Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
દ શ rural જણા ચાલાકમંજરી છે.' ' .
કહે છે अत्र चात्मशब्देनानन्तेष्वपि धर्मेष्वनुवृत्तिरूपमन्वयिद्रव्यं ध्वनितम् । ततश्च "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति व्यवस्थितम् । एवं तावदर्थेषु । शब्देष्वपि उदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषवदघोषताल्पप्राणमहाप्राणतादयः तत्तदर्थप्रत्यायनशक्त्यादयश्चावसेयाः । अस्य हेतोरसिद्धविरुद्धानैकान्तिकत्वादिकण्टकोद्धारः स्वयमभ्यूह्यः। इत्येवमुल्लेखशेखराणि ते-त । प्रमाणान्यपि न्यायोपपन्नसाधनवाक्यान्यपि । आस्तां तावद् साक्षात्कृतद्रव्यपर्यायनिकायो भवान् । यावदेतान्यपि कुवादिकुरङ्गसन्त्रासनसिंहनादाः । कुवादिनः-कुत्सितवादिनः । एकांशग्राहकनयानुयायिनोऽन्यतीर्थिकास्त एव संसारवनगहनवसनव्यसनितया कुरङ्गाः मृगास्तेषां सम्यक्त्रासने सिंहनादा इव सिंहनादाः । यथा सिंहस्य नादमात्रमप्याकर्ण्य करङ्गास्त्रासमासूत्रयन्ति, तथा भवत्प्रणीतैवंप्रकारप्रमाणवचनान्यपि श्रुत्वा कुवादिनस्त्रस्नुतामश्नुवते-प्रतिवचनप्रदानकातरतां बिभ्रतीति यावत् । एकैकं त्वदुपज्ञं प्रमाणमन्ययोगव्यवच्छेदकमित्यर्थः॥ સ્થિરતા, અમૂર્તવ, અસંખ્યાતા પ્રદેશાત્મકતા, જીવત્વ વગેરે છે. આ ધર્મો ગુણ પણ કહેવાય છે. હર્ષ, વિષાદ, શોક, સુખ, દુઃખ, દેવ, મનુષ્ય, નારક, તિર્યચઆદિ અવસ્થાઓ જીવના ક્રમભાવી ધર્મો છે અને તેઓ પર્યાયરૂપે પણ ઓળખાય છે.
એ જ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પણ અનન્નધર્મો છે. જેમકે (૧)અસંખ્ય પ્રદેશાત્મકતા (૨) જીવી | અને પુગળને ગત્યાદિમાં માછલીને પાણીની જેમ સાયકતા. (ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાયક છે.) (૩) મતિ, મૃત વગેરે જ્ઞાન દ્વારા ધર્માસ્તિકાયાદિનાં અસ્તિત્વ, સ્વરૂપ, સ્વભાવાદિનો નિશ્ચય થાય છે. તેથી તેઓમાં મત્યાદિજ્ઞાનની વિષયતા છે. (૪) તેને અવચ્છેદકોથી અવચ્છિન્નતા, સ્વ-સ્વ વિશેષગુણાદિરૂપ તે-તે વિશેષણોને લીધે તેઓમાં વિશિષ્ટતા છે. (૫) અવસ્થિતતા. ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યો અન્ય દ્રવ્યરૂપે થતા નથી. એટલે સ્વરૂપે અવસ્થિત (સ્થિર) છે. (૬) રૂપાદિ ગુણો ન હોવાથી અરૂપીપણું તથા (૭) એકદ્રવ્યપણું-જીવ અને પુદગળ દ્રવ્યો અનેક છે, જયારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો એક એક જ છે. ૮) નિષ્ક્રિયતા (=ધર્માસ્તિકાયવગેરે ગતિઆદિ ક્રિયા કરતાં ન લેવાથી નિષ્ક્રિય છે.) ઈત્યાદિ અનન્નધર્મો ધર્માસ્તિકાયવગેરેના છે. ઘટમાં આમત્વ, ( કાચાપણું) પાકાપણું, રૂપાદિપણું, વિસ્તૃત ઉદરવાળાપણું, લાંબી ડોકવાળાપણું, જલવગેરેના ધારણમાં અને લાવવામાં સમર્થપણું, મત્યાદિજ્ઞાનદ્વારા જ્ઞાત થવાની યોગ્યતા, નવાપણું. જૂનાપણું ઇત્યાદિ ધર્મો રહેલા છે. આ જ પ્રમાણે સર્વપદાર્થોમાં શબ્દ અને અર્થની અપેક્ષાએ રહેલા પર્યાયોને જૂદા-જૂદા નયોની દૃષ્ટિથી સ્વયં સમજી લેવા.
ભગવદ્રવચનો બીજાઓથી અપડકારણીય અહીં આત્મ શબ્દદ્વારા અનન્તધર્મોમાં અનુવર્તી નિત્ય અન્વયી દ્રવ્યનો સંકેત થાય છે. અર્થાત “આત્મ' શબ્દથી માત્ર આત્મા જેવદ્રવ્ય જ અનન્તધર્મમય છે, અને બીજા દ્રવ્યો અનન્તધર્મમય નથી, એવું તાત્પર્ય જ કોઇએ સમજવું નહિ. પરંતુ દ્રવ્યમાત્ર અનન્તધર્મયુકત છે. એમ જ સમજવું. તેથી જ તત્વાર્થકારે પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત ોય તે જ સત્ છે.” એમ જે કહ્યું છે તે સુશોભન છે. આ પ્રમાણે અર્થના (શબ્દથી અભિધેય પદાર્થોના) અનધર્મો બતાવ્યા. આ જ પ્રમાણે શબ્દમાં પણ અનન્તધર્મો સુ-ઉપપન્ન છે. તે આ પ્રમાણે- ઉદાર, અનુદાન, સ્વરિત, વિવૃત્ત, સંવૃત્ત, ઘોષવાળાપણું , અઘોષતા , અલ્પપ્રાણવાળાપણું , મધ્યપ્રાણપણું, તે-તે અર્થનો બોધ કરાવવાની શક્તિવાળાપણું, ઈત્યાદિ અનેક ધર્મો શબ્દના છે. “તત્વ છે અનનધર્માત્મક છે કેમકે સત્ત્વની અન્યથા અનુપપત્તિ છે. ' આ અનુમાનપ્રયોગમાં દર્શાવેલા હેતુમાંથી અસિદ્ધિ, વિરુદ્ધ, અનેકાંતિકતાવગેરે દોષોનો પરિવાર સ્વત: વિચારી લેવો. જેમકે “પક્ષભૂતધર્મી સત છે
ભગવદ્દલચનો બીજાઓથી અપડકારણીય