Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
Eાશ . . સ્થાફાઠમંજય ' ' . .
જાફરક દદદીકરકરરકાર तगोचरपालोचनेन । तथाहि-पूर्वोत्तरकालभाविनो द्रव्यविवर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कथंचन । लोकव्यवहारमुपरचयन्ति । तन्न ते वस्तुरूपाः । लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात् । अत एव पन्था गच्छति, कुण्डिका सवति, गिरिदह्यते, मञ्चाः क्रोशन्ति इत्यादिव्यवहाराणां प्रामाण्यम् । तथा च वाचकमुख्यः- “लौकिकसम | उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः" इति ॥
ऋजुसूत्रः पुनरिदं मन्यते-वर्तमानक्षणविवर्येव वस्तुरूपम् । नातीतमनागतं च । अतीतस्य विनष्टत्वाद, अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वात नार्थक्रियानिवर्तनक्षमत्वम्।
बाच्च न वस्तुत्वं । “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति वचनात् । वर्तमानक्षणालिङ्गितं पुनर्वस्तुस्पं समस्तार्थक्रियासु व्याप्रियत इति तदेव पारमार्थिकम् । तदपि च निरंशमभ्युपगन्तव्यम् अंशव्याप्तेयुक्तिरिक्तित्वात्।। एकस्य अनेकस्वभावतामन्तरेण अनेकस्या (स्वा?) वयवव्यापनायोगात् अनेकस्वभावता एवास्तु इति चेत् ? न । જેનો વ્યવહાર થતો નથી, એવી વસ્તુની પરિકલ્પનાની ઝંઝટમાં પડવા માંગતો નથી. કેમકે જે વસ્તુ લોકવ્યવહારમાં આવે, તે જ વસ્તુના ગ્રાહક પ્રમાણ મળે છે, અન્યના નહિ. સંગ્રહને ઈષ્ટ અને અનાદિ-અનંત એવું સામાન્ય’ પ્રમાણનો વિષય બની શકે નહિ. કેમકે આ સામાન્યનો ક્યારેય પણ અનુભવ થતો નથી.. દરેક વસ્તુઓ વિશેષરૂપે જ ઉપલબ્ધ થાય છે, સામાન્યરૂપે નહિ; અને તેનો ઉપયોગ પણ વિશેષરૂપે જ થાય છે, નહિ કે સામાન્યરૂપે. જેમકે ઘટ, ઘટત્વસામાન્યરૂપે સદા વિદ્યમાન છેવા છતાં, જો પાસે કોઇક ધટવિશેષ વિદ્યમાન ન હૈય, તો પાણી લાવવાની ક્રિયા થઈ શકતી નથી. તથા જો સામાન્યનો પ્રમાણથી બોધ થતો હેત તો બધા જ સર્વજ્ઞ અને સર્વદર્શી બની જાત. કેમકે સર્વ વસ્તુઓ સામાન્યરૂપે એક લેવાથી સામાન્યનું જ્ઞાન થતાંવાર જ સર્વ વસ્તુઓનું જ્ઞાન થઈ જાય. આ જ પ્રમાણે પરંપરિકલ્પિત વિશેષો કે જે પરમાણરૂપ અને ક્ષણિક છે. તેઓ પણ પ્રમાણના વિષય નથી. કેમકે તેઓમાં પ્રવૃત્તિ થતી નથી. (ઋજુસૂત્રનયાનુસારીમતે ઉત્તરક્ષણે વસ્તુ પૂર્વેક્ષણ કરતા સર્વથા ભિન્ન છે. તેથી તેઓ માત્ર વિશેષરૂપ છે. અને તે નયવાદીઓ સ્થૂળ અવયવ વગેરેને માતા નથી, માત્ર પરમાણjજને જ સ્વીકારે છે.) તેથી સર્વલોકોને માન્ય અને પ્રમાણસિદ્ધ ઘટવગેરે વસ્તુઓ કે જેઓ કેટલાકકાળ સુધી રહેવાવાળા છે, અને પાણી લાવવું” વગેરે અર્થક્રિયા કરવામાં સમર્થ છે, તેઓ જ પરમાર્થથી સત છે. તે ઘટાદિવસ્તુના મૃપિંડાદિપૂર્વપર્યાયો અને કપાળઆદિ ઉત્તરપર્યાયોનો વિચાર કરીને તેને પર્યાયરૂપે તે વસ્તુ સત લેવાથી તે પર્યાયોવખતે પણ દ્રવ્યથી ઘડો સત છે.' ઇત્યાદિ કલ્પનાઓ કરવી બરાબર નથી. કેમકે તે પર્યાયો પ્રમાણના વિષય નથી. (તેઓ વસ્તુરૂપ ન લેવાથી પ્રમાણના વિષય નથી.) અને પ્રમાણને છોડી વસ્તુનો વિચાર કરી શકાય નહિ. અન્યથા ખપુષ્પનો પણ વિચાર કરવાની આપત્તિ આવશે. તથા પૂર્વોત્તરકાલીન પર્યાયો નષ્ટ થયેલાં લેવાથી અથવા અનુત્પન્ન લેવાથી વસ્તુરૂપ જ નથી. આ અવસ્તુની વિચારણાથી સર્યું. વળી પૂર્વોત્તરકાળભાવી આ પર્યાયો અથવા વિશેષ લોકોના વ્યવહારમાં લેશમાત્ર પણ આવતા નથી. તેથી તેઓને વસ્ત૩૫ માની શકાય નહિ કારણ કે જેઓ લોકવ્યવહારમાં ઉપયોગી છે તે જ વસ્તુ મનાય, નહિતર તો ખરવિષાણને પણ વસ્તુ તરીકે સ્વીકારવું પડે.
શંકા :- જો લોકવ્યવહારમાં ઉપયોગી છેવામાત્રથી વસ્તુ ગણાતી ય, તો “માર્ગ જાય છે.” “કુંડુ ઝરે છે.” “પર્વત બળે છે.” “માંચડે અવાજ કરે છે.” ઈત્યાદિ લૌકિક પ્રયોગો પ્રમાણભૂત માનવા પડશે. $ વાસ્તવમાં માર્ગ જતો નથી, પણ તેના દ્વારા મુસાફરો જાય છે. કુડુ ઝરતું નથી. પરંતુ તેમાં રહેલું પાણી ઝરે છે. પર્વત છે બળતો નથી, પરંતુ તેના પર રહેલા વૃક્ષો બળે છે, તથા માંચડે અવાજ કરતો નથી. પરંતુ તેના પર રહેલા માણસો અવાજ કરે છે છે.) આમ પરમાર્થથી વિરૂદ્ધ એવા લૌકિકપ્રયોગોને પ્રમાણ માનવાની આપત્તિ છે. १. तत्त्वार्थाधिगमभाष्ये १-३५ ।
કાચ-૨૮
3:
*
:::::::::
વક