Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
.. મન
આ
મા
s
-*
* * * *
* *
:
:
::
::::::::
કરી .......... ચાતુર્મી :- . . - આ દિકરી છે येनात्मना सामान्यस्याधिकरणं तेन सामान्यस्य विशेषस्य च, येन च, विशेषस्याधिकरणं तेन विशेषस्य सामान्यस्य । चेति संकरदोषः। येन स्वभावेन सामान्यं तेन विशेषः, येन विशेषस्तेन सामान्यमिति व्यतिकरः । ततश्च वस्तुनोऽसाधारणाकारेण निश्चेतुमशक्तेः संशयः । ततश्चाप्रतिपतिः । ततश्च प्रमाणविषयव्यवस्थाहानिरिति ॥ ___एते च दोषाः स्याद्वादस्य जात्यन्तरत्वाद् निरवकाशा एव। अतः स्याद्वादमर्मवेदिभिरुद्धरणीयास्तत्तदुपपत्तिभिरिति। ॐ स्वतन्त्रतया निरपेक्षयोरेव सामान्यविशेषयोर्विधिप्रतिषेधरूपयोस्तेषामवकाशात् । अथवा विरोधशब्दोऽत्र दोषवाची,
यथा विरुद्धमाचरतीति दष्टमित्यर्थः । ततश्च विरोधेभ्यो विरोधवैयधिकरण्यादिदोषेभ्यो भीता इति व्याख्येयम् | एवं च सामान्यशब्देन सर्वा अपि दोषव्यक्तयः संगृहोता भवन्ति ॥ इति काव्यार्थ : ॥ २४ ॥ વિરોધભીત = વિરોધવગેરેદોષોથી ભય પામેલા એવો અર્થ કરવો. આમ વિરોધશબ્દનો દોષસામાન્ય અર્થ થવાથી વિરોધશબ્દદ્વારા વિરોધઆદિ બધા દોષો ગ્રહણ થાય છે. ૨૪
સંગત બનશે નહિ. કેમકે એક વસ્તુના ધર્મનો આધાર બીજી વસ્તુ બની ન શકે. તેથી એ પટનો ધર્મ છે તેમ કd શકાય નહિ. જો ઘટનો ધર્મ માનશો તો વિવાદ સમાપ્ત થઈ જશે. “પટસ્વરૂપનો અભાવ' આ ધર્મ ઘટમાં તાધભ્યસંબંધથી રહેશે. તેથી જેમ અસ્તિત્વના તાદાત્મથી ઘટ છે એમ બોલાય છે, તેમ એ અભાવધર્મ (નાસ્તિત્વધર્મ) ના તાધભ્યથી “ઘડો નથી એમ પણ કણ શકાય. શંકા:- ઘટમાં પટરૂપનો અભાવ છે. તેનો અર્થ એ થયો કે ઘડામાં રહેલા અભાવ (પટમ્પ અભાવ)નો પ્રતિયોગી પટરૂપ છે. જેનો અભાવ હોય તે પ્રતિયોગી કહેવાય, જેમકે ઘટના અભાવમાં ઘટ પ્રતિયોગી છે.) અર્થાત પટરૂપમાં પ્રતિયોગિતા રહેલી છે. આમ ઘટમાં રહેલા અભાવના પ્રતિયોગી પટરૂપ પટમાં પ્રતિયોગિતાધર્મ છે. “ભૂમિપર ઘડે નથી' એ વાકયમાં ધાનો અભાવનિર્દિષ્ટ છે. તેથી ઘડો અભાવનો પ્રતિયોગી હોઈ તેનામાં પ્રતિયોગિતાધર્મ હોવાથી તેના અભાવનો નિર્દેશ થાય છે. ભૂમિના અભાવનો નહિ,એમ અહીં પણ અભાવની પ્રતિયોગિતા પટમાં લેવાથી પેટના અભાવનો નિર્દેશ સંગત છે, ઘટના અભાવનો નહિ. તાત્પર્ય - જેનો અભાવ હેય= જે અભાવનો પ્રતિયોગી હોય જેનામાં અભાવની પ્રતિયોગિતા ધ્યેયનેના જ અભાવનો નિર્દેશ થાય. અન્યના (અર્વ અધિકરણના) અભાવનો નહિ. સમાધાન:- “ભૂમિપર ઘડો નથી એ સ્થળે ઘડાનો અભાવ એ ભૂમિનો ધર્મ છે. તેથી ત્યાં “ઘડાના આધાર તરીકે ભૂમિ નથી.' એમ કહેવામાં વિરોધ નથી. તેમ પટરૂપનો અભાવ ઘટનો ધર્મ હોવાથી તે અંશે ઘટ નથી એમ કહેવામાં કોઇ વિરોધ નથી. આ ઘટાદિ સર્વવસ્તુઓ સ્વરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ ધર્મથી યુક્ત છે. અને આ બંને ધર્મો કથંચિત તાદાત્મસંબંધથી ધર્મી સાથે જોડાયા છે. આ પ્રમાણે વિરોધદોષનો પરિહર થાય છે. (૨) આમ એક જ અધિકરણમાં બંને ધર્મો ભિન્ન-ભિન્ન અંશોની અપેક્ષાએ રહ શકે છે. તેથી ભિન્નધર્મોના અધિકરણ ભિન્ન જ શ્રેય તેવો નિયમ રહેતો નથી. તેથી આ બંનેના અધિકરણ પણ જૂઘ હોઈ આ બેમાં વૈયધિકરાય છે, એમ કહેવું પણ સંગત નથી, કેમકે એક જ અધિકરણમાં આ બંને ધર્મોની ઉપલબ્ધિ અનુભવસિદ્ધ છે. (૩) અનવસ્થા દોષનો પણ સંભવ નથી. કેમકે વસ્તુ અનન્તધર્માત્મક તરીકે પ્રમાણસિદ્ધ છે. તે ધર્મો વસ્તુમાં કથંચિત તાધભ્ય સંબંધથી રહે છે, વસ્તુમાં
સ્વરૂપથી અસ્તિરૂપ છે. અને પરરૂપે નાસ્તિરૂપ છે. તેથી વિધિ અને નિષેધ વસ્તુમાં એકસ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી?" | ઇત્યાદિ વિકલ્પોને અહં અવકાશ જ નથી. (૪) વસ્તુમાં સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ છેવાથી સંકરદોષ પણ નથી. કેમકે જે રૂપે અસ્તિત્વ છે, તે જ રૂપે અસ્તિત્વનાસ્તિત્વઉભય નથી, એ જ પ્રમાણે જે રૂપે નાસ્તિત્વ છે એ જ રૂપે અસ્તિત્વ-નાસ્તિત્વઉભય નથી. ૫) આ જ કારણે વ્યતિકરદોષ પણ નથી. કેમકે “અસ્તિત્વ અને નાસ્તિત્વ આ બંનેના વિષય નિયત છે. સ્વરૂપથી અસ્તિત્વ જ છે. નાસ્તિત્વ નથી. તદૈવ પરરૂપે નાસ્તિત્વ જ છે. અસ્તિત્વ નથી. (૬) વસ્તુ સ્વરૂપે ૬સત અને પરરૂપે અસત હેવાથી વસ્તુ સત છે કે અસત? એવો સંશય પણ ઊભો થશે નહિ. (૭) અને સંશયના અભાવમાં જ નિશ્ચય થઈ શકતો હોવાથી અપ્રતિપત્તિઅજ્ઞાન પણ રહેશે નહિ. (૮) આમ વસ્તુના સદસધત્મક સ્વરૂપનો નિશ્ચય થવાથી, વિષયવ્યવસ્થા પણ થઈ શકે છે. આમ અનુભવસિદ્ધ અનેકાંતવાદમાં કોઈ દોષ નથી.
Wજ:::::::::::::: _ કાવ્ય-૨૪
#કકકકકક::::: 286)