Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલુ મંજરી
इदानीं नित्यानित्यपक्षयोः परस्परदूषणप्रकाशनबद्धलक्षतया वैरायमाणयोरितरेतरोदीरितविविधहेतुहेतिसंनिपातसंजातविनिपातयोरयत्नसिद्धप्रतिपक्षप्रतिक्षेपस्य भगवच्छासनसाम्राज्यस्य सर्वोत्कर्षमाह -
य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव ।
परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिन ! शासनं ते ॥ २६ ॥
किलेति निश्चये । य एव नित्यवादे= नित्यैकान्तवादे दोषा अनित्यैकान्तवादिभिः प्रसञ्जिताः क्रमयौगपद्याभ्यामर्थक्रियानुपपत्त्यादयः, त एव विनाशवादेऽपि = क्षणिकैकान्तवादेऽपि समाः = तुल्याः नित्यैकान्तवादिभिः प्रसज्यमाना अन्यूनाधिकाः ।
तथाहि - नित्यवादी प्रमाणयति । सर्वं नित्यं सत्त्वात् । क्षणिके सदसत्कालयोरर्थक्रियाविरोधात् तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो निवर्तमानमनन्यशरणतया नित्यत्वेऽवतिष्ठते । तथाहि - क्षणिकोऽर्थः सन्वा कार्यं कुर्याद् असन्वा ? गत्यन्तराभावात् । न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात्, सकलभावानां परस्परं कार्यकारणभावप्राप्त्यातिप्रसङ्गाच्च । नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते, असतः कार्यकरणशक्तिविकलत्वात्; अन्यथा शशविषाणादयोऽपि कार्यकरणायोत्सहेरन्, विशेषाभावात् इति ॥
જિનશાસનની અયત્નસિદ્ધ સર્વોપરિતા
કાન્હનિત્યવાદી અને એકાન્તઅનિત્યવાદી એકબીજા ઉપર વેર રાખીને એકબીજાના દૂષણો પ્રગટ કરવામાં તત્પર બનેલા છે. આ બન્ને પરસ્પરે દર્શાવેલ વિવિધ દૂષણોરૂપ શસ્ત્રોના ધાથી નાશ પામે છે. તેથી પ્રયત્ન વિના જ પ્રતિપક્ષનો નાશ થવાથી, ભગવાનનું શાસનસામ્રાજ્ય સર્વોત્કૃષ્ટ છે, તેમ દર્શાવતા કવિશ્રી કહે છે.
=
કાવ્યાર્થ:- એકાન્તનિત્યવાદમાં જે દોષો છે તે બધા જ દોષો એકાન્તઅનિત્યવાદમાં છે. (કટક = ક્ષુદ્રશત્રુઓ · એકાન્તનિત્ય-અનિત્યવાદીઓ) આ ક્ષુદ્ર એકાન્તવાદીઓ પરસ્પરનો ધ્વંસ કરી રહ્યા છે, ત્યારે હેજિન ! પડકારી ન શકાય તેવું તારું શાસન જય પામે છે.
*કિલ” શબ્દ ‘નિશ્ચય' અર્થમાં છે. એકાન્ત અનિત્યવાદીઓએ એકાન્ત નિત્યવાદમાં ક્રમથી કે યુગપત્ અર્થક્રિયાની અનુ૫પત્તિવગેરે ધણા દોષો દર્શાવ્યા છે. નિત્ય એકાન્તવાદીઓએ એકાન્તઅનિત્યવાદીઓના મતમાં પણ એટલા જ દોષો દર્શાવ્યા છે, જરા પણ ઓછાવત્તા નહિ.
નિત્યવાદીની સ્થાપના
નિત્યવાદી આ પ્રમાણે કહે છે— દરેક વસ્તુ નિત્ય છે કેમકે સત્ છે. સત્ વસ્તુ નિત્ય કે અનિત્ય બ્રેઇ શકે. કેમકે ત્રીજો વિકલ્પ સંભવતો નથી. વસ્તુને અનિત્ય તો (=ક્ષણિક) માની શકાય નહિ, કેમકે ક્ષણિક વસ્તુ સત્વસ્થામાં કે અસત્ અવસ્થામાં અર્થક્રિયા કરવા સમર્થ બની શકે નહિ. આમ અનિત્યતા વસ્તુનું લક્ષણ બની શકે નહિ. તેથી અન્યવિકલ્પનો અભાવ હોવાથી વસ્તુ નિત્યત્વલક્ષણથી યુક્ત છે, અર્થાત્ નિત્ય છે; તેમ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે.
શંકા :– ક્ષણિકવસ્તુ અર્થક્રિયા કરવા સમર્થ શા માટે નથી ?
સમાધાન :- ક્ષણિક સત્વસ્થામાં કાર્ય કરશે કે અસવસ્થામાં? ત્રીજો વિકલ્પ તો સંભવતો નથી. આધપક્ષનો સ્વીકાર થઇ શકે નહિ. કારણ કે ક્ષણિક વસ્તુ સ્વમાનકાળે ઉત્પન્ન થયેલી બીજી ક્ષણિક નિત્યવાદીની સ્થાપના
289