Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
- ક્યા
મંજરી
अथवा भूतानां= पिशाचप्रायाणामेषा प्रवृत्तिः । त एवात्र मांसभक्षणादौ प्रवर्तन्ते न पुनर्विवेकिन इति भावः । तदेवं
मांसभक्षणादेर्दुष्टतां स्पष्टीकृत्य यदुपदेष्टव्यं, तदाह - , “નિવૃત્તિસ્તુ મહાના’। તુવારાથં ! “તુઃ ચાટ્ પેરેડવધાર,
इति वचनात् । ततश्चैतेभ्यो मांसभक्षणादिभ्यो निवृत्तिरेव महाफला स्वर्गापवर्गफलप्रदा । न पुनः प्रवृत्तिरपीत्यर्थः अतएव स्थानान्तरे पठितम् "वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत् शतं समाः । मांसानि च न खादेद् यस्तयोस्तुल्यं
२
भवेत् फलम् ॥ १॥ एकरात्रोषितस्यापि या गतिर्ब्रह्मचारिणः । न सा क्रतुसहस्रेण प्राप्तुं शक्या युधिष्ठिर " ! ॥ २ ॥ मद्यपाने तु कृतं सूत्रानुवादैः, तस्य सर्वविगर्हितत्वात् । तानेवं प्रकारानर्थान्कथमिव बुधाभासास्तीर्थिका वेदितुमर्हन्तीति कृतं प्रसङ्गेन ॥
-
નિષેધક તરીકે ભાસિત થયું. ભગવાને આ જ વાકયનો અર્થ આ પ્રમાણે કરી બતાવ્યો. “આત્મા તે—તે જ્ઞાનરૂપે (કેમકે જ્ઞાન આત્માથી કથંચિદ્દ અભિન્ન છે.) પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, અર્થાત પાંચભૂતને વિષય બનાવી પ્રગટે છે. અને તેમાં જ વિનાશ પામે છે. અર્થાત્ તેમાંથી જ પ્રગટતા નવા જ્ઞાન વખતે પૂર્વજ્ઞાન નાશ પામે છે, કેમકે એક સાથે બે ઉપયોગ રહેતા નથી ” આમ જ્ઞાનવાન આત્માની જ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે અર્થ કરીને ભગવાને જીવાદિતત્ત્વોની સિદ્ધિ કરી.
“ન માંસભક્ષણે દોષ:" શ્લોકની વિચારણા
તથા સ્માર્ત (સ્મૃતિને અનુસરવાવાળા) લોકો કહેછે. “માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનમાં દોષ નથી, કેમકે તે બધી જીવોની પ્રવૃત્તિ છે. આ ત્રણમાંથી નિવૃત્તિ મોટા ફળને આપનારી છે. ” પરંતુ આવો અર્થ કરવો અત્યંત અસંબદ્ધ પ્રલાપરૂપ છે, કેમકે જેનું આચરણ કરવામાં દોષ ન હોય, તેમાંથી નિવૃત્તિ મહાફળવાળી શી રીતે હોઇ શકે ? જો નિર્દોષ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મહાફળવાળી હોય, તો તો પછી પૂજા, ભણતર, અને દાન વગેરે પણ નિર્દોષપ્રવૃત્તિ છે, એટલે આ અનુષ્ઠાનોમાંથી નિવૃત્તિ પણ મહાફળવાળી પીને એમાંથી પણ નિવૃત્તિનો પ્રસંગ આવશે. તેથી આ શ્લોકનું તાત્પર્ય આના બદલે બીજું હોવું જોઇએ. યુક્તિસંપન્ન તાત્પર્ય મેળવવા આવો અર્થ કરવો જોઇએ– અહીં સંસ્કૃતસંધિનિયમમુજબ દોષશબ્દની આગળ રહેલા ‘અ’ નો લોપ થયો છે. તેથી ‘માંસભક્ષણ કરવામા અદ્વેષ (=ર્દોષોનો અભાવ) છે તેમ નથી. અર્થાત્ દોષ જ છે.” શા માટે દોષનો અભાવ નથી ?' એવી શંકાના નિરાકરણ માટે કહે છે. “પ્રવૃત્તિરેષા” ઇત્યાદિ. અહીં ‘પ્રવૃત્તિ’ શબ્દનો અર્થ વ્યુત્પત્તિના આધારે · ઉત્પત્તિસ્થાન’ એવો કરવાનો છે. એટલે કે માંસ-મદિરાં–મૈથુન આ ત્રણે, જીવોના ઉત્પત્તિસ્થાનો છે, (તેથી એ ત્રણેમાંથી નિવૃત્ત થવું મહાફળવાળું છે. )
માંસવગેરે જીવોત્પત્તિના સ્થાનો
'
માંસ, મદિરા, અને મૈથુન જીવોત્પત્તિના મૂળ કારણ છે ” એ વાતનું સમર્થન આગમમાં કરેલું જ છે. તે આ પ્રમાણે→ કાચા, રાંધેલા અને અગ્નિમાં રંધાતા માંસની પ્રત્યેકઅવસ્થામાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ થયા કરે છે. (૧) મદિરા, મધ, માંસ અને માખણમાં પોતપોતાના રંગના અનંત જીવો ઉત્પન્ન થાય છે, (૨) કેવલીએ મૈથુનના સેવન વખતે નવલાખ સૂક્ષ્મજીવોનો ધાત બતાવ્યો છે. આમાં હંમેશા શ્રદ્ધા રાખવી જોઇએ. (૩) તથા સ્ત્રીની યોનિમાં એક-બે યાવત્ ઉત્કૃષ્ટથી નવલાખ બેઇન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે. (૪) જેમ તપાવેલી લોખંડની સળીને વાંસની નળીમાં નાખવામાં આવે, તો તેમાં રહેલાં બધા તલ ભસ્મ થઇ જાય છે. તેમ જયારે પુરુષ સ્ત્રીસાથે સંભોગ કરે છે, ત્યારે ઉપરોક્ત સર્વ બેઇન્દ્રિયજીવો નાશ પામે છે. (૫) સંસક્ત યોનિમાં ઉત્પન્ન થતાં બેઇન્દ્રિયજીવો દર્શાવ્યા. હવે પુરુષના વીર્ય અને સ્ત્રીના લોૌથી ઉત્પન્ન ૬. અમરજોશે રૂ-૨-૨૩૧ | ૨. મનુસ્મૃતી 、-૩ |
કાચ-૨૩
270