Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
દિકરી કરી છે . . . . ચાલુ મંજરી .5pta:i. .
. अनन्तरम। त्मिकत्वं वस्तुनि साध्य मुकुलितमुक्तम् । तदेव सप्तभङ्गीप्ररूपणद्वारेण प्रपञ्चयन् भगवतो निरतिशयं । વનતિશ છે તુવન્નાહ
अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतच्च विविच्यमानम् ।
आदेशभेदोदितसप्तभङ्गमदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥ २३ ॥ समस्यमानं-संक्षेपेणोच्यमानं वस्तु अपर्ययम्-अविवक्षितपर्यायम् । वसन्ति गुणपर्याया अस्मिन्निति वस्तु धर्माधर्माकाशपुद्गलकालजीवलक्षणं द्रव्यषट्कम् । अयमभिप्रायः। यदैकमेव वस्तु आत्मघटादिकं चेतनाचेतनं सतामपि पर्यायाणामविवक्षया द्रव्यरूपमेव वस्तु (?) वक्तुमिष्यते । तदा संक्षेपेणाभ्यन्तरीकृतसकलपर्यायनिकायत्वलक्षणेनाभिधीयमानत्वात् अपर्ययमित्युपदिश्यते । केवलद्रव्यरूपमेव इत्यर्थः । यथात्मायं घटोऽयमित्यादि, पर्यायाणां
સપ્તભંગી પ્રરૂપણા ( ર્વના કાવ્યમાં વસ્તુના અનન્તધર્મની સિદ્ધિ સામાન્યથી કરી. હવે સપ્તભંગીની પ્રરૂપણાદ્વારા દૂ છે તેનો વિસ્તાર કરે છે. સાથે સાથે ભગવાનના નિરતિશય વચનાતિશયની પણ સ્તવના કરતા કવિશ્રી કહે છે.
કાચાર્ય:- વસ્તુ દ્રવ્યપર્યાયઉભયાત્મક છે, જયારે વસ્તુનો સંક્ષેપથી નિર્દેશ કરવામાં આવે છે, ત્યારે , પર્યાયોને ગૌણ કરી માત્ર દ્રવ્યનો જ નિર્દેશ કરાય છે. અને જયારે તેનો વિસ્તારથી ઉલ્લેખ કરાય છે, ત્યારે દ્રવ્ય ગૌણ થાય છે, અને માત્ર પર્યાયોનો જ ઉલ્લેખ કરાય છે. તથા તે જ વસ્તુની સકળાદેશ ( પ્રમાણ){ અને વિકલાદેશ (નય) ના ભેદથી સાતપ્રકારે પ્રરૂપણા થઈ શકે છે. પરંતુ તેવા સ્વરૂપવાળા વસ્તુને માત્ર પંડિતો જ સમજી શકે છે. અને તેનું પ્રતિપાદન પણ ભગવાન ! માત્ર તું જ કરી શકે છે.
સંક્ષેપથી વસ્તુની માત્ર દ્રવ્યરૂપતા જ્યારે વસ્તુ સંક્ષેપથી બતાવાય છે, ત્યારે તેના પર્યાયોની વિવફા કરાતી નથી. જેમાં ગુણ અને પર્યાયો રહેતા હોય, તે વસ્તુ કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુગળ, કાળ અને જીવ આ છ દ્રવ્યો વસ્તુ છે. વસ્તુમાત્રમાં હંમેશા પર્યાયો રહ્યા છે, છતાં જ્યારે આત્મા કે ઘટાદિરૂપ ચેતન કે અચેતનવસ્તુના માત્ર દ્રવ્યરૂપની જ વિવક્ષા કરવી ઇષ્ટ હોય છે, ત્યારે તે વસ્તુનું સંક્ષેપથી નિરૂપણ થાય છે. અને તે વખતે સઘળાય પર્યાયોનો અન્તર્ભાવ (ગૌણભાવ) કરવામાં આવે છે. તેથી તે વસ્તુ અપર્યય (-પર્યાયરહિત =માત્રદ્રવ્ય તરીકે) ઉપદિષ્ટ ન થાય છે. જેમકે આ “આત્મા છે.” આ ઘડો છે.”
શંકા :- ભિન્ન પર્યાયોનો દ્રવ્યમાં અન્તર્ભાવ શી રીતે થઈ શકે?
સમાધાન :- પર્યાયો દ્રવ્યથી એકાંતે ભિન્ન નથી, પરંતુ કથંચિત અભિન્ન છે. તેથી કથંચિત દ્રવ્યરૂપ આ જ છે. આ જ કારણથી શુદ્ધસંગ્રહ વગેરે દ્રવ્યાસ્તિકનો પર્યાયોને દ્રવ્યથી પૃથર્ માનતા નથી, અને માત્ર દ્રવ્યને જ સ્વીકારે છે. “પર્યવ’ અને ‘પર્યાય' એ “પર્યય' ના પર્યાયવાચી શબ્દો છે.
પૃથગરૂપે વસ્તુ માત્ર પર્યાયરૂપ તથા જયારે પૃથગરૂપે વિવક્ષા કરવી હેય છે, ત્યારે વસ્તુના માત્ર પર્યાયોનો જ નિર્દેશ કરાય છે. દ્રવ્ય છે પોતે ગૌણ બની જાય છે. અને તેની વિવક્ષા કરાતી નથી. તેથી તે વસ્તુ અદ્રવ્ય (માત્ર પર્યાયરૂપે) જ
છે
સપ્તભંગી પ્રરૂપણા