Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હ૪૪૪૪૪૪૪::::
::::::::::
::
ચાકર્મચી
__समभिरू ढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते । तद्यथा इन्दनात् इन्द्रः । परमैश्वर्यम् इन्द्रशब्दवाच्यं १परमार्थतस्तद्वत्यर्थे, अतद्वत्यर्थे पुनरुपचारतो वर्तते । न वा कश्चित् तद्वान्, सर्वशब्दानां परस्परविभक्तार्थप्रतिपादितया
आश्रयाश्रयिभावेन प्रवृत्त्यसिद्धेः । एवं शकनात् शक्रः, पूर्दारणात् पुरन्दर इत्यादिभिन्नार्थत्वं सर्वशब्दानां दर्शयति । प्रमाणयति च - पर्यायशब्दा अपि भिन्नार्थाः, प्रविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात् । इह ये ये प्रविभक्तव्युत्पत्तिनिमित्तकास्ते ते भिन्नार्थकाः, यथा इन्द्रपशुपुरुषशब्दाः। विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि । अतो भिन्नार्था इति ॥ પરમાણરૂપે જ સત છે. દેખાતી સ્થૂળતા અવાસ્તવિક છે. આ નય જેમ પૂર્વઉત્તરક્ષણના પર્યાયોને વસ્તરૂપે સ્વીકારતો નથી, તેમ વર્તમાનક્ષણિક પણ જે પોતાની માલિકીનું ન રોય, તેને વસ્તૃરૂપે સ્વીકારતો નથી. કેમકે પરકીય વસ્તુ પોતાના ઉપયોગમાં આવી શકતી નથી. (આ નયને હિસાબે વ૫રાઇ ગયેલા પૈસા, બેંકમાં રહેલા પૈસા કે બીજાના ખીસ્સામાં રહેલા પૈસા પૈસા નથી, કેમકે અત્યારે પોતાના ઉપયોગમાં આવી શકે તેમ નથી. અત્યારે ખીસ્સામાં રહેલા પોતાના પૈસા જ પૈસારૂપે સત છે. બૌદ્ધદર્શન આ નયપર રચાયું છે.)
શબ્દનયનું સ્વરૂપ (૫) :- શબ્દનય એકઅર્થ માટે રૂઢિથી જેટલા પણ શબ્દો પ્રવર્તતા ય બધાને સ્વીકારે છે. જેમકે શક, ઇન્દ્ર, પુરંદર, વગેરે શબ્દો દ્વારા એક જ “સુરપતિ અર્થ પ્રકાશિત થાય છે. કેમકે પ્રતીતિ તેવી જ થાય છે. અર્થાત આ નય પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. (કેમકે લોકોમાં પણ એક જ વસ્તુ માટે જૂદા-જૂદા શબ્દોનો પ્રયોગ થતો દેખાય છે. અને તે શબ્દોારા એક જ વસ્તુનો બોધ થાય છે.) જેમ અર્થનો શબ્દથી અભેદ પ્રતિપાદિત કરાય છે, તેમ તેનું એકત્વ કે અનેકત્વ પણ પ્રતિપાદનયોગ્ય છે. (અર્થાત શબ્દ–અર્થ વચ્ચે અભેદ હોઈ એક શબ્દના અનેક અર્થો તેમજ અનેક પર્યાયવાચી શબ્દોના એક અર્થ સ્વીકરણીય છે) તેથી એક અર્થમાટે વપરાતા તમામશબ્દો પર્યાયવાચી જ હોય. ઇન્દ્રશક, પુરન્દર વગેરે પર્યાયશબ્દો ભિન્ન-ભિન્ન અર્થના વાચક તરીકે કયારેય પ્રતીત થતાં નથી. કેમકે તે શબ્દોદ્વારા અસ્મલિતરૂપે હંમેશા એકાકાર બોધ થાય છે. અને વ્યવહાર પણ તેવો જ થતો દેખાય છે. તેથી પર્યાયશબ્દોનો અર્થ એક જ છે, કેમકે વક્તા અર્થને જે અભિપ્રાયથી બોલાવે, તે શબ્દ.” શબ્દની આવા પ્રકારની નિરુક્તિ = વ્યુત્પત્તિ છે. અર્થાત વકતા જે અર્થને નજરસમક્ષ રાખી જે વચનપ્રયોગ કરે, તે વચનપ્રયોગ તે અર્થનો અભિધાયક શબ્દ બને. અને વકતા દેવેન્દ્રાદિ એક જ અર્થને નજરમાં રાખી શક, ઇન્દ્ર, પુરંદરઆદિ પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ કરે છે. માટે એકઅર્થઅભિધાયક અનેક પર્યાયવાચી શબ્દો શબ્દનયને માન્ય છે.
આ નય વિરૂદ્ધલિંગરૂપ ધર્મના કારણે વસ્તુમાં ભેદ સ્વીકારે છે. તેથી તટ’ ‘તટી’ અને ‘તટમ' શબ્દોને ભિન્ન માને છે. “તટ' શબ્દમાં પુલિંગ, “તટી' શબ્દમાં સ્ત્રીલિંગ અને “તટમ' શબ્દમાં નપુંસકલિંગ છે. આમ વિરુદ્ધધર્મોને કારણે શબ્દના રૂપમાં ભેદ થયો. તેથી તેને શબ્દને વિરૂદ્ધધર્મથી યુક્ત માનવા જોઇએ, અને શબ્દથી અર્થ અભિન્ન છે. તેથી જેમ “તટ “તટી“તટમ' શબ્ધમાં ભેદ છે. તેમ તેનાથી પ્રકાશિત થતા અર્થમાં શું ઈ પણ ભેદ છે. કેમકેવિરુદ્ધધર્મને કારણે ભિન્ન બનેલી વસ્તુમાં વિરુદ્ધધર્મો માનવા અસંગત નથી. તે જ પ્રમાણે શું
સંખ્યા, કાળ, કારક અને પુરુષાદિના ભેદથી પણ શબ્દમાં અને અર્થમાં ભેદ પડે છે. સંખ્યા (-એકત્વ-દ્વિત્વ શું Eા વગેરે).ઘડો કરતાં “ઘાઓ ભિન્ન છે. કાળ-ભૂતકાળ વગેરે. (અર્થાત ભૂતકાળ કરતા વર્તમાનકાળના
ઘડામાં ભેદ છે.) ભૂતકાળ માટે હતો પ્રયોગ થાય છે. વર્તમાનકાળ માટે છે પ્રયોગ થાય છે. કારક (-કર્તા, દર છે. કર્મવગેરે) “ઘર કરતાં પાટણ માં ભેદ છે. “ઘડામાં પાણી છે.” અને “કુંભાર ઘડો બનાવે છે. અહીં $ છેઆ પ્રયોગમાં ઘ અધિકરણકારક છે. જયારે બીજામાં કર્મકારક છે, માટેબને ભિન્ન છે. પુરુષ (પહેલો પુરુષર દર બીજોપુરુષ વગેરે) “તમે એ બીજાપુરુષનું રૂપ છે “આપ એ ત્રીજાપુરુષનું રૂપ છે. તેથી બન્નેમાં ભેદ છે.
કાવ્ય-૨૮
:::::::::::::::: :::::::::: 306)
Eશક:::::::::::::::::
:
#