________________
જ્યાઙ્ગા મંજરી
तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तिसाम्याद् विरुद्धं न व्यभिचरन्तीत्यविचारितरमणीयतया मुग्धजनस्य ध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिका इति । अत्र च नित्यानित्यैकान्तपक्षप्रतिक्षेप एवोक्तः । उपलक्षणत्वाच्च सामान्यविशेषाद्येकान्तवादा अपि मिथस्तुल्यदोषतया विरुद्धा व्यभिचारिण एव हेतूनुपस्पृशन्तीति परिभावनीयम् ॥
શંકા :- નિત્ય વસ્તુનો સર્વ કાર્ય કરવાનો સ્વભાવ છે. પરંતુ કાર્ય કરવામાં તે સહકારી કારણોની અપેક્ષા રાખે છે. આ સહકારી કારણો ક્રમશ: પ્રાપ્ત થતા હોવાથી વસ્તુ પણ સ્વકાર્યોને ક્રમશ: કરશે.
સમાધાન :- આ સહકારીકારણો નિત્ય વસ્તુ પર કોઇપણ જાતનો ઉપકાર કરી શકતા નથી, એ પૂર્વે દર્શાવ્યું છે. તેથી અકિંચિત્કર સહકારીઓની અપેક્ષા રાખવી સારી નથી. અન્યથા એ સહકારીકારણો હાજર થવા અન્યની અપેક્ષા રાખશે. તે વળી અન્યતરની એમ અનવસ્થાદોષ આવશે. વળી જગતની તમામ વસ્તુઓને સહકારીકારણ માનવાની આપત્તિ પણ આવશે. કેમકે તે બધી જ વસ્તુઓ સમાનરૂપે અકિંચિત્કર છે. આમ નિત્ય વસ્તુ ક્રમશ: કાર્ય કરવા સમર્થ નથી. એ જ પ્રમાણે નિત્ય વસ્તુ એકસાથે પણ સર્વકાર્ય કરી શકે નહિ, કેમકે તેમાં પ્રત્યક્ષવિરોધ છે. એક જ સમયે સર્વક્રિયાઓનો આરંભ કોઇને દેખાતો નથી. કદાચ તે નિત્યવસ્તુ સર્વકાર્ય એક સાથે કરવા સમર્થ છે, એમ માની લઇએ તો પણ બધી ક્રિયા એક સાથે જ આધક્ષણમાં પૂર્ણ થવાથી દ્વિતીયવગેરેક્ષણોવખતે વસ્તુએ કશું કરવાનું રહેશે નહિ. તેથી બીજીવગેરેક્ષણે વસ્તુ કરણસ્વભાવવાળી નહિ રહે. તેથી વસ્તુ અનિત્ય સિદ્ધ થઇ જશે. કેમકે એક જ વસ્તુમાં કરણ અને અકરણ એમ બન્ને માનવામાં વિરોધ છે.
એકાન્તપક્ષોમાં વિરૂદ્ધ આદિ દોષો
આમ એકાન્તનિત્યવાદીએ અને એકાન્તઅનિત્યવાદીએ સ્વ–સ્વપક્ષની સિદ્ધિમાટે સત્ત્વ' આદિ જે-જે હેતુઓ દર્શાવ્યા છે. તે બધા હેતુઓ યુક્તિઓની સમાનતાના કારણે વિરૂદ્ધ છે. નિત્યવાદીના હેતુઓ અનિત્યવાદીઓની યુક્તિથી અને અનિત્યવાદીના હેતુઓ નિત્યવાદીની યુક્તિથી વિરૂદ્ધ સિદ્ધ થાય છે. તેથી બન્ને પક્ષની વાતો જ્યાં સુધી વિચારવામાં ન આવે ત્યાં સુધી જ રમણીય છે, અને અવિચારી મૂઢ લોકોની બુદ્ધિમાં મંદતા ઉત્પન્ન કરે છે. વિચાર કરવામાં આવે, તો બંને પક્ષના હેતુઓ વિરૂદ્ધ, વ્યભિચાર અને શ્: પિય: માામ્ ।
૧. આ બન્ને પક્ષે અનુમાનો પરસ્પર વિરૂદ્ધ છે. જ્યારે સત્ત્વ' હેતુ સમાન છે. તેથી નિત્યવાદી સત્ત્વની નિત્યતા સાથે વ્યાપ્તિ દર્શાવે, અને દૃષ્ટાંત બતાવે,તેનાથી અનિત્યવાદીના ‘અનિત્યતા' રૂપ સાધ્યથી વિરૂદ્ધ નિત્યની સિદ્ધિથાય. અનિત્યવાદીને સત્ત્વની અનિત્યતા સાથે વ્યાપ્તિ ઇષ્ટ છે. તેથી સત્ત્વહેતુ અનિત્યતા વિરૂદ્ધ નિત્યતાની સિદ્ધિ કરતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં વિરૂદ્ધોષ આવે. એજ પ્રમાણે અનિત્યવાદી અનિત્યતાની સાથે સત્ત્વની વ્યાપ્તિ અને દૃષ્ટાંત બતાવે, તેથી નિત્યતાથી વિરૂદ્ધ અનિત્યતાની સિદ્ધિ થવાથી નિત્યતાપક્ષે પણ વિરૂદ્ધદ્વેષ આવ્યો. તથા 'સત્ત્વ' હેતુ જેમ નિત્યવત્તુરૂપપક્ષમાં રહે છે, તેમ અનિત્યવત્તુરૂપ વિપક્ષમાં પણ રહેતો હોવાથી નિત્યવાદીને વ્યભિચાર દ્વેષ આવે. એ જ પ્રમણે સત્ત્વહેતુ અનિત્યપક્ષના વિપક્ષ નિત્યમાં પણ રહેતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં પણ વ્યભિચારદોષ આવ્યો. તથા નિત્યવસ્તુમાં ‘અનિત્યતાના અભાવ' રૂપ સાધ્યનો અભાવ હોવા છતાં ‘સત્ત્વના અભાવરૂપ' હેતુનો અભાવ નથી, તેથી અનિત્યવાદીના હેતુમાં વ્યતિરેકવ્યભિચાર પણ આવ્યો. એજ પ્રમાણે અનિત્યવસ્તુમાં નિત્યત્વના અભાવરૂપ સાધ્યનો અભાવ હોવા છતાં સત્ત્વના અભાવરૂપ હેતુનો અભાવ નથી. તેથી નિત્યવાદીના હેતુમાં પણ વ્યતિરેકવ્યભિચાર આવ્યો. ઇત્યાદિ પરસ્પરના જ વિરોધી અનુમાનો, હેતુઓ, યુક્તિઓ અને દૃષ્ટાંતોથી બન્ને પક્ષના અનુમાનના હેતુઓ અનેક દ્વેષોથી દુષ્ટ બને છે, તેથી બંને પક્ષના અનુમાનો પોકળ બનતા હોવાથી હેય બની જાય છે. તેથી બંને પક્ષ પણ નાશ પામે છે. આજ પ્રમાણે સામાન્ય એકાન્તવાદ અને વિશેષએકાન્તવાદવગેરે વાદો એકબીજાને પોકળ સિદ્ધ કરે છે.
એકાન્તપક્ષોમાં વિઆદિ દોષો
291