________________
::::
' સ્થાવુકજી : is to तथा पुण्यपाघे अपि न घटेते । तयोहि अर्थक्रिया सुखदुःखोपभोगः । तदनुपपत्तिश्चानन्तरमेवोक्ता । ततोऽर्थक्रियाकारित्वाभावात् तयोरप्यघटमानत्वम् । किंचानित्यः क्षणमात्रस्थायी । तस्मिंश्च क्षणे उत्पत्तिमात्रव्यग्रत्वात् ।
तस्य कुतः पुण्यपापोपादानक्रियार्जनम् ? द्वितीयादिक्षणेषु चावस्थातुमेव न लभते । पुण्यपापोपादानक्रियाभावे च इस पुण्यपापे कुतः, निर्मूलत्वात् ? तदसत्त्वे च कुतस्तनः सुखदुःखभोगः । आस्तां वा कथंचिदेतत् । तथापि पूर्व|क्षणसदृशेनोत्तरक्षणेन भवितव्यम्, उपादानानुरूपत्वाद् उपादेयस्य । ततः पूर्वक्षणाद् दुःखितात्. उत्तरक्षणः कथं
सुखित उत्पद्यते, कथं च सुखितात् ततः स दुःखितः स्यात्, विसदृशभागतापत्तेः ? एवं पुण्यपापादावपि ।। तस्माद्यत्किञ्चिदेतत् ॥
एवं बन्धमोक्षयोरप्यसंभवः । लोकेऽपि हि य एव बद्धः स एवं मुच्यते । निरन्वयनाशाभ्युपगमे चैकाधिकरणत्वाभावात् सन्तानस्य चावास्तवत्वात् कुतस्तयोः संभावनामात्रमपि ? परिणामिनि चात्मनि स्वीक्रियमाणे सर्वं निर्बाधमुपपद्यते । “परिणामोऽवस्थान्तरगमनं न च सर्वथा ह्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणाम |
પર્ય-પાપ અસંભવિત અનિત્યપક્ષે પુણ્ય-પાપ પણ સંભવે નહિ. સુખનો અને દુ:ખનો ઉપભોગ એ ક્રમશ: પુણ્ય અને પાપની છે અર્થક્રિયા છે. સુખ-દુ:ખનો ઉપભોગ અનુ૫૫ન્ન છે, એ હમણાં જ બતાવી ગયા. આમ સુખદુ:ખના | ઉપભોગરૂપે અર્થક્રિયાની અનુપત્તિથી પુણ્ય અને પાપ અર્થક્રિયાકારીરૂપે સિદ્ધ થતા નથી, અને જે અર્થક્રિયાકારી ન હોય, તે સત પણ ન હોય. આમ પુણ્ય-પાપ પણ અસર થવા દ્વારા અનુપપન્ન બને છે. વળી અનિત્ય આત્મા ક્ષણિક છે. આ આત્મા ઉત્પત્તિક્ષણે પોતાની જ ઉત્પત્તિમાં મશગુલ લેવાથી પુણય-પાપમાં હેતુભૂત ક્રિયાઓ કરી શકશે નહિ. દ્વિતીયવગેરેક્ષણોએ અસ્તિત્વ પણ ટકાવી ન શકતો આત્મા, ક્રિયાઓ કેવી રીતે કરી શકશે? અને તે ક્રિયાઓના અભાવમાં નિર્મૂળ એવા પુણ્ય-પાપ પણ ઉત્પન્ન શી રીતે થશે? અને પુણય-પાપના અભાવમાં સુખ અને દુઃખનો ઉપભોગ પણ સંભવે નહિ. અથવા તો એ આપત્તિ હમણાં દૂર રહે. તો પણ ઉત્તરક્ષણ પૂર્વેક્ષણને અનુરૂપ હેવી જોઇએ, કેમકે ઉપાદેય ઉપાદાનને અનુરૂપ હેય છે. ઉત્તરક્ષણ ઉપાદેય છે. પૂર્વેક્ષણ ઉપાદાન છે. તેથી દુઃખિત-પૂર્વેક્ષણમાંથી મુખિતઉત્તરક્ષણ ઉત્પન્ન થઇ શકશે નહિ. તે જ પ્રમાણે પુણ્યઉત્પાદક પૂર્વેક્ષણમાંથી પાપઉત્પાદક ઉત્તરક્ષણ ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી એકાન્સનિત્યવાદીની જેમ આ મતમાં પણ સર્વેક્ષણોમાં એક જ સ્વરૂપ માનવાની આપત્તિ આવે છે, તેથી અનિત્ય એકાત્તવાદમાં પણ પુણ્ય-પાપ ઘટી શકતા નથી.
બંધ-મોક્ષનો અસંભવ આ જ પ્રમાણે એકાત્તઅનિત્યપક્ષે બંધ અને મોક્ષ પણ સંભવી શકે નહિ. લોકમાં પણ સંમત છે કે જે બદ્ધ હેય તે જ મુક્ત થાય.' આત્માનો ક્ષણમાત્રમાં નિરવયનાશ માનવામાં આવે તો જેનો બંધ છે તેનો મોક્ષ થાય નહિ. બંધ અન્યનો અને મોક્ષ અન્યનો સ્વીકારવો પડે. એટલે કે બંધ અને મોક્ષ એકાધિકરણ થશે નહિ.
શંકા - એક સંતાનમાં બંધ અને મોક્ષ લેવાથી સંતાનરૂપે તો બન્ને એકાધિકરણ છે.
સમાધાન :- સંતાન અવાસ્તવિક છે એ પૂર્વે ઘણીવાર દર્શાવી ગયા છીએ. તેથી તે રૂપે એકાધિકરણ છે ફો માનવું પણ યુક્તિસંગત નથી, તેથી બંધ અને મોક્ષ પણ અનિત્ય એકાંતવાદમાં સંભવી શકે નહિ. જો આત્માને દિર પરિણામી (તેવા-તેવા પરિણામ– પર્યાય = અવસ્થાપામવાવાળો) માનવામાં આવે, તો સુખદુઃખાદિ સર્વવસ્તુ છે
કાવ્ય-૨૭
E
::::::::::::: ::::::::::::::
કકકકકકકકકકકકa296)