________________
ચાલાકમેજરી ____ अनित्यवादी नित्यवादिनं प्रति पुनरेवं प्रमाणयति । सर्वं क्षणिकं सत्त्वात्, अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधाद् अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्, ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियां क्रमेण प्रवर्तयितुमुत्सहते, पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां क्रमेण प्रवृत्तेः , अन्यथा पूर्वक्रियाकरणाविरामप्रसङ्गात् । तत्स्वभावप्रच्यवे च नित्यता प्रयाति, अतादवस्थ्यस्यानित्यतालक्षणत्वात् । अथ नित्योऽपि क्रमवर्तिनं सहकारिकारणमर्थमुदीक्षमाणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्यं कुर्यादिति चेत् ? न । सहकारिकारणस्य नित्येऽकिञ्चित्करत्वात्, अकिञ्चित्करस्यापि च प्रतीक्षणेऽनवस्था
प्रसङ्गात् । नापि यौगपद्येन नित्योऽर्थोऽर्थक्रियाः कुस्ते अध्यक्षविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः । कश्चिदुपलभ्यते । करोतु वा । तथाप्याद्यक्षण एव सकलक्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेषु अकुर्वाणस्यानित्यता बलाद् | आढौकते, करणाकरणयोरेकस्मिन् विरोधाद् इति ॥ વસ્તુમાં પોતાની ઉત્પત્તિકાળે જ કાર્ય કરી શકે તેવી કલ્પના થઇ શકે તેમ નથી. તથા પોતે જે સમયે ઉત્પન્ન થાય છે, તે સમયે પોતાનામાં અન્યની ઉત્પત્તિનું કાર્ય સંભવી શકે નહિ.
શંકા:- “કડેમણે કઠે એવચનને અનુસરીનેનિશ્ચયનયને આશ્રયીને ઉત્પન્ન થવાના સમયે ઉત્પત્તિક્રિયા સંભવી શકે છે.
સમાધાન:- તો પણ તે સમયે વસ્તુ પોતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર લેવાથી બીજાની ઉત્પત્તિની ક્રિયા કરી શકે નહિ. આમ ક્ષણિક વસ્તુ સતઅવસ્થામાં સ્ત્રમાં કે પરમાં કાર્ય કરવા સમર્થ નથી. વળી સમાનકાળે ઉદ્દભવેલી વસ્તુઓમાં પરસ્પર કાર્યકારણભાવ અસિદ્ધ છે, કેમકે ત્યાં કાર્ય-કારણભાવ માનવામાં સમાન કાલે પ્રગટેલી ત્રણ જગતની સર્વવસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ માનવાનો અતિપ્રસંગ છે. બીજો પક્ષ યુક્તિલમનથી. કેમકે અસત વસ્તુમાં કાર્ય કરવાની શક્તિ સંભવતી નથી. જો અસતવસ્તુ પણ કાર્ય કરી શકે, તો સસલાનું શિગડું પણ કાર્ય કરવા તત્પર બને, કેમકે એ પણ સમાનરૂપે અસત્ છે.
અનિત્યવાદીની સ્થાપના અનિત્યવાદી નિત્યવાદીને આ પ્રમાણે કહે છે- “સર્વ વસ્તુઓ ક્ષણિક છે, કેમકે સત છે. નિત્ય વસ્તુમાં અર્થક્રિયાકારિપણું ઘટી શકતું નથી. અને અર્થકિયાકારિપણું સત પદાર્થોનું લક્ષણ છે. તેથી નિત્ય પદાર્થોમાંથી પાછું ફરતું અર્થક્રિયાકારિપણું પોતે સ્વીકારેલા સત્ત્વને પણ પાછું વાળશે. આમનિત્યવસ્તુ અસત્ સિદ્ધ થાય છે. તેથી નિત્યતા વસ્તુનું લક્ષણ બની શકે નહિ. તેથી અન્યવિકલ્પનો અભાવ હેવાથી વસ્તુમાં “અનિત્યતા | લક્ષણ જ સંભવી શકે. નિત્ય વસ્તુમાં અર્થક્રિયાની અનુપપત્તિ બતાવે છે. નિત્ય વસ્તુ અર્થક્રિયા ક્રમશ: કરશે કેયુગપત? ક્રમશ: કરવા સમર્થનથી. કેમકે જો વસ્તુ પૂર્વક્રિયા કરવાનાં સ્વભાવનો ત્યાગ કરી ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ સ્વીકારે તો જ ક્રમશ: અર્થક્રિયા કરી શકે, જો પૂર્વના સ્વભાવનો ત્યાગ કરે નહિ તો પૂર્વક્રિયા જ સતત કર્યા કરશે તેમાંથી કદાપિ અટકશે નહિ.
શંકા - વસ્તુ પૂર્વક્રિયા કરવાના સ્વભાવનો ત્યાગ કરીને અને ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ ગ્રહણ કરીને છે ઉત્તરક્રિયા કરશે. તેથી ક્રમશ: ક્રિયા કરી શકશે.
સમાધાન:- જો વસ્તુ આ પ્રમાણે એક સ્વભાવનો ત્યાગ કરીને બીજા સ્વભાવને ગ્રહણ કરે છે એમ હું માનશે તે નિત્યતાનો લોપ થઈ જશે, કેમકે હમેશા એકસ્વભાવે રહેવું એ નિત્યતાનું લક્ષણ છે. અને ? સ્વભાવનું બદલાવું-એકરૂપે હમેશા ન રહેવું એ અનિત્યતાનું લક્ષણ છે.
- કાવ્ય-૨૬ મિ .
290