Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::
જિ
દદ કરે છે A
B . . == guઠમંજરી - - - - - - नन्वेते धर्माः परस्परं विरुद्धाः तत्कथमेकत्र वस्तुन्येषां समावेशः संभवति इति विशेषणद्वारेण हेतुमाह उपाधिभेदोपहितम् इति । उपाधयोऽवच्छेदका अंशप्रकाराः तेषां भेदो नानात्वम्, तेनोपहितमर्पितम् । असत्त्वस्य
विशेषणगेतत् । उपाधिभेदोपहितं सदर्थेष्वसत्त्वं न विरुद्धम् । सदवाच्यतयोश्च वचनभेदं कृत्वा योजनीयम्। इस उपाधिभेदोपहिते सती सदवाच्यते अपि न विरुद्धे ॥
अयमत्राभिप्रायः परस्परपरिहारेण ये वर्तेते तयोः शीतोष्णवत् सहानवस्थानलक्षणो विरोधः । न चात्रैवम्, सत्त्वासत्त्वयोरितरेतरमविष्वग्भावेन वर्तनात् । न हि घटादौ सत्त्वमसत्त्वं परिहत्य वर्तते, परस्पेणापि सत्त्वप्रसङ्गात्। तथा च तद्व्यतिरिक्तार्थान्तराणां नैरर्थक्यम्, तेनैव त्रिभुवनार्थसाध्यार्थक्रियाणां सिद्धेः । न चासत्त्वं सत्त्वं परिहत्य वर्तते, પણ દ્વિવચનવાળું અધ્યાહારથી બનાવવું. ઉપાધિ અવચ્છેદકઅંશો. ભેદ જૂઘપણું. ઉપહિત = અર્પિત પ્રધાનતા. હવે આ જ વાતનો આશય પ્રગટ કરે છે.
સત્ય-અસત્ય વચ્ચે વિરોધનો અભાવ જેમ ગરમીનો નાશ કરીને શીત અને શીતનો નાશ કરીને ગરમી રહે છે, તેમ જે બે પરસ્પરનો પરિહાર કરીને રહેતા ય, તે બે વચ્ચે સહઅનવસ્થાન નામનો વિરોધ હોય છે. અર્થાત તે બે ધર્મો એકત્ર ઉપલબ્ધ. થાય નહિ. પરંતુ સત્ય અને અસત્વ વચ્ચે એવા પ્રકારનો વિરોધ નથી, કેમકે સત્વ (=અસ્તિત્વ)અને અસત્વ, (નાસ્તિત્વ) એકબીજા સાથે અપૃથભાવે અર્થાત કથંચિત અભિન્નભાવે રહે છે. તેથી જયાં સત્વ શ્રેય, ત્યાં અસત્વ રોય જ. અને અસત્વ હેય, ત્યાં સત્વ હેય જ. ઘટવગેરે વસ્તુમાં અસત્વને છોડી, માત્ર સત્વ જ રહે છે, તેમ નથી; કેમકે જો ઘટવગેરેમાં એકાંતે સત્ત્વ જમાનો, તો પટવગેરે પરરૂપે પણ સત્વ, માનવું પડે. અર્થાત “ઘટ પોતે પટ છે. એમ માનવાનો પ્રસંગ આવે. આમ ઘટ ત્રણ જગતની બધી વસ્તરૂપે વિદ્યમાન છે. એમ માનવાની આપત્તિ આવે.આમ ઘટ સ્વયં જ ત્રિભુવનવ્યાપી સર્વવસ્તુરૂપ બની જવાથી તેઓના જે અર્થકાર્યો છે, તે પણ ઘટ જ એકલે પડે કરી લેશે. આમ એકમાત્ર ઘટથી જ બધા કાર્યો થઈ જવાથી તે કાર્યો માટે તેને અન્ય વસ્તુની જરુર ન રહેવાથી તે બધા નિરર્થક થવાની આપત્તિ છે. તેથી ઘટમાં પટવગેરેરૂપે અસત્વધર્મસિદ્ધ થાય છે. એ જ પ્રમાણે, અસત્વ પણ સત્વવિના રહી શકે નહિ, કેમકે સ્વરૂપથી પણ અસત થવાની આપત્તિ છે. ઘટ જેમ પટવગેરરૂપે અસત્ છે, તેમ જો સર્વથા અસત હોય, તો ઘટરૂપે પણ અસત લેવો જોઇએ. આમ બધી વસ્તુઓ સર્વરૂપે અસત બનવાથી જગતમાં બધી વસ્તુનો અભાવ થઈ જવાથી સર્વશૂન્યતા આવી જાય. કેમકે “જેઓ સ્વરૂપથી પણ અસંત છે, અર્થાત્ સ્વરૂપીન છે, તેઓ આ જગતમાં વિદ્યમાન નથી, જેમકે ખપુષ્પ.”
શંકા:- જો સત્વ અને અસત્વ એકત્ર રી શકતા હેય, તો તે બે વચ્ચે વિરોધ નહિ રહે, તેથી ઘડો અને ઘડાનો અભાવ-બંને એકત્ર એકદા રહેવાની આપત્તિ છે.
સમાધાન :- આમ નહિ માનવું પડે, કેમકે “સત્વ અને અસત્વ સર્વથા અભિન્ન છે.' એમ અમારા જ કહેવાનો આશય નથી. અમે પણ માનીએ જ છીએ કે એક જ અંશને અપેક્ષીને વિચાર કરવામાં આવે, તો છે. સત્વ અને અસત્વ વચ્ચે વિરોધ છે. જે અંશે ઘડો સત છે, એ અંશે જ ઘડે અસત છે, એમ અમારું માનવું ? કરી નથી. આમ એક જ અંશની અપેક્ષાએ તો બંને વચ્ચે સહઅનવસ્થાન વિરોધ અમને ઈટ છે જ. બંને વચ્ચે છેઃ
વિરોધ નથી એવું અમારું કથન, બે ભિન્નભિન્ન અંશને આશ્રયીને છે. કોઇપણ વસ્તુ સ્વરૂપથી સત છે ? છે અને પરરૂપથી અસત છે. આ બંનેરૂપ ઘટમાં વિદ્યમાન હોવાથી તે બંનેને આશ્રયીને ઘટમાં એકીસાથે સર્વ $ જ:::::::::::::::9
કાવ્ય-૨૪.
E... : B282)
*::::::::::::::::::::