Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 318
________________ યાતા મંજરી તુ अथानेकान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदापेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतः तत्त्वामृतरसास्वादसौहित्यमुपवर्णयन्नाह - स्यान्नाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ ! निपीततत्त्वसुधोद्गतोद्गारपरम्परेयम् ॥ २५ ॥ स्यादित्यव्ययमनेकान्तद्योतकमष्टास्वपि पदेषु योज्यम् । तदेव अधिकृतमेवैकं वस्तु स्यात् = कथञ्चिद् नाशि= विनशनशीलमनित्यमित्यर्थः । स्यान्नित्यम् = अविनाशिधर्मीत्यर्थः । एतावता नित्यानित्यलक्षणमेकं विधानम् । तथा स्यात् सदृशं=अनुवृत्तिहेतुसामान्यरूपम् । स्याद् विख्यं = विविधरूपम् =विसदृशपरिणामात्मकं, व्यावृत्तिहेतुविशेषरू– पमित्यर्थः । अनेन सामान्यविशेषरूपो द्वितीयः प्रकारः । तथा स्याद् वाच्यं वक्तव्यम् । स्याद् न वाच्यं = अवक्तव्यमित्यर्थः । अत्र च समासेऽवाच्यमिति युक्तम्, तथाप्यवाच्यपदं योन्यादौ रूढमित्यसभ्यतापरिहारार्थं न वाच्यमित्यसमस्तं चकार स्तुतिकारः । एतेनाभिलाप्यानभिलाप्यस्वस्पस्तृतीयो भेदः । तथा स्यात्सद् = विद्यमानमस्तिस्पमित्यर्थः । स्याद् असत्= तद्विलक्षणमिति । अनेन सदसदाख्या चतुर्थी विधा ॥ અનેકાંતવાદની ચતુર્વિધતા ( અનેકાંતવાદ સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને સમાનરૂપે લાગુ પડે છે. છતાં તેના મૂળ ચારભેદ દર્શાવવાદ્વારા ભગવાને પીરસેલા તત્ત્વામૃતના રસાસ્વાદના આનંદનું વર્ણન કરતા કવિ કહે છે— કાવ્યાર્થ:- @વિદ્રશિરોમણિ! નાથ ! વસ્તુ કથંચિત્ (૧) અનિત્ય અને નિત્ય (ર ) સદેશ અને વિસદેશ (૩) વાચ્ય અને અવાચ્ય તથા (૪) સત્ અને અસત્ છે. આ વચનો અનેકાંતવાદરૂપ તત્ત્વઅમૃતના પાનથી ઉદ્ભવેલા ઉદ્ગારોની પરંપરારૂપ છે. (અર્થાત્ કેવળજ્ઞાનદ્ગારા અનેકાંતતત્ત્વનું જ્ઞાન કરીને આપે વસ્તુના આ ચાર સ્થૂળદેષ્ટિએ વિરોધી દેખાતા સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.) *સ્યાત્’ પદ અનેકાંતનો સૂચક અવ્યય છે. નિત્ય-અનિત્યઆદિ આઠે પો સાથે આ અવ્યયને જોડવો. પ્રત્યેક વસ્તુ, (૧) કથંચિત્ નાશપામવાના સ્વભાવવાળી છે, (૨) કથંચિત્ અવિનાશી = નિત્ય છે. આ જોડકાઙ્ગારા વસ્તુનું નિત્યઅનિત્યરૂપ એક લક્ષણ બતાવાયું. (૩) કથંચિત્ સદેશ = સામાન્યરૂપ છે, અને (૪) કથંચિત્ વિરૂપ = વિશેષરૂપ છે. આ યુગલદ્વારા સામાન્યવિશેષાત્મક બીજું લક્ષણ દર્શાવ્યું (૫) તથા કથંચિત્ વાચ્ય = વક્તવ્ય છે અને (૬) કથંચિત્ અવક્તવ્ય છે. અહીં જો કે ન વાધ્યમ્' ને બદલે નક્ તત્પુરુષસમાસ કરી ‘અવાચ્ય’ એમ કહેવું બરાબર લાગે. છતાં અવાચ્ય શબ્દ યોનિઆદિઅર્થમાં રૂઢ છે, તેથી અસભ્યશબ્દ છે. આ અસભ્યતા દૂર કરવા આ પ્રમાણે પ્રયોગ કર્યો છે. આ જોડકાારા વસ્તુના અભિલાપ્યતા (વક્તવ્યતા) અને અનભિલાપ્યતા (= અવક્તવ્યતા) રૂપ ત્રીજા લક્ષણનો નિર્દેશ કર્યો. તથા (૭) કથંચિત્ સત્ = અસ્તિ = વિધમાન છે અને (૮ )કથંચિત્ અસત્ = અવિધમાન છે. આ જોડકા ારા સદ્-અસત્મક ચોથાલક્ષણનું વિધાન કર્યું. આમ આ ચાર મૂળભેદથી વસ્તુની અનેકાંત દર્શાવી. તત્ત્વ(= વસ્તુ)નાં સ્વરૂપનું યથાવસ્થિત જ્ઞાન = તત્ત્વજ્ઞાન. આ તત્ત્વ (૧)જરા-મરણનો નાશ કરે છે. (૨) તે તત્ત્વનું વિબુધ = પંડિતો પાન-શાન કરે છે. તથા (૩) એ તત્ત્વ મિથ્યાત્વરૂપ ઝેરના સામર્થ્યને દૂર કરે છે. તથા (૪) આન્તર = ચિત્તને આહ્લાદ આપે છે. માટે આ તત્ત્વ પોતે જ અમૃત છે. (લોકોમાં પ્રસિદ્ધ છે કે અમૃત (૧) ઘડપણમરણને દૂર કરી અમર બનાવે છે. (૨) વિબુર્ખ = દેવોનું ભોજન છે. (૩) ઝેરના પ્રભાવને દૂર કરે અનેકાંતવાદની ચતુર્વિધતા 287

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376