Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જ
હs ::::::::: --- સ્થાકુટમેજી -- રત
રાહદાદા દાદી દાદા __ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा ? यदि भिद्यन्ते, कथमेकं वस्तु त्रयात्मकम् ? न भिद्यन्ते चेत् ? तथापि कथमेकं त्रयात्मकम् ? तथा च- "यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् । अथोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" इति चेत् ? तदयुक्तं, कथंचिद् भिन्नलक्षणत्वेन तेषां कथञ्चिद्भेदाभ्युपगमात् । तथाहि-उत्पादविनाशंध्रौव्याणि स्याद् भिन्नानि, भिन्नलक्षणत्वात्, स्पादिवदिति । न च भिन्नलक्षणत्वमसिद्धम् । असत आत्मलाभः, सतः सत्तावियोगः द्रव्यरूपतयानुवर्तनं च खलूत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव ॥ .
न चामो भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत् । तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत् । एवं स्थितिः केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव । इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथाचोक्तम्“घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थं जनो याति सहेतुकम् ॥ १ ॥ पयोव्रतो न दध्यत्ति | न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् ॥ २ ॥” इति काव्यार्थः ॥ २१ ॥ ઉત્પાદનું લક્ષણ છે. વિદ્યમાન સ્વરૂપની સત્તાનો વિયોગ (અર્થાત વિદ્યમાનસ્વરૂપનું વિઘટન)વિનાશનું લક્ષણ છે. અને દ્રવ્યરૂપે અનુવર્તન (-વિદ્યમાન રહેવું) સ્થિરતાનું લક્ષણ છે. ઉત્પાદાદિનાં આ લક્ષણોની પરસ્પર અસંકીર્ણતા લોકપ્રસિદ્ધ છે. (-એકના લક્ષણમાં અન્યના લક્ષણનો કે લક્ષણનાં મુખ્ય ઘટકનો પ્રવેશ થતો નથી, તેથી ઉત્પાદવગેરે ભિન્ન છે. તેથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે.
બિન ઉત્પાદાદિ પરસ્પરસાપેક્ષ શંકા :- આ ત્રણેના લક્ષણો પરસ્પરથી ભિન્ન લેવાથી તેઓ પણ પરસ્પર ભિન્ન થશે. અને વસ્તુ ભિન્નધર્મોથી યુક્ત સંભવતી ન લેવાથી ત્રયાત્મક સિદ્ધ થશે નહિ.
સમધાન :- આ ત્રણે ભિન્નલક્ષણવાળા લેવા છતાં, સર્વથા એકબીજાથી નિરપેક્ષ નથી. કેમકે, તેમ શ્રેય તો આ ત્રણેને અને વસ્તુને ખપુષ્પની જેમ અસત થવાની આપત્તિ છે. તે આ પ્રમાણે વસ્તુનો માત્ર ઉત્પાદ નથી, કેમકે સ્થિરતા અને વિનાશથી રહિત છે, જેમકે કાચબાના રોમ. કાચબાના રોમની જેમ, જેમાં સ્થિતિ અને વિગમ નથી તેની ઉત્પત્તિ પણ નથી. એ જ પ્રમાણે વસ્તુનો માત્ર વિનાશ પણ નથી. કેમકે ઉત્પત્તિ અને સ્થિતિથી રહિત છે, જેમકે કાચબાના રોમ. એવું, વસ્તુની માત્ર સ્થિતિ પણ નથી, કેમકે ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે, જેમકે કાચબાના રોમ. આમ ઉત્પાદાદિને પોતપોતાની સત્તા માટે પરસ્પરની અપેક્ષા રહેલી છે. તેથી વસ્તુમાં ઉત્પાદઆદિ ત્રણે વિદ્યમાન છે. તેમ સ્વીકારવું જ રહ્યું. કહ્યું પણ છે કે- “ઘડો, મુગટ, અને સુવર્ણની ઈચ્છાવાળા લોકો ઘડાના નાશથી મુગટની ઉત્પત્તિથી અને સોનાની સ્થિતિ (સ્થિરતા) થી ક્રમશ: શોક, હર્ષ અને માધ્યશ્મ. (-શોક હર્ષ વિનાની અવસ્થા)ને પામે છે તે સહેતુક છે.” (સોનાનાં ધાને ભાંગીને તેનો મગટ બનાવવામાં આવે તો ઘડાની અપેક્ષાવાળાને શોક થાય, મુગટની ઇચ્છાવાળાને હર્ષ થાય અને માત્ર સોનાની જ
અપેક્ષાવાળાને તો સોનામાં વધઘટ થઇ ન હોવાથી–ઉદાસીનતા હોય એ યુક્તિયુક્ત જ છે.) તથા “દૂધ જ પીવાની શું પ્રતિજ્ઞાવાળો દહિ ખાતો નથી, અને માત્ર દહિ જ ખાવાના વ્રતવાળો, દૂધ પીતો નથી. પરંતુ જેણે ગોરસ
ના ત્યાગની પ્રતિજ્ઞા કરી છે, તે તો દૂધ પણ પીતો નથી અને દહિ પણ ખાતો નથી. કેમકે દૂધ અને દહિગોરસના ડિર જ બે પર્યાય છે. તેથી ગોરસપણું દૂધ અને દહિ બન્નેમાં છે. ગોરસ જ દૂધરૂપે નષ્ટ થાય છે અને દહિરૂપે ઉત્પન્ન થાય છે, અને ગોરસરૂપે કાયમ રહે છે. તેથી ઉપરોક્ત ત્રણે વાત ઘટી શકે છે. તેથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે.) | ૨૧ /
| ૨. ગમીમાંસાયાં પ૧, ૬0 / ૪::::::: ::::
કાવ્ય-૨૧
7::::::::
:::::::::::::
260 ૬૦