Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::::::: કિજી
ચાલાકwય .. कालादिभिर्भिन्नात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः । तद्विपरीतस्तु । विकलादेशो नयवाक्यमित्यर्थः । अयमाशयः- यौगपद्येनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदप्राधान्यवृत्त्याऽभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः, तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद्वा तदभिधत्ते, तस्य नयात्मकत्वात् ॥
कः पुनः क्रमः किं च यौगपद्यम्? यदास्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा, तदैकशब्दस्यानेकार्थप्रत्यायने । शक्त्यभावात् क्रमः । यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषधर्मस्पस्य वस्तुनः प्रतिपादनसम्भवाद् यौगपद्यम् ॥
સમાધાન :- “સામાન્ય અનુવૃત્તિરૂપ હેવાથી વિધિરૂપ છે. અને વિશેષ વ્યાવૃત્તિરૂપ હેવાથી નિષેધરૂપ છે. આમ અહીં પણ વિધિ-નિષેધ પ્રકારે જ સપ્તભંગી છે. અથવા સામાન્ય અને વિશેષ પરસ્પર પ્રતિપક્ષભૂત શબ્દો છે. તેથી જયારે સામાન્ય પ્રધાન કરવામાં આવે, ત્યારે તેવિધિરૂપ છે, અને વિશેષ નિષેધરૂપ છે. જયારે વિશેષને આગળ કરવામાં આવે, ત્યારે તે વિધિરૂપ છે, અને સામાન્ય નિષેધરૂપ છે. આજ પ્રમાણે અન્યત્ર સપ્તભંગીઓમાં પણ સમજવું. તેથી “અનન્ત સપ્તભંગીઓ છે. ઇત્યાદિ જે કહ્યું, તે બરાબર જ છે. કેમકે પ્રતિપાદન થઇ શકે તેવા પ્રશ્નો સાત જ છે, કેમકે સાત જ પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને પ્રશ્નો જિજ્ઞાસાને અનુરૂપ થાય છે, જિજ્ઞાસા સાત જ પ્રકારની છે, કેમકે સાત જ પ્રકારના સંદેહે ઉત્પન્ન થાય છે. વસ્તુના સ્વરૂપનો સંદેહ થયા પછી તે સંદેહને અનુરૂપ વસ્તુના સ્વરૂપની જિજ્ઞાસા ( જ્ઞાન કરવાની ઇચ્છા) થાય છે. વસ્તુમાં સંદેહ થઈ શકે તેવા ધર્મો સાતપ્રકારના જ લેવાથી, સંદેહ પણ સાતપ્રકારના જ થાય છે. અર્થાત અનન્તધર્મો પણ પૂર્વોક્ત સાતવિકલ્પોમાં વિભાજિત થતાં હેવાથી તે ધર્મોઅંગે સંદેહ પણ સાતપ્રકારના જ થાય.
સક્લાદેશ-વિક્લાદેશનું સ્વરૂપ આ સપ્તભંગી સ્વગત દરેક ભંગને આશ્રયીને સલાદેશઆત્મક અને વિકલાદેશઆત્મક ધ્યેય છે. સકળાદેશ પ્રમાણવાય છે. સકળાદેશનું લક્ષણ (=સ્વરૂપ)આ છે. “પ્રમાણદ્વારા અનન્નધર્માત્મકરૂપે જ્ઞાત થયેલી વસ્તુના કાળવગેરે આઠદ્વારા અભેદની પ્રધાનતાથી કે અભેદના ઉપચારથી એકસાથે સર્વધર્મોનું પ્રતિપાદન કરતું વચન સકળાદેશ કહેવાય” આ વાકયનો અર્થ આ મુજબ છે – (૧) કાળ (૨) આત્મરૂપ (૩) અર્થ (૪)સંબંધ (૫) ઉપકાર (૬) ગુણિદેશ (૭) સંસર્ગ અને (૮) શબ્દ. આ આઠની અપેક્ષાએ ધર્મો અને ધર્મી વચ્ચેના અપૃથભાવને પ્રધાન કરીને અથવા કાલાદિની અપેક્ષાએ ભિન્ન એવા પણ ધર્મ ીં અને ધર્મમાં અભેદનો ઉપચાર કરીને સમકાળે ધર્મ અને ધર્મનો નિર્દેશ કરતું વચન સકળાદેશ કહેવાય
છે. કેમકે સકળાદેશ પ્રમાણને આધીન છે. આનાથી વિપરીત વિકળાદેશ નયવાક્યરૂપ છે. ધર્માથી તથા પરસ્પર ધર્મના ભેદનો ઉપચાર કરીને અથવા ભેદને પ્રધાન કરીને તે ધર્મોનો ક્રમશ: નિર્દેશ કરતું વચન |વિકળાદેશ કહેવાય.
કમ-યોગપદ્યનું સ્વરૂપ શંકા :- ક્રમ શું છે? અને યૌગપદ્ય શું છે?
સમાધાન :- કાળ આદિથી જયારે અસ્તિત્વ આદિ ધર્મોમાં ભેદ ઇષ્ટ હોય છે, ત્યારે શબ્દ એકીસાથે અનેક અર્થ (ધર્મ) નો બોધ કરાવવા અસમર્થ હેવાથી ક્રમ અનિવાર્ય બને છે. ધર્મો પરસ્પરથી ભિન્નરૂપે ( ઇટ હેવાથી એક ધર્મનાં નિરૂપણથી અન્યધર્મનો બોધ થઈ શકે નહિ. તેથી એક શબ્દદ્વારા એક ધર્મના નિર્દેશ કર્યા પછી, બીજા ધર્મના ઉલ્લેખમાટે બીજા શબ્દની જરૂર પડે. અને ત્રીજા ધર્મમાટે વળી ત્રીજો શબ્દ જોઈએ. $
જ::::
:
::
:
કાવ્ય-૨૩
:::::::::::
276