Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
~~~ યાતાઠમંજરી જ
नन्वन्याभिधानप्रत्यययोग्यं द्रव्यम्, अन्याभिधानप्रत्ययविषयाश्च पर्यायाः । तत्कथमेकमेव वस्तूभयात्मकम् ? इत्याशङ्क्य विशेषणद्वारेण परिहरति आदेशभेदेत्यादि । आदेशभेदेन सकलादेशविकलादेशलक्षणेन आदेशद्वयेन | उदिताः=प्रतिपादिताः सप्तसंख्या भङ्गाः=वचनप्रकारा यस्मिन् वस्तुनि तत्तथा । ननु यदि भगवता=त्रिभुवनबन्धुना निर्विशेषतया सर्वेभ्य एवंविधं वस्तुतत्त्वमुपदर्शितम्, तर्हि किमर्थं तीर्थान्तरीयाः तत्र विप्रतिपद्यन्ते ? इत्याह 'बुधरू – पवेद्यम्' इति । बुध्यन्ते यथावस्थितं वस्तुतत्त्वं सारेतरविषयविभागविचारणया इति बुधाः । प्रकृष्टाः बुधाः बुधरू - पाः, नैसर्गिकाधिगमिकान्यतरसम्यग्दर्शनविशदीकृतज्ञानशालिनः प्राणिनः । तैरव वेदितुं शक्यं वेद्यं = परिच्छेद्यम्, न पुनः स्वस्वशास्त्रतत्त्वाभ्यासपरिपाकशाणानिशातबुद्धिभिरप्यन्यैः, तेषामनादिमिथ्यादर्शनवासनादूषितमतितया | यथावस्थितवस्तुतत्त्वानवबोधेन बुधस्पत्वाभावातू । तथा चागमः- “सदसदविसेसणाउ भवहेउजहिट्ठिओवलंभाउ । णाणफलाभावाउ मिच्छादिठ्ठिस्स अण्णाणं" ॥
પ્રાપ્ત થયેલું) કે અધિગમજ (==ગુરુઉપદેશાદિથી પ્રાપ્ત થયેલ) સમ્યક્ત્વથી વિશુદ્ધ થયેલા જ્ઞાનવાળા વિદ્વાન પુરુષોજ સમજી શકેછે. કેમકે તેઓ સાર (=ઉપાદેય) અને અસાર (=હેય )વસ્તુના વિભાગનો વિચાર કરવામાં સમર્થ છે. પોતપોતાના શાસ્ત્રતત્ત્વના અભ્યાસને લીધે તીક્ષ્ણ બુદ્ધિવાળા પણ બીજાઓ (પરદર્શનકારો) આ તત્ત્વ સમજી શકે તેમ નથી; કેમકે અનાદિમિથ્યાત્વના સંસ્કારથી દૂષિત થયેલી બુદ્ધિવાળા હોવાથી તેઓ યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ કરવામાં સમર્થ નથી. તેથી તેઓ વાસ્તવમાં બુધરૂપ (=વિશુદ્ધવિદ્વાન) નથી. આગમમાં પણ બતાવ્યું છે કે, “મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે, કેમકે (૧) તેમાં સત્ અને અસનો વિશેષ નથી. (=સસત્નો વિવેક નથી.)(૨)તે સંસારનો હેતુ છે, તથા (૩) યદૈચ્છા ઉપલંભરૂપ છે. (મત્તના પ્રલાપની જેમ યથેચ્છબોધ છે)તથા (૪) તેમાં જ્ઞાનનું ફળ (=વિરતિ અને પરંપરાએ મોક્ષ) નથી.” સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું
અતએવ, શાસ્ત્રકાર પરમર્ષિઓ મિથ્યાત્વીએ ભણેલા દ્વાદશાંગને પણ મિથ્યાશ્રુત તરીકે વર્ણવે છે. (મિથ્યાત્વી વધુ ં વધુ બારમા ષ્ટિવાદ નામના અંગનાં નવ પૂર્વ સુધી કરી શકે. બાકીના અગ્યારઅંગ પૂરા ભણી શકે. ) કેમકે મિથ્યાત્વીઓ યુક્તિથી નિરપેક્ષ થઇને સ્વેચ્છામુજબ જ વસ્તુતત્ત્વનો બોધ કરે છે. સમ્યગ્– દૃષ્ટિજીવે ભણેલું મિથ્યાશ્રુત પણ સમ્યક્ત્રતરૂપે પરિણમે છે, કેમકે તેઓ હંમેશા સર્વજ્ઞના ઉપદેશને અનુસરનારા હોય છે, તેથી મિથ્યાશ્રુતનાં વચનોનો પણ યથોચિત વિધિ-નિષેધરૂપ અર્થ ક૨ે છે. અર્થાત્ સંગત વિધિનિષેધને બાધ ન પોંચે, બલ્કે તેઓ પુષ્ટ થાય એ પ્રમાણે જ દરેક વચનોનો અર્થ કરતાં સમ્યક્ત્વી જીવને જ આવડે. જેમકે વેદમાં ગનૈઃ વદવ્યમ્' એવું વાકય છે. મિથ્યાત્વીઓ અજ=પશુ એવો અર્થ કરે છે. એટલે કે “પશુઓ વડે યજ્ઞ કરવો” એવો અર્થ કરે છે જે ‘મા હિંચ્યાત્ સર્વભૂતાનિ ઇત્યાદિ નિષેધને બાધક છે. જ્યારે સમ્યક્ત્વી અહીં અજનો ઉત્પન્ન થઇ ન શકે એવા ત્રણવર્ષ જૂના જવ-ડાંગર, પાંચવર્ષ જૂના તલ–મસૂરવગેરે તથા સાત વર્ષ જૂના કેંગુ, સ૨સવવગેરે ધાન્ય " એવો અર્થ કરે છે. આટલા જૂના ધાન્ય જીવ વિનાના (અચિત્ત) હોય છે. તેથી “આવા વાવવામાં આવે તો ઉગે નહિ, એવા અચિત્તધાન્યથી યજ્ઞ કરવો " એવો અર્થ સમ્યક્ત્વી કરે છે.( પ્રશ્ન:- આમ ‘અચિત્ત ધાન્યથી યજ્ઞ કરવો ' એવો અર્થ કરવાથી સમકીતીને યજ્ઞનું વિધાન માન્ય છે તેવી આપત્તિ આવશે. સૂત્રવગેરેમાં યાગ • વગેરેનો પુજા અર્થ કરેલો છે. જૈનમાન્ય આ પૂજાઅર્થ છોડી જૈનધર્મને અમાન્ય
१. छाया - सदसदविशेषणतः भवहेतुयथास्थितोपलम्भात् । ज्ञानफलाभावान्मिथ्यादृष्टेरज्ञानम् ॥ विशेषावश्यके - ११५ ।
૧. વાસ્તવમાં તે જ જ્ઞાન-જ્ઞાન છે, જે સત્ અસત્નો યથાર્થ વિવેક કરી શકે, જિનપ્રણીત આગમથી પરિકર્મિત હોય, (આગમઅનુસારી હોય) મોક્ષનો હેતુ હોય અને વિરતિનું જનક બ્રેય.
સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું
267