Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાકુઠમંજરી तेन गगनस्येव न कोऽप्यस्य विशेष इति बन्धवैफल्याद् नित्यमुक्त एव स्यात् । ततश्च विशीर्णा जगति बन्धमोक्षव्यवस्था । तथा च पठन्ति- “वर्षातपाभ्यां किं व्योमचर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत्सोऽनित्यः | खतुल्यश्चेदसत्फलः" ॥ बन्धानुपपत्तौ मोक्षस्याप्यनुपपत्तिर्बन्धनविच्छेदपर्यायत्वाद् मुक्तिशब्दस्येति ॥
एवमनित्यैकान्तवादेऽपि सुखदुःखाद्यनुपपत्तिः । अनित्यं हि अत्यन्तोच्छेदधर्मकम् । तथाभूते चात्मनि । पुण्योपादानक्रियाकारिणो निरन्वयं विनष्टत्वात् कस्य नाम तत्फलभूतसुखानुभवः। एवं पापोपादानक्रियाकारिणोऽपि निरन्वयवनाशे कस्य दुःखसंवेदनमस्तु? एवं चान्यः क्रियाकारी अन्यश्च तत्फलभोक्ता इति असमञ्जसमापद्यते। अथ- "यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्धत्ते कसे रक्तता यथा"॥ इति वचनाद् नासमञ्जसमित्यपि वाङ्मात्रम्, सन्तानवासनयोरवास्तवत्वेन प्रागेव निर्लोठितत्वात् ॥
.
Auf
જ તે મુક્ત કેમ થયો નહિ? કેમકે મુક્ત અવસ્થાની જેમ તેનો બંધનના સંયોગની પહેલા પણ સંયોગને અનુરૂપ સ્વભાવ હતો જ નહિ. અર્થાત એકસ્વભાવી આત્માનો હમેશા મોક્ષ જ માનવાનો રહે. પહેલા મુક્ત એવો આત્મા પછી બંધાયો, અને અંતે ફરીથી મુકત થયો, એ ઘટી શકે નહિ. (૫) વળી આ બંધદ્વારા આત્મા કોઈ વિકારને અનુભવે છે કે નહિ? જો અનુભવે છે? તો આત્મા ચામડાની જેમ અનિત્ય છે. કેમકે એક જ સ્વરૂપવાળા આત્મામાં વિકાર સંભવી શકે નહિ. જો તે વિકારને અનુભવતો નથી, તો તે બંધન હોય કે ન હેય, ગગનની જેમ આત્મામાં કોઈ વિશેષ થતું નથી. તેથી બંધનને નિષ્ફળ માનીને આત્માને સદા મુક્ત જ માનવો પડે. તેથી જગતમાં બંધ-મોક્ષની જે વ્યવસ્થા છે તે નષ્ટ થઈ જશે. તેથી જ કહ્યું છે- “વરસાદ | અને ગરમીનું આકાશને કોઈ ફળ નથી. ચામડામાં પરિવર્તન થતું હોવાથી તેમાં બન્નેનું ફળ છે. જો આત્મા ચામડા જેવો પરિવર્તનશીલ છે, તો તે અનિત્ય છે. જો આકાશ જેવો (અપરિવર્તનશીલ) છે, તો ફળ વિનાનો છે. બંધની અનુપપત્તિ થવાથી મોક્ષની પણ અનુપપત્તિ થાય છે. કેમકે મોલ બંધનના વિચ્છેદરૂપ છે. એટલે કે મોક્ષ કર્યો કે બંધનવિચ્છેદ કહે, બન્ને એક જ છે, અને બંધન વિના તેનો વિચ્છેદ સંભવી શકે
નહિ.
અનિત્યવાદમાં સુખના ઉપભોગઆદિ અસિદ્ધ - આ જ પ્રમાણે અનિત્યએકાવાદમાં પણ સુખદુ:ખનો ઉપભોગ અનુપપન્ન છે. “સર્વથા વિનાશ એ ડિ અનિત્યનું લક્ષણ છે. આત્માનું સ્વરૂપ આવું અનિત્ય માનવામાં આવે, તો પુણ્ય ઉત્પન્ન કરનારી ક્રિયા કરનારનો એક જ ક્ષણમાં નિરન્વય નાશ માનવો પડે. અને જો તેમ થાય, તો પુણ્યના ફળરૂપસુખનો અનુભવ કરશે કોણ? એવું પાપને ઉત્પન્ન કરતી ક્રિયાના કરનારનો નિરન્વયનાશ થવાથી પાપના ફળભૂત દુ:ખનો અનુભવ કોણ કરશે? સુખાદિનો અનુભવ કરનારા જેઓ દેખાય છે, તેઓને સુખઆદિના કારણભૂત ક્રિયા વખતે અનુત્પન્ન હતા, અને ક્રિયા કરનારાઓ સુખઆદિના અનુભવકાળે વિનષ્ટ થઈ ગયા છે. તેથી “ક્રિયા
કરનાર ભિન્ન અને સુખનો અનુભવ કરનાર અન્ય' એમ અસંબદ્ધ કલ્પનાની આપત્તિ છે. જ શંકા:- કપાસમાં રક્તતાની જેમ જે સંતાનમાં કર્મવાસનાનું આધાર છે તે જ સંતાનમાં ફળ પ્રગટે ફી છે.' એવાં વચનને અનુસાર સંતાન અને વાસનાની લ્પના કરવાથી પૂર્વોક્ત અસંબદ્ધતા રહેશે નહિ.
સમાધાન :- સંતાન અને વાસના અસત છે. એ પૂર્વે જ સિદ્ધ થઇ ચૂક્યું છે. તેથી તે બને પણ ? અસંબદ્ધતા દૂર કરવા સમર્થ નથી.
'***
અનિત્યવાદમાં સુખદિ અસિળ