Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલુ મંજરી नन्तधर्मविशिष्टतया ज्ञायन्तेऽवबुद्ध्यन्ते जीवाजीवादयः पदार्था यया सा आज्ञा = आगमः शासनं, तवाज्ञा = त्वदाज्ञा । तां त्वदाज्ञां=भवत्प्रणीतस्याद्वादमुद्राम् यः कश्चिदविवेकी अवमन्यते = अवजानाति । जात्यपेक्षमेकवचनमवज्ञया वा । स पुरुषपशुर्वातकी पिशाचकी वा । वातो रोगविशेषोऽस्यास्तीति वातकी । वातकीव वातकी वातूल इत्यर्थः । एवं पिशाचकीव पिशाचकी । भूताविष्ट इत्यर्थः ॥
अत्र वाशब्दः समुच्चयार्थः उपमानार्थो वा । स पुरुषापसदो वातकिपिशाचकिभ्यामधिरोहति तुलामित्यर्थः । “वातातीसारपिशाचात्कश्चान्तः" इत्यनेन मत्वर्थीयः 'इन्' प्रत्ययः कश्चान्तः । एवं पिशाचकीत्यपि । यथा किलं वातेन पिशाचेन वाक्रान्तवपुर्वस्तुतत्त्वं साक्षात्कुर्वन्नपि तदावेशवशादन्यथा प्रतिपद्यते, एवमयमप्येकान्तवादापस्मारपरवश इति । अत्र च जिनेति साभिप्रायम् । रागादिजेतृत्वाद् हि जिनः । ततश्च यः किल विगलितदोषकालुष्यतयावधेयवचनस्यापि तत्रभवतः शासनमवमन्यते, तस्य कथं नोन्मत्ततेति भावः । नाथ ! हे स्वामिन् । अलब्धस्य सम्यग्दर्शनादेर्लम्भकतया लब्धस्य च तस्यैव निरतिचारपरिपालनोपदेशदायितया च योगक्षेमकरत्वोपपत्तेर्नाथः । तस्यामन्त्रणम् ॥
ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ કરવાને બદલે જેઓ હીલના કરે છે, તેઓને શા માટે ઉન્મત્ત ગણી શકાય નહિ ? ભગવાન્ અપ્રાપ્ત સમ્યગ્દર્શનાદિનાં પ્રાપક છે, અને પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના નિરતિચારપાલનમાટેના. ઉપદેશક હોવાથી રક્ષક છે. આમ યોગક્ષેમ કરતા હોવાથી ભગવાનને ‘નાથ’પદથી સંબોધન યથાર્થ છે.
વસ્તુની ત્રિલક્ષણતા
પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક છે તોહિ “દરેક વસ્તુ દ્રવ્યરૂપે નથી ઉત્પન્ન થતું, કે નથી વિનાશ પામતું; કારણ કે ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાયો ઉત્પન્ન થતા હોવા છતાં અને નાશ થતાં હોવા છતાં તે દરેક ક્ષણોમાં એક જ દ્રવ્ય ફ્રૂટ ઉપલબ્ધ થાય છે. ( જો વસ્તુ દ્રવ્યરૂપે પણ ઉત્પત્તિ અને વિનાશશીલોય, તો તે વસ્તુને ઉત્પત્તિનાં પ્રાકાળે અસત્ કલ્પવી પડશે, આમ અસમાંથી સતની ઉત્પત્તિની કલ્પના કરવી પડશે. એ પ્રમાણે સત્નો વિનાશ સ્વીકારવો પડશે. તેથી ખપુષ્પની ઉત્પત્તિ અને આકાશાદિનો નાશ માનવાની આપત્તિ આવે તથા ઉત્પત્તિ અને વિનાશકાળે અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ કે નાશ શી રીતે સંભવે ? તેથી વસ્તુ પોતાના ઉપાદેય પરિણામરૂપે ઉત્પન્ન થાય છે, અને હેયપરિણામરૂપે નાશ પામે છે, એ સુસંભવિત છે. તથા વસ્તુ જો દ્રવ્યરૂપે જ ઉત્પત્તિશીલ અને વિનાશશીલ હોય, તો પૂર્વના પરિણામો વખતે દૃષ્ટ દ્રવ્યનું જ ઉત્તર પરિણામો વખતે પણ જે ફ્રૂટ દર્શન થાય છે તે સંભવી શકે નહિ)
શંકા :- નખ વગેરે કાપ્યા પછી ફરીથી વધે છે. આ ફરીથી વધેલા નખ પહેલાના નખ જેવા જ દેખાતા હોવા છતાં વાસ્તવમાં પૂર્વના નખથી ભિન્ન હોય છે. આમ અન્વયનું દર્શન થવા છતાં અહીં વાસ્તવમાં અન્વય નથી. તેથી જ્યાં અન્વયનું દર્શન થાય ત્યાં એક જ અન્વયી દ્રવ્ય હોય એવા સિદ્ધાંતમાં વ્યભિચાર છે. તેથી ‘ભિન્ન ભિન્ન પર્યાયો વખતે પણ દ્રવ્યરૂપે તો વસ્તુ એક જ છે' એ ક્લ્પના અસ્થાને છે.
સમાધાન :- નખના દાંતમાં જે અન્વયદર્શન થાય છે, તે પરિફ્રૂટ નથી, કેમકે પ્રમાણથી બાધિત છે. એકપણ પ્રમાણથી બાધિત ન હોય, તે અન્વયદર્શન જ પરિસ્ક્રૂટ છે. અને તે જ દર્શન, ‘ભિન્ન-ભિન્ન પર્યાયો સાથે સંકળાયેલું સ્થિર એક દ્રવ્ય છે.” એવા નિર્ણયમાં નિયામક છે. આ પરિસ્કૂટદર્શન પ્રમાણબાધિત નથી, કેમકે તે દર્શન સત્ય પ્રત્યભિજ્ઞાનદ્વારા સિદ્ધ છે. એટલે કે એ ભિન્ન ભિન્ન પર્યાયો વખતે “આ તે જ છે." ઇત્યાદિરૂપ જે પ્રત્યભિજ્ઞાન થાય છે, તે અસત્ય છે.' એમ પ્રમાણથી કે વ્યવહારથી સિદ્ધ થતું નથી. કહ્યું જ છે કે “બધી પદાર્થ વ્યક્તિઓ ક્ષણે ક્ષણે બદલાય છે છતાં તેઓ સર્વથા વિશેષ (=ભિન્ન) નથી. કારણ કે ચય અને અપચય હોવા છતાં (મીમાંસકમતે) આકૃતિ અને જાતિની વ્યવસ્થા છે. '
99
૨. હૈમસૂત્ર ૭-૨-૬૨ / ૨/ અપમયંત પૂર્વવૃત્ત વિસ્મયંતૅડનેના રોવિશેષઃ ।
કાવ્ય-૨૧
258