________________
*
યાતામંજરી
किञ्च, प्रत्यक्षस्याप्यर्थाव्यभिचारादेव प्रामाण्यम्, कथमितरथा स्नानपानावगाहनाद्यर्थक्रियाऽसमर्थे मस्मरीचिकानिचयचुम्बिनि जलज्ञाने न प्रामाण्यम् ? तच्च अर्थप्रतिबद्धलिङ्गशब्दद्वारा समुन्मज्जतोरनुमानागमयोरप्यर्थाव्यभिचारादेव किं नेष्यते ? व्यभिचारिणोरप्यनयोर्दर्शनाद् अप्रामाण्यमिति चेत् ? प्रत्यक्षस्यापि तिमिरादिदोषाद् निशीथिनीनाथयुगलावलम्बिनोऽप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः । प्रत्यक्षाभासं तदिति चेत् ? इतरत्रापि तुल्यमेतत् अन्यत्र पक्षपातात् । एवं च प्रत्यक्षमात्रेण वस्तुव्यवस्थानुपपत्तेः तन्मूला जीवपुण्यापुण्यपरलोकनिषेधादिवादा अप्रमाणमेव ॥
છે. આ પ્રક્રિયા નાસ્તિકો પણ આદરે જ છે, માત્ર નામથી સ્વીકારતા નથી.) (૩) તથા “પરલોક નથી” “પુણ્ય નથી” ઇત્યાદિનિષેધ પણ પ્રત્યક્ષમાત્રથી કરી શકાય નહિ, કેમકે પરલોકવગેરે અસંનિહિતપદાર્થો છે. અને પ્રત્યક્ષમાત્ર સંનિહિતવસ્તુવિષયક જ છે. જે વસ્તુ પ્રત્યક્ષનો વિષય ન બની શકે, તે વસ્તુનો અભાવ પણ પ્રત્યક્ષનો વિષય ન બની શકે. તેથી અતીન્દ્રિયપરલોકનો નિષેધ પ્રત્યક્ષદ્વારા થઇ શકે નહિ. તેથી નાસ્તિકોને પરલોકાદિનો નિષેધ કર્યા વિના સુખ થવાનું નથી, અને તેઓ પ્રત્યક્ષ સિવાયના પ્રમાણને સ્વીકારવાના નથી. આમ આ બે મેળ વિનાની વાત હોવાથી તેઓની ચેષ્ટા બાલિશ જ છે.
પ્રમાણનું લક્ષણ અવ્યભિચાર
વળી, નાસ્તિકો અર્થને અવ્યભિચારી હોવાથી જ પ્રત્યક્ષને પ્રમાણ તરીકે સ્વીકારે છે. અર્થને વ્યભિચારી પ્રત્યક્ષ પણ પ્રમાણરૂપ નથી. જો આમ ન હોય તો, સ્નાન, પાન,તરણવગેરેક્રિયા કરવામાં અસમર્થ મરુમરિચિકા (=મૃગજળ)માં જે જળજ્ઞાન થાય છે, તે પ્રત્યક્ષ હોવા છતાં પ્રમાણભૂત શા માટે ગણાતું નથી ? તેથી અર્થ સાથે અવ્યભિચાર જ પ્રામાણ્યમાં નિમિત્ત છે. અને જો એ નિમિત્તને પામી પ્રત્યક્ષમાં પ્રમાણતા નિશ્ચિત થતી હોય તો, અનુમાન અને આગમમાં પણ શા માટે ન થાય ? કેમકે અર્થને પ્રતિબદ્ધ (=સંકળાએલ) લિંગથી ઉત્પન્ન થતું અનુમાન અને અર્થને પ્રતિબદ્ધશબ્દોથી પ્રાદુર્ભૂત થતું આગમજ્ઞાન એ બંને પણ અર્થને અવ્યભિચારી હેવા સંભવે છે.
શંકા :- આ બંને અર્થને જેમ અર્થાંભચારી હોય છે, તેમ કયારેક વ્યભિચારી @વા પણ દેખાય છે, માટે અર્થને એકાંતે અવ્યભિચારી ન હોવાથી આ બંનેનો પ્રમાણ તરીકે નિર્ણય કરી શકાય નહિ.
સમધાન :- જો આટલા માત્રથી આ બંનેમાં પ્રમાણતા ન હોય તો, આર્જ કારણસર પ્રત્યક્ષમાં પણ પ્રમાણતા ઘટી શકશે નહિ. કેમકે તિમિરવગે૨ેદોષોના કારણે ઘણી વાર બે ચંદ્રનું પણ પ્રત્યક્ષ થાય છે. જે અપ્રમાણભૂત છે. આમ અર્થને એકાંતે અવ્યભિચારી ન હોવાથી પ્રત્યક્ષને પણ સર્વત્ર અપ્રમાણ માનવાની આપત્તિ આવશે.
શંકા:- બે ચંદ્રનું થતું પ્રત્યક્ષ, વસ્તુત: પ્રત્યક્ષ નથી પણ પ્રત્યક્ષાભાસ છે. બાકી વસ્તુત: પ્રત્યક્ષ તો એકાંતે અર્થને અવ્યભિચારી જ હોય છે.
સમાધાન :- અનુમાન અને આગમનાં વિષયમાં પણ આજ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ જે અનુમાન અને જે આગમ અર્થને વ્યભિચારી છે, તે બંને વાસ્તવમાં અનુમાન કે આગમરૂપ નથી, પરંતુ અનુમાનાભાસ અને આગમાભાસ જ છે. પારમાર્થિક અનુમાન અને આગમ તો એકાંતે અર્થઅવ્યભિચારી જ છે. પણ આ વાત, પ્રત્યક્ષ પર જો તમને પક્ષપાત હોય, તો જચશે નહિ. આમ અનુમાન અને આગમ પણ પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. ( ‘આ વસ્તુ છે કે અવસ્તુ' ઇત્યાદિ વ્યવસ્થા માત્ર પ્રત્યક્ષદ્વારા જ કરવી અયોગ્ય છે કેમકે પ્રમાણભૂત એવા અનુમાન અને આગમથી પણ વસ્તુની વ્યવસ્થા થઇ શકે છે. અર્થાત્ વસ્તુની વ્યવસ્થામાં આ ત્રણે પ્રમાણ ભાગ ભજવે છે.
કાચ-૨૦