Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 323
________________ ચાહમંજરી अथोत्तरार्द्ध व्याख्यायते । परस्परेत्यादि । एवं च कण्टकेषु क्षुद्रशत्रुष्वेकान्तवादिषु परस्परध्वंसिषु सत्सु परस्परस्मात् ध्वंसन्ते - विनाशमुपयान्तीत्येवंशीलाः सुन्दोपसुन्दवदिति परस्परध्वंसिनः । तेषु हे जिन ! ते तव शासनं-. स्याद्वादप्रख्पणनिपुणं द्वादशाङ्गीरूपं प्रवचनं पराभिभावुकानां कण्टकानां स्वयमुच्छिन्नत्वेनैवाभावाद् अधृष्यं= अपराभवनीयम् । “शक्तार्हे कृत्याश्च" इति कृत्यविधानाद् धर्षितुमशक्यम् धर्षितुमनर्हं वा । जयति=सर्वोत्कर्षेण वर्तते । यथा कश्चिन्महाराजः पीवरपुण्यपरीपाकः परस्परं विगृह्य स्वयमेव क्षयमुपेयिवत्सु द्विषत्सु अयत्नसिद्धनिष्कण्टकत्वं समृद्धं राज्यमुपभुञ्जानः सर्वोत्कृष्टो भवति एवं त्वच्छासनमपि ॥ इति काव्यार्थः ॥ २६ ॥ અનૈકાંતિક દોષોથી દુષ્ટ થયેલા જ્ઞાત થઇ શકે. આ પ્રમાણે એકાન્તનિત્યપક્ષ અને એકાન્તઅનિત્યપક્ષનું ખંડન દર્શાવ્યું. આ જ પ્રમાણે એકાન્તસામાન્યપક્ષના અને એકાન્તવિશેષપક્ષના, એકાન્તવાચ્યતાપક્ષ અને એકાન્તઅવાચ્યતાપક્ષના તથા એકાન્તસપક્ષના અને એકાન્તઅસત્પક્ષના હેતુઓ પણ પરસ્પર તુલ્ય દોષવાળા હોવાથી વિરૂદ્ધ, વ્યભિચારી અને અનેકાંતિક છે તે સમજી લેવું. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. સુન્દ અને ઉપસુન્દ નામના બે રાક્ષસોની જેમ એકાન્તવાદીરૂપ ક્ષુદ્રશત્રુઓ પરસ્પરના પક્ષને પોકળ ઠેરવવાદ્વારા એકબીજાનો પ્રમાણવાદીરૂપે નાશ કરી નાખે છે. આ પ્રમાણે સ્વયં નષ્ટ થયા હોવાથી, તેઓ જિનેન્દ્રશાસનનો પરાભવ કરવા સમર્થ રહેતા નથી. ભગવાનનું શાસન= સ્યાદ્વાદની પ્રરૂપણામાં કુશળ દ્વાદશાંગીરૂપ પ્રવચન. વિરોધીઓનો અભાવ થવાથી આ શાસન અપરાભવનીય બન્યું છે. અહીં ‘” ધાતુને “જ્ઞાઽર્ફે નૃત્યાંશ્ચ” સૂત્રથી ‘કૃત્ય' પ્રત્યય લાગ્યો છે. તેથી પરાભવ કરવામાં અશકય અથવા પરાભવને માટે અયોગ્ય' એવો અર્થ પ્રાપ્ત થાય છે. જેમ કોઇ મહાપુણ્યશાળી મહારાજાના શત્રુઓ પરસ્પર લડીને નાશ પામે, અને તે મહારાજા પ્રયત્ન વિના જ નિષ્કંટક બનેલા પોતાના વિશાળ રાજયને ભોગવતો હોવાથી સર્વોત્કૃષ્ટ તરીકે માન્ય બને, તેમ તારું શાસન પણ પ્રયત્ન વિના જ નિષ્કંટક બનીને યથેચ્છ રીતે ત્રણ જગત્ પર રાજય કરતું હોવાથી સર્વોત્કૃષ્ટ છે. •જ્ઞતિ” નો અર્થ ‘સર્વોત્કૃષ્ટ છે.” એમ કરવાનો છે. || ૨૬ || १. सुन्दोपसुन्दनामानौ राक्षसौ द्वौ भ्रातरौ ब्रह्मणः सकाशात् वरं लब्धवन्तौ यत् आवयोर्मृत्युः परस्परस्मादस्तु नान्यस्मात् । तथेत्युक्ते ब्रह्मणा मत्तौ तौ त्रिलोकीं पीडयामासतुः । अथ देवप्रेषितां तिलोत्तमामुपलभ्य तदर्थं मिथो युध्यमानावम्रियेताम् । एवमेकान्तवादिनः स्वतत्त्वसिद्ध्यर्थं परस्परं विवदमाना विनश्यन्ति । ततश्चानेकान्तवादो जयति । २. हैमसूत्रे ५-४-३५ । કાચ-૬ 292

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376