________________
સ્યાાળમંજરી
अनन्तरं भगवद्दर्शितस्यानेकान्तात्मनो वस्तुनो बुधरूपवेद्यत्वमुक्तम् । अनेकान्तात्मकत्वं च सप्तभङ्गीप्ररूपणेन सुखोन्नेयं स्यादिति सापि निर्खपता । तस्यां च विरुद्धधर्माध्यासितं वस्तु पश्यन्त एकान्तवादिनोऽबुधरूपा विरोधमुद्भावयन्तीति तेषां प्रमाणमार्गात् च्यवनमाह -
-
उपाधिभेदोपहितं विरूद्धं नार्थेष्वसत्त्वं सदवाच्यते વા इत्यप्रबुध्यैव विरोधभीता जडास्तदेकान्तहताः पतन्ति ॥ २४ ॥
अर्थेषु=पदार्थेषु चेतनाचेतनेषु असत्त्वं = नास्तित्वं न विरुद्धं = न विरोधावरुद्धम् | अस्तित्वेन सह विरोधं नानुभवतीत्यर्थः । न केवलमसत्त्वं न विरुद्धम् किंतु सदवाच्यते च । सच्चावाच्यं च सदवाच्ये, तयोर्भाव सदवाच्यते । अस्तित्वावक्तव्यत्वे इत्यर्थः । ते अपि न विरुद्धे । तथाहि - अस्तित्वं नास्तित्वेन सह न विरुध्यते । अवक्तव्यत्वमपि विधिनिषेधात्मकमन्योन्यं न विरुध्यते । अथवा अवक्तव्यत्वं वक्तव्यत्वेन साकं न विरोधमुद्रहति । अनेन च नास्तित्वास्तित्वावक्तव्यत्वलक्षणभङ्गत्रयेण सकलसप्तभङ्ग्या निर्विरोधता उपलक्षिता । अमीषामेव त्रयाणां मुख्यत्वाच्छेषभङ्गानां च संयोगजत्वेनामीष्वेवान्तर्भावादिति ॥
વસ્તુમાં ઉપાધિભેદથી વિરૂદ્ધર્મોની ઉપપત્તિ
ભગવાને દર્શાવેલ અનેકાંતાત્મક વસ્તુનું જ્ઞાન પ્રાજ્ઞપુરુષોને જ થાય છે. એમ હમણાં પ્રતિપાદન કર્યું. સપ્તભંગીની પ્રરૂપણાઙ્ગારા અનેકાંતસ્વરૂપનો બોધ સહેલાઇથી થઇ શકે, એ હેતુથી એની પણ પ્રરૂપણા કરી. આ સપ્તભંગીમાં વિરૂદ્ધધર્મોથી યુક્ત વસ્તુની પ્રરૂપણા નિહળી અજ્ઞાની એકાંતવાદીઓ વિરોધનું ઉદ્દભાવન કરે છે. તેઓ આ પ્રમાણે વિરોધ કરીને પ્રમાણમાર્ગમાંથી ભ્રષ્ટ થાય છે, એમ દર્શાવતાં કાવ્યકારશ્રી કહે છે –
કાવ્યાર્થ:- ઉપાધિ = અંશોના ભેદ (=અનેકતા)થી પદાર્થોમાં-પ્રાદુર્ભૂત થયેલા નાસ્તિત્વ, અસ્તિત્વ અને અવાચ્યતા ધર્મોમાં પરસ્પર વિરોધ નથી. આ સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના જ વસ્તુમાં વિરૂદ્ધધર્મો માનવામાં વિરોધદોષ આવશે.” એમ માની વ્યાકુલ થયેલા જડો (=અપ્રાજ્ઞો)એકાન્તવાદનું ગ્રહણ કરી ન્યાયમાર્ગથી પતિત થાય છે.
ચેતન અને જડ પદાર્થોમાં અસ્તિત્વસાથે નાસ્તિત્વને વિરોધ નથી, અસ્તિત્વ અને અવાચ્યતાને પણ વિરોધ નથી, અવાચ્યતા= અવક્તવ્યતા= વિધિનિષેધઉભયાત્મકતા. અવક્તવ્યતામાં સમાવિષ્ટ વિધિ અને નિષેધને પરસ્પર વિરોધ નથી. અથવા અવક્તવ્યતાને વક્તવ્યતા સાથે વિરોધ નથી. અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યતારૂપ ત્રણ ભાંગામાં પરસ્પર વિરોધ નથી• આમ દર્શાવવાદ્ગારા કવિવર સકળ સપ્તભંગીમાં વિરોધ નથી.” એમ દર્શાવવા માંગે છે. કેમકે બાકી રહેલા ભાંગાઓ પણ આ ત્રણના સંયોગથી જ પ્રાદુર્ભૂત થતા હોવાથી તેઓ પણ આ ત્રણમાં જ અન્તર્ભાવિત છે.
શંકા :- અસ્તિત્વવગેરે ધર્મો પરસ્પરવિરૂદ્ધ છે. તેથી તેઓ એક વસ્તુમાં એક સાથે કેવી રીતે રહી શકે?
સમાધાન :- ભિન્નઅંશને પ્રધાન કરીને સસ્તુમાં નાસ્તિત્વધર્મ રહી શકે છે, તેમાં વિરોધ નથી. આ જ મુદ્દાને દર્શાવવા કવિએ ‘અસત્વ’ના વિશેષણ તરીકે ‘ઉપાધિભેદોપહિત' પદ મુકયું છે. આ પદ વિશેષણ પણ છે, અને અસત્ત્વધર્મની સત્ વસ્તુમાં વૃત્તિમાટે હેતુરૂપ પણ છે. તેથી આ હેતુવિશેષણ છે. આ જ વિશેષણ સઅવાચ્યતા પદને પણ લાગુ પડે છે. પણ ત્યાં સત્ત્વ’ અને અવાચ્યતા’ બે ધર્મો હોવાથી વિશેષણપદને ઉપાધિભેદથી વિરુધર્મોની ઉપપત્તિ
281