Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::
:::
સ્થાકુઠજરી वस्तुतत्त्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथाहि - सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटमन्वयदर्शनात् । । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च । प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । “सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्" ॥ इति वचनात् ॥ ___ ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । . पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते च, अस्खलितपर्यायानभवसद्भावात्। न चैवं शक्ले शङ्ख पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलदस्पत्वात् । न खलु सोऽस्खलद्स्पो येन पूर्वाकारविनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षाम(दासीन्यादिपर्यायपरम्परानुभवः स्खलद्स्पः कस्यचिद् बाधकस्याभावात् ॥
પર્યાયરૂપે વસ્તુની ઉત્પત્તિ-વિનાશશીલતા તેથી બધી વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર છે. તથા પર્યાયોનો અખ્ખલિત અનુભવ થતો હેવાથી દરેક વસ્તુ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. અર્થાત જે વસ્તુમાં જે પર્યાયોનો પ્રમાણથી અસ્મલિત (=અબાધિત) અનુભવ થાય, તે વસ્તુ તેને પર્યાયરૂપે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે. અલબત્ત, સફેદ શંખાદિમાં ચક્ષુદોષાદિના કારણે પીળાપર્યાયનો અનુભવ થાય છે, પરંતુ તે પ્રમાણબાધિત હોવાથી અમ્મલિત. નથી. માટેભાત્તિથી પીળાપર્યાયરૂપે શંખની અનુભૂતિ થાય, તો પણ વ્યભિચારદોષ આવતો નથી. તે જ અનુભવ અમ્બલદરૂપ કહી શકાય કે જે પૂર્વસ્વરૂપનાં નાશસહિત ઉત્તરાકારના ઉત્પાદનો સ્વીકારને અવિનાભાવી ય. એટલે કે વસ્તુના પૂર્વપર્યાયના નાશપૂર્વકનાં જ, ઉત્તરપર્યાયનો અનુભવ અમ્બલદરૂપ કહેવાય. સફેદ શંખમાં થતો પીળા પર્યાયનો અનુભવ આવો નથી. કેમકે પીળો પર્યાય સફેદાત્મકપૂર્વપર્યાયના નાશને સંલગ્ન નથી, કારણ કે ત્યારે સફેદ પર્યાય નાશ નથી પામ્યો, પરંતુ ઉપસ્થિત જ છે. જીવાદિપદાર્થમાં હર્ષ, ક્રોધ, ઉદાસીનતાઆદિ પર્યાયોની પરંપરાનો જે અનુભવ થાય છે, તે અનુભવને બાધક કોઇ પ્રમાણ નથી. તેથી તે અનુભવમ્બલદરૂપ નથી, પણ અમ્બલદરૂપ જ છે. તેથી “જીવાદિપદાર્થો હર્ષવગેરે પર્યાયોરૂપે ઉત્પન્ન થાય અને વિનાશ પામે એમ લેવામાં કોઈ બાધ નથી.
ભેદભેદથી દૈલાશ્ય વિચાર શંકા - ઉત્પાદ-વિનાશ અને સ્થિરતા પરસ્પર ભિન્ન છે કે અભિન? જો ભિન્ન હેય, તો વસ્તુમાં છે સમાનકાળે એ ભિન્ન ધર્મો થઈ શકે નહિ. તેથી વસ્તુનું સ્વરૂપ કાં તો ઉત્પાદરૂપ, કાં તો વ્યયરૂપ, કાં તો ધોવ્યાત્મક લેઈ શકે, કિન્ત ત્રયાત્મક ન હોઈ શકે. તથા જો આ ત્રણે પરસ્પરઅભિન્ન હોય, તો પણ વસ્તુને ! ત્રયાત્મક કહી શકાય નહિ. કેમકે પરસ્પર ભેદરેખાન લેવાથી એ ત્રણે એકરૂપ જ છે. કહ્યું જ છે કે “જોઉત્પાદાદિ પરસ્પર ભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક શી રીતે (ઘટે)? અને જો પરસ્પર અભિન્ન હોય, તો પણ વસ્તુ ત્રયાત્મક શી રીતે ઘટે ? | સમાધાન :- આ ત્રણેના લક્ષણો કથંચિત ભિન્ન છે, તેથી તેઓ પણ કથંચિત ભિન્ન છે. અર્થાત તેઓ
સર્વથા ભિન્ન ન હોવા છતાં, કથંચિત ભિન્ન તો છે જ. આ ભિન્નતાને લક્ષમાં લઈને જ વસ્તુને ત્રયાત્મક 3 ગણવામાં આવે છે. તેઓની પરસ્પરભિન્નતા સાધક અનુમાનપ્રયોગ આ છે– “ઉત્પાદ, વિનાશ અને ધૌવ્ય : હું કથંચિત ભિન્ન છે, કેમકે ભિન્નલક્ષણવાળા છે, જેમકે પાદિ " જેમ રૂપરસાદિ પરસ્પર ભિન્નલક્ષણવાળા
ઇભિન્ન છે. તેમ ઉત્પાદાદિ પણભિન્નલક્ષણવાળા ઇભિન્ન છે. ઉત્પાદાદિભિન્નલક્ષણવાળાતરીકે અસિદ્ધ છે શી નથી. ઉત્પાદનું લક્ષણ છે અસતનો આત્મલાભ (-પ્રાદુર્ભાવ) અર્થાત્ પૂર્વે અવિદ્યમાન સ્વરૂપનો આવિર્ભાવ ૨. તત્ત્વાર્થપાળે – ૬ – ૨૨ |
ભેદભેદથી ગૅલફાસ્યવિચાર.