Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 284
________________ - વજ* - : છે પર ચાલવા 199999 एवं नास्तिकाभिमतो भूतचिद्वादोऽपि निराकार्यः । तथा च द्रव्यालङ्कारकारौ उपयोगवर्णने – “न चायं भूतधर्मः व सत्त्वकठिनत्वादिवद् मद्याङ्गेषु भ्रम्यादिमदशक्तिवद् वा प्रत्येकमनुपलम्भात् । अनभिव्यक्तावात्मसिद्धिः । कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत् ? कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः। अन्यस्त्वात्मैव स्यात् । अहेतुत्वे न देशादिनियमः। मृतादपि च स्यात् । शोणिताधुपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः भूयोभूयः | प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमर्थक्रियाकारित्वं विस्ध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्तृत्वम्, | अन्यस्यापि प्रसङ्गात् ? तन्न भूतकार्यमुपयोगः ॥ ઇન્દ્રિયદ્વારા અભ્રાન્તરૂપે ઉપલબ્ધ થતી વસ્તુઓની વ્યવસ્થા પ્રત્યક્ષથી થાય, જયાં લિંગલિંગીનો સંબંધ મળતો હોય ત્યાં, લિંગદ્વારા લિંગીની વસ્તુરૂપે વ્યવસ્થા અનુમાનથી થાય, અને પ્રત્યક્ષ કે અનુમાન કાર્ય કરી ન શકે એવા અતીન્દ્રિય પદાર્થોની વ્યવસ્થા આગમથી થાય છે. જેઓની ઉપલબ્ધિ આ ત્રણેમાંથી એકે દ્વારા ન થાય તેની જ વસ્તુ નિષેધ કરવા બરાબર છે.) આમ માત્ર પ્રત્યક્ષથી જ વસ્તુની વ્યવસ્થા થવી અનુપપન્ન છે. તેથી પ્રત્યક્ષનો વિષય ન બનતા લેવા માત્રથી જીવ, પુણ્ય, પાપ, પરલોકવગેરેનો વિસ્તરૂપે નિષેધ કરનારા નાસ્તિકના વાદો અપ્રમાણભૂત છે. કેમકે તે 4 અતીન્દ્રિય તત્ત્વોની વ્યવસ્થા કરવા આગમપ્રમાણ સમર્થ છે. અને આગમદ્વારા તેઓની વસ્તુતરીકે વ્યવસ્થા કરાયેલી પણ છે. વળી એક પ્રમાણ દ્વારા નિર્ણત થયેલી વસ્તુનો અન્ય પ્રમાણનો વિષય ન બનવા માત્રથી નિષેધ કરી શકાતો નથી, અન્યથા વસ્તુ-અવસ્તુની કોઈ વ્યવસ્થા જ રહે નહિ. ભૂતચિદ્વાદનો નિરાસ આ જ પ્રમાણે નાસ્તિકોને અભિમત એવા ભૂતચિવાદ (પાંચ ભૂતોમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. ' એવો વાદ) નું પણ ખંડન કરવું જોઇએ. દ્રવ્યાલંકાર' ગ્રંથના રચયિતાઓએ ઉપયોગનાં વર્ણન વખતે આ પ્રમાણે કહ્યું છે – જેમ સત્ત્વ, કઠીણતા વગેરે ભૂતધર્મો પાંચે ભૂતમાં પ્રત્યેકમાં પૃથક ઉપલબ્ધ થાય છે, તેથી તેના સમુદાયમાં ઉપલબ્ધ થાય છે, અથવા જેમ મદિરાના અંગભૂત ગોળવગેરેમાં પ્રત્યેકમાં ભ્રમિવગેરેમદશક્તિઓ ! | ઉપલબ્ધ થાય છે, એ પ્રમાણે ઉપયોગ પ્રત્યેકભૂતમાં પૃથક ઉપલબ્ધ થતો નથી. તેથી એ ભૂતધર્મ નથી. શંકા:- પ્રત્યેક ભૂતમાં પણ ઉપયોગ રહેલો તો છે જ, પરંતુ તે અનભિવ્યક્ત લેવાથી ઉપલબ્ધ થતો નથી. સમાધાન:- શતાયુ ભવ! આનો અર્થ એ થયો કે, ઉપયોગ શાશ્વત છે. પાંચ ભૂતોનાં સમુદાયથી ઉત્પન્ન થતો નથી. તમે અનભિવ્યક્તઉપયોગવાળા આ પદાર્થને ભૂત કહો છો, અમે શાશ્વતઉપયોગવાળો હેવાથી એને “આત્મા કહીએ છીએ, તેથી સંશાભેદદ્વારા આત્માની જ સિદ્ધિ થાય છે. શંકા :- કાયાકારરૂપે પરિણત થયેલા પાંચ ભૂતોમાંથી એ ઉપયોગ ઉદ્ભવે છે, પરંતુ પ્રત્યેક ભૂતમાં પૃથક છે સમાધાન:- આ કાયાકારપરિણામ શું છે? (૧)પાંચ ભૂતસમુદાયમાત્ર છે? કે (૨) એ ઉપરાંત વિશેષ પણ છે? જો (૧) પાંચ ભૂતસમુદાયમાત્રરૂપ શ્રેય, તો મરણોત્તરકાળે પણ એ તો રહ્યા છે. તેથી એ પરિણામ કાદાચિત્ક (= કયારેક જ થનાર) નહીં રહે, પણ આ પાંચભૂતનો સમુદાય જયાં સુધી રહેશે, ત્યાં સુધી રહેશે. તેથી મરણોત્તરકાળે પણ એ પરિણામ રહેતો હેવાથી ત્યારે પણ ઉપયોગ માનવો પડશે. જે દષ્ટ કે ઈષ્ટ નથી. દર હવે (૨)જો “શરીર પાંચ ભૂત ઉપરાંત અન્ય કોઈકથી પણ યુક્ત છે એમ માનશો, તો પાંચભૂતથી અન્ય તરીકે રહી શ્રી આત્મા જ સિદ્ધ થશે. “આ ઉપયોગની ઉત્પત્તિ પાંચભૂતમાંથી નિર્દેતુક જ ઉત્પન્ન થાય છે તેમ માનવામાં તો “ઉપયોગ અમુક જ શરીરાદિદેશમાં અમુક કાળે જ રોય' એવો નિયત દેશકાળાદિનો જે નિયમ છે, રહેશે ? ભૂતચિક્રવાદનો નિરાસ આ 253)

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376