Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ક
8 : : ચાતુર્મજવી , , ___ के पुनः कालादयः? कालः आत्मरूपम् अर्थः सम्बन्धः उपकारः गुणिदेशः संसर्गः शब्दः । १ तत्र स्याद जीवादिवस्त अस्त्येव इत्यत्र यत्कालमस्तित्वं तत्कालाः शेषानन्तधर्मा वस्तन्येकत्रेति तेषांकालेनाभेदवत्तिः। २यदेव। चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेव अन्यानन्तगुणानामपीति आत्मस्पेणाभेदवृत्तिः । ३ य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः । ४ य एव चाविष्वग्भावः कथञ्चित्तादात्म्यलक्षणः | सम्बन्धोऽस्तित्वस्य स एव शेषविशेषाणामिति सम्बन्धेनाभेदवत्तिः । ५ य एव चोपकारोऽस्तित्वेन स्वानरक्तत्वकरणं
આમ અન્ય અન્ય શબ્દો દ્વારા ક્રમશ: જ તે ધર્મોનો નિર્દેશ થઈ શકે. અહીં એક ધર્મનો નિરૂપક શબ્દ નયશબ્દ કહેવાય. આમ જયારે ધર્મોનો પરસ્પર અને ધર્મથી ભેદ ઈટ હેય, ત્યારે તેઓના નિરૂપણમાટે ક્રમ આવશ્યક છે. તથા જયારે કાલઆદિની અપેક્ષાએ તેજ ધર્મોનો પરસ્પર અને ધર્માથી અભેદ વિવલિત શ્રેય છે, ત્યારે એકધર્મનો બોધ કરાવનાર એકશબ્દથી સઘળા ધર્મોથી યુક્ત તે વસ્તુનું પ્રતિપાદન થઈ જાય છે. કેમકે સઘળા ધર્મો પરસ્પર અભિન્ન હોઇ એકરૂપ લેવાથી શબ્દથી નહિ કહેવાયેલા સઘળા ધર્મો પણ તે શબ્દથી કહેવાયેલાં ધર્મરૂપ હોય છે. (જો કે શબ્દ દ્વારા તો એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે. છતાં પણ તે વખતે એકરૂપતા હોવાથી બીજા ધર્મોનો પણ અર્થથી બોધ થઇ જાય છે.) આમ એકી સાથે સઘળા ધર્મનો બોધ થતો હોવાથી અહીં ભૌગપધ” સુસંગત છે.
કાલઆદિ આઠનું સ્વરૂપ હવે કાલવગેરે આઠનું સ્વરૂપ દર્શાવે છે. (૧) કાલ:- “જીવાદિવસ્તુ કથંચિત છે જ.” એ ભાંગામાં પ્રદર્શિત છું કરાયેલ “અસ્તિત્વમાં ધર્મ જે સમયે જીવાદિવસ્તુમાં હાજર હોય છે, તેજ સમયે બાકીના અનન્તધર્મો પણ છે વસ્તુમાં હાજર હોય છે જ. આમ સમાનકાલીન લેવાથી વસ્તગત સર્વધર્મો કાલની અપેક્ષાએ અભિન્ન છે. જે ક્ષણે જીવના અસ્તિત્વ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે, તે ક્ષણે જીવ કંઇ માત્ર અસ્તિત્વધર્મથી જ યુક્ત નથી, કિન્તુ સહભાવી અને કમભાવી અનંત ધર્મોથી યુક્ત છે. તેથી જયારે જીવના અસ્તિત્વનું પ્રતિપાદન થાય છે ત્યારે જીવથી અને પરસ્પરથી કથંચિત અભેદના કારણે બાકીનાં અનંત ધર્મોનું પણ ભેગું ભેગું પ્રતિપાદન થઈ જાય છે. આમ કાલની અપેક્ષા સામાનાધિકરણ્ય (=સમાનકાળે એક ધર્મીમાં વૃત્તિતા) થી અભેદ સિદ્ધ થાય છે. (૨) આત્મરૂપ :- સ્વરૂપ = સ્વભાવ = ગુણ. જેમ અસ્તિત્વધર્મ દ્રવ્યનો સ્વભાવ છે. તેમ બીજા ધર્મો પણ દ્રવ્યના સ્વભાવ છે, આમ સ્વભાવરૂપે સમાન હોવાથી આ અપેક્ષાએ પણ બધા ધર્મો અભિન્ન છે. (૩) અર્થ:- આધાર. દ્રવ્ય જેમ અસ્તિત્વધર્મનો આધાર છે, તેમ અન્ય સર્વધર્મોનો પણ આધાર છે. અસ્તિત્વધર્મ જેમ જીવને આશ્રયીને રહ્યો છે. તેમ જીવના અન્ય અનન્સ ધર્મો પણ તેને જ (જીવન) આશ્રયીને રહ્યા છે. આમ આશ્રયની સમાનતા હેવાથી તેઓ અર્થની અપેક્ષાએ શું પણ અભિન્ન છે. (૪) સમ્બન્ય:- “અસ્તિત્વ ધર્મ દ્રવ્યથી પૃથગ ઉપલબ્ધ થતો નથી, કેમકે દ્રવ્યસાથે શું હું તેને કથંચિત એકરૂપતા (તાદાત્મ)છે. આમ તાદાત્મરૂપ અવિશ્વગભાવ (=અપૃથગભાવ) સમ્બન્ધથી જેમ | હું અસ્તિત્વધર્મ દ્રવ્યમાં રહ્યો છે, તેમ બીજા અનન્ના ધર્મો પણ તે જ સંબંધથી દ્રવ્યમાં રહ્યા છે, કેમકે બધા જ ધર્મો
@ દ્રવ્યથી પૃથગ ઉપલબ્ધ થતાં નથી, અને દ્રવ્યસાથે કથંચિત એકરૂપ છે. (૫)ઉપકાર :- પોતાનાથી અનુરક્ત શિ સિકરવારૂપ જે ઉપકાર અસ્તિત્વગુણદ્વારા દ્રવ્યપર કરાય છે. તે જ ઉપકાર અન્ય ગુણોદ્વારા પણ કરાય છે. 6
| (દરેક ગણ દ્રવ્યના સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે, અને તેના સ્વરૂ૫માં પોતાને અનુરૂપ વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે. આમ છે વિશિષ્ટતાનું નિર્માણ કરવા દ્વારા દરેક ગુણો દ્રવ્યને સ્વાનુરક્ત કરે છે. તેથી જ વૈશિર્યાનું નિર્માણ કરનારા ગુણોના અભાવમાં છે જ દ્રવ્યનો પણ અભાવ થાય છે.) (૬) ગુણિદેશ:- અસ્તિત્વ ધર્મનો ગુણી ( દ્રવ્ય)જે દેશમાં રહ્યો છે, તે જ દેશમાં છે
તે અન્ય ધર્મોનો ગુણી પણ રહ્યો છે, કેમકે તે બધા ધર્મોન ગુણી એક જ છે. (અથવા અસ્તિત્વ ધર્મ પોતાના ગુણીના ફી
TES
:
કાલઆદિ આઠનું સ્વરૂપ
છે . રાજારા
277)