Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 332
________________ " . * :. Awwww | "ો કે આમ ચારુ પ- ૪ { " इत्थं वस्तुस्वरूपमाख्याय स्तुतिमाह यथार्थदर्शी इत्यादि । दुर्नीतिपथं दुर्नयमार्गम् । तुशब्दस्य अवधारणार्थस्य भिन्नक्रमत्वात् त्वमेव आस्थ:-त्वमेव निराकृतवान् । न तीर्थान्तरदैवतानि । केन कृत्वा । नयप्रमाणपथेन । नयप्रमाणे उक्तस्वरूपे । तयोर्मार्गेण प्रचारेण । यतस्त्वं यथार्थदर्शी । यथार्थोऽस्ति तथैव पश्यतीत्येवंशीलो यथार्थदर्शी । विमलकेवलज्योतिषा यथावस्थितवस्तुदर्शी। तीर्थान्तरशास्तारस्तु रागादिदोषकालुष्यकलङ्कितत्वेन तथाविधज्ञानाभावाद् न यथार्थदर्शिनः । ततः कथं नाम दुर्नयपथमथने प्रगल्भन्ते ते तपस्विनः । न हि स्वयमनयप्रवृत्तः परेषामनयं निषेधुमुधुरतां धत्ते । इदमुक्तं भवति । यथा कश्चित् सन्मार्गवेदी परोपकारदुर्ललितः पुरुषश्चौरश्वापदकण्टकाद्याकीर्णं मार्ग परित्याज्य पथिकानां गुणदोषोभयविकलं दोषास्पृष्टं गुणयुक्तं च मार्गमुपदर्शयति, एवं जगन्नाथोऽपि दुर्नयतिरस्करणेन भव्येभ्यो नयप्रमाणमार्ग प्रस्पयतीति । आस्थः इति अस्यते यतन्यां "शास्त्यसूवक्तिख्यातेरङ्" इत्यङि | "श्वयत्यसूवचपतः श्वास्थवोचपप्तम्” इति अस्थादेशे ‘स्वरादेस्तासु" इति वृद्धौ रूपम् ॥ નયની આવશ્યક્તા વાસ્તવમાં પ્રમાણ જ પ્રમાણિક છે, કેમકે પ્રમાણ વસ્તુના સર્વ ધર્મોને સમાનરૂપે પ્રાધાન્ય આપે છે અને વસ્તનો સર્વાશે બોધ કરાવે છે. છતાં “નયો અનુયોગના કારરૂપ લેવાથી પ્રજ્ઞાપનાનું અંગ છે.' એમ દર્શાવવા નયોને પણ પ્રમાણતુલ્ય દર્શાવ્યા છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના અનુયોગ (=વ્યાખ્યાન) રૂપ મહાનગરના ચાર દ્વાર છે. (૧) ઉપક્રમ (૨)નિક્ષેપ (૩)અનુગમ અને (૪)નય. દ્વાદશાંગીનું વિવેચન આ ચાર દ્વારથી કરવામાં આવે છે. એમાં છેલ્લું દ્વાર નય છે. આ ચારે દ્વારના સ્વરૂપવગેરેનું જ્ઞાન વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થોમાંથી મેળવી લેવું. (અહીં એકસ્થળે પથિન' શબ્દનો સમાસ થવાથી પથ આદેશ થયો છે. અને બીજે અવ્યુત્પન્ન અકારાન્ત “પથ’ શબ્દ છે. તેથી “પથ' શબ્દનો બેવાર પ્રયોગ દુષ્ટ નથી.) નયનું સ્વરૂપ વર્ણન હવે દુર્નય, નય અને પ્રમાણના સ્વરૂપનો કંઇક વિચાર દર્શાવે છે. તેમાં પ્રથમ નયનું સ્વરૂપ બતાવે છે, કેમકે gિ નયના જ્ઞાન વિના દુર્નયના સ્વરૂપનો બોધ થવો દુષ્કર છે. શંકા :- આમ જો નયનું સ્વરૂપ પ્રથમ જોય હેય, તો આચાર્યએ દુર્નય-નય-પ્રમાણમાં આ ક્રમથી કેમ નિર્દેશ કર્યો? નય, દુર્નય, પ્રમાણ, આ ક્રમ કેમ ન દર્શાવ્યો? સમાધાન:- અલબત્ત, દુર્નયનું જ્ઞાન નયના જ્ઞાન વિના થઇ ન શકે, છતાં, આચાર્યદ્વારા દુર્નય પ્રથમ દર્શાવવામાં તેની સર્વઅધમતા હેતુ છે. અર્થાત દુર્નય, નય, પ્રમાણ, ઉત્તરોત્તર પ્રધાન છે. આ ઉત્તરોત્તર પ્રાધાન્ય દર્શાવવા જ કવિએ આ ક્રમ દર્શાવ્યો છે. પ્રમાણથી નિશ્ચિત કરાયેલા પદાર્થના એકઅંશનો બોધ કરાવે તે નય. અનન્તધર્મોથી યુક્ત વસ્તુનું સ્વઈષ્ટ ધર્મથી યુક્તરૂપે (= વસ્તુના એક અંશનું) જ્ઞાન કરાવે તે નય. આમ પ્રમાણનું જ્ઞાન થયા પછી થતો વસ્તુનો એક અંશથી વિચારનયરૂપ છે. (પ્રમાણશાન થયા વિના વસ્તુ અનન્નધર્મમય શું તરીકે જ્ઞાત ન થાય. અને તે જ્ઞાન વિના વસ્તુના એક અંશનો બોધ કરવા જાય તો “વસ્તુ તે એક અંશથી જ યુક્ત છે એવો મિથ્થાબોધ થવાનો અને નયજ્ઞાનને બદલે દુર્નયજ્ઞાન થવાનો સંભવ છે. માટે પ્રમાણશાન થયા પછી જ નયજ્ઞાન પ્રવૃત્ત બને.) વસ્તુ અનન્તધર્મથી યુક્ત છે. અને વસ્તુના એકએકધર્મને પ્રધાન કરનારા વક્તાઓના અભિપ્રાયો (= આશયો): જનયરૂપ છે. તેથી નયો પણ અનન્સ છે. કેમકે અનન્તધર્મમય વસ્તુઅંગે વક્તાઓના આશયો અનન્ત હોઈ છે શકે છે. કહ્યું જ છે કે – “જેટલા પ્રકારે વચનો કહેવાય છે. તેટલા જ નયવાદો છે.” . ફ્રભૂત્રે -૪-૬૭ રામા મસૂત્રે ૪-૩-૧૦રૂ. ૩. મસૂત્રે ૪-૪-૩૬ ! નયનું સ્વરૂપ વર્ણન

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376