Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલુ મંજરી
एवंभूतः पुनरेवं भाषते - यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्युत्पत्तिनिमित्तम् । अर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावान् एवं घटोऽभिधीयते न शेषः, घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवद् इति । अतीतां भाविनीं वा चेष्टामङ्गीकृत्य सामान्येनैवोच्यत इति चेत् ? न । तयोर्विनष्टानुत्पन्नतया शशविषाणकल्पत्वात् । तथापि तद्द्वारेण शब्दप्रवर्तने सर्वत्र प्रवर्त्तयितव्यः, विशेषाभावात् । किंच यदि अतीतवर्त्स्यच्चेष्टापेक्षया घटशब्दोऽचेष्टावत्यपि प्रयुज्येत तदा कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्याद्, विशेषाभावात् । तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तमविकलमस्ति तस्मिन् एव सोऽर्थस्तच्छब्दवाच्य इति ॥
સમભિઢનયનું સ્વરૂપ
(૬) આ નય શબ્દનયથી વધુ વિશુદ્ધ હોવાથી એક જ અર્થના વાચક અનેકપર્યાયવાચી શબ્દોને માનતો નથી. આ મતે દરેક શબ્દના અર્થો જૂદા છે. તેથી પર્યાયવાચી શબ્દોના પણ દરેકના અર્થો જૂદા-જુદા છે. જેમકે ઇન્દનાત્ (=ઐશ્ર્વર્યવાન લેવાથી) ઇન્દ્ર. ઇન્દ્રશદ્વારા ‘પરમ ઐશ્ર્વર્યવાળાપણું” એ અર્થ વાચ્ય છે. આ અર્થ પરમઐશ્ર્વર્યથી યુક્તમાં મુખ્યરૂપે મળે. અન્યમાં ઉપચારથી મળે. તેથી જે વ્યક્તિ એવી હોય, તેને માટે આ શબ્દ મુખ્યવૃન્યા વપરાય, અને અન્યમાટે ઉપચારથી વપરાય. અથવા તો કોઇ પણ પદાર્થ અન્યશબ્દના અર્થને અનુરૂપ હોઇ શકે નહીં. કેમકે પ્રત્યેક શબ્દ પરસ્પર ભિન્નઅર્થના પ્રતિપાદક હોવાથી તેઓ વચ્ચે આશ્રય-આશ્રયીભાવસંબંધ બની શકતો નથી, અર્થાત, એક શબ્દનો આશ્રય અન્યશબ્દથી વાચ્ય અર્થવાળી વ્યક્તિ બને, અને અન્યશબ્દથી વાચ્યઅર્થવાળાનો આશ્રયી એક શબ્દ બને, તેવું થઇ શકે નહીં. આજ પ્રમાણે ગનાત્ ઃ (સામર્થ્યવાન હોવાથી શક્ર) પુર ( = નગર) નુંદારણ (= નાશ) કરતો હોવાથી પુરંદર, ઇત્યાદિ ભિન્ન-ભિન્નવ્યુત્પત્તિઓ હોવાથી દરેક શબ્દો ભિન્ન છે. અને ભિન્નઅર્થના વાચક છે. અનુમાનપ્રયોગ:• પર્યાયશબ્દો પણ ભિન્નઅર્થવાળા છે, કેમકે ભિન્નવ્યુત્પત્તિનિમિત્તવાળા છે.જે-જે શબ્દોના વ્યુત્પત્તિનિમિત્તો (વ્યુત્પત્તિઓ) ભિન્ન ભિન્ન હોય, તેઓ ભિન્ન ભિન્ન અર્થવાળા છે. જેમકે ‘ઇન્દ્ર' ‘પશુ’ અને ‘પુરુષ’ શબ્દો. પર્યાયશબ્દોની વ્યુત્પત્તિઓ પણ ભિન્ન-ભિન્ન છે. તેથી તેઓ પણ ભિન્ન છે.” (આ નયની દલીલ છે કે, એક શબ્દથી દ્યોતિત થતી વસ્તુ (દ્રવ્ય કે પર્યાય) ભિન્ન શબ્દથી ઓળખાતી વસ્તુના શબ્દથી અભિધેય ન બને. ‘ઘટ’પદથી વાચ્ય ઘટ વસ્તુ ‘પટ' વસ્તુના વાચક ‘પટ' શબ્દથી વાચ્ય ન બને. કેમ કે તેમ થવામાં ઘટ” પદવાચ્ય વસ્તુ પટપદવાચ્ય વસ્તુસ્વરૂપ બનવાનો પ્રસંગ છે. તેથી વસ્તુસાંકર્યની આપત્તિ છે. તેથી જ એક પર્યાયથી વાચ્યઅર્થ બીજા પર્યાયવાચી શબ્દથી વાચ્ય બની ન શકે.' ઇન્દ્રપદથી વાચ્યઅર્થ “પરમઐશ્વર્યવાન” ‘સામર્થ્યવાન' અર્થના વાચક ‘શક' શબ્દથી અભિધેય શી રીતે થઇ શકે ? જો તે શક્ર શબ્દથી અભિધેય બને તો તે બન્ને અર્થ તુલ્ય થશે, ઇત્યાદિ ઘણા દોષો હોવાથી પર્યાયવાચી શબ્દો છે જ નહિ. દરેક શબ્દ ભિન્નઅર્થના જ પ્રતિપાદક છે.)
એવંભૂતનયનું સ્વરૂપ
(૭) જે અર્થને લઇ શબ્દ વ્યુત્પન્ન કરાય છે, તે અર્થ વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય. જે કાળે અર્થ પોતાની અર્થક્રિયામાં પ્રવર્તતો હોય, તે જ કાળે તે અર્થનો વાચકશબ્દ પ્રવૃત્ત થાય, સામાન્યથી નહિ. એમ આ નયને ઇષ્ટ છે. જેમકે પાણી લાવવાના કાળે સ્ત્રીઆદિના મસ્તકપર રહેલો અને વિશિષ્ટચેષ્ટાવાળો હોય તે જ ‘ઘડો’ કહેવાય, અન્ય નહિ. કેમકે અન્ય તે ‘ધટ' શબ્દની વ્યુત્પત્તિનિમિત્તથી શૂન્ય છે. જેમકે પટ. અર્થાત્ જેમ પટવગેરેવસ્તુઓ ‘ઘટ’ પદના વ્યુત્પત્તિનિમિત્તો નથી, તો તેઓ ‘ઘટ’ પદથી વાચ્ય બનતા નથી. તેમ ઉપરોક્ત સિવાયની અવસ્થાઓમાં રહેલા ઘડાઓ‘ઘટ’ પદના વ્યુત્પત્તિનિમિત્ત બનતા ન હોવાથી *ધટ' પદથી વાચ્ય બની શકે નહિ.
એવંભૂતનયનું સ્વરૂપ
307