સ્વભાવથી વસ્તુમાં વૃત્તિ છે." એવો બીજો વિકલ્પ સ્વીકારવામાં અનવસ્થા છે, કેમકે સામાન્ય અને વિશેષરૂપ { તે બે સ્વભાવો પણ અન્ય બે સ્વભાવદ્રારા વસ્તુમાં રહેલા માનવા પડશે. આ અન્ય બે સ્વભાવ પણ વળી ર અન્યતરબેસ્વભાવથી વસ્તુમાં રહેલા માનવા પડશે. આમ અનવસ્થાદોષ આવશે. (૪) વળી વસ્તુ વિધિ { અને નિષેધનું અધિકરણ છે, તેથી જે રૂપે વિધિ (સામાન્ય) નું અધિકરણ છે, તે જ રૂપે વિધિ અને નિષેધ છે. બન્નેનું અધિકરણ છે. અને જે રૂપે વિશેષનું અધિકરણ છે, તેજ રૂપે સામાન્યવિશેષઉભયનું અધિકરણ છે. ** કાવ્ય-૨૪

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376