________________
કોણ છે . ! ' ? ક્યાલૂઠNી કasis line Eો तथा प्रकारान्तरेणाप्ययमङ्गोकारयितव्यः । तथाहि -चार्वाकः काश्चित् ज्ञानव्यक्तोः संवादित्वेनाव्यभिचारिणीरुपलभ्य, अन्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः । पुनः कालान्तरे तादृशोतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणतेतरते अ व्यवस्थापयेत्, न च संनिहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते । न चायं स्वप्रतीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां परं प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद् यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकम् परप्रतिपादकं च प्रमाणान्तरमनमानस्पमपासीत । परलोकादिनिषेधश्च न प्रत्यक्षमात्रेण शक्यः कर्तुम्, संनिहितमात्रविषयत्वात् तस्य । परलोकादिकं चापनि नायं सुखमास्ते, प्रमाणान्तरं च नेच्छतोति डिम्भहेवाकः ॥ પ્રમાણ તરીકે, અને વ્યભિચારીજ્ઞાનવ્યકિતઓને અપ્રમાણરૂપે વ્યવસ્થિત કરશે.નાસ્તિકો આ પ્રમાણે કાળાન્તરે જે પ્રમાણતા અને અપ્રમાણતાની વ્યવસ્થા કરે છે. તે કયા પ્રમાણના બળ ઉપર?
શંકા :- પ્રત્યક્ષથી જ કેટલીક જ્ઞાનવ્યક્તિઓ અવ્યભિચારી અને કેટલીક જ્ઞાનવ્યક્તિઓ વ્યભિચારી છે ઉપલબ્ધ થાય છે. માટે પ્રત્યક્ષથી જ તેઓની પ્રમાણતા =પ્રમાણ્ય)કે અપ્રમાણતા નક્કી થશે.
સમધાન :- પ્રત્યક્ષથી તો તત્કાળે “જ્ઞાનવ્યક્તિઓ સંવાદી છે કે વિસંવાદી છે એટલું જ નક્કી થાય છે. જયારે જ્ઞાનવ્યક્તિઓની પ્રમાણતા કે અપ્રમાણતાની વ્યવસ્થા તો કાળાન્તરભાવી છે. આ કાળાન્તરભાવી | વ્યવસ્થાઅંગે પ્રત્યક્ષ અકિંચિત્કર છે, કેમકે પ્રત્યક્ષ સંનિહિત (સાક્ષાતરહેલા) ભાવોના બળ પર ઉત્પન્ન થાય છે, અને વસ્તુના પૂર્વાપરભાવના વિચારથી શૂન્ય છે. કેમકે પ્રત્યક્ષને તો માત્ર ઈન્દ્રિયોથી સાક્ષાત છે ગ્રહણ થતા વિષયો સાથે જ નિસ્બત છે. તેથી પર્વોપરકાળભાવી જ્ઞાનવ્યકિતઓની પ્રમાણતા કે અપ્રમાણતામાં નિક અંગભૂત નિમિત્તનું જ્ઞાન પ્રત્યક્ષથી થઇ શકે નહિ. વળી (૨) નાસ્તિકો પ્રત્યક્ષથી પોતાની પ્રતીતિના વિષય બનેલી જ્ઞાનવ્યક્તિઓ પ્રમાણ છે કે અપ્રમાણ છે, એવી વ્યવસ્થા બીજાને દર્શાવવા સમર્થ નથી. કેમકે પ્રત્યક્ષ માત્ર સ્વાર્જિકપ્રમાણ છે. અર્થાત જે વ્યક્તિની ઇન્દ્રિયો અર્થનું ગ્રહણ કરે તે જ વ્યકિતને પ્રત્યક્ષપ્રમાણથી તેનું જ્ઞાન થાય, અન્યને નહિ. તેથી આ બંને સ્થળે ક્રમશ: (૧)પૂર્વદેટજ્ઞાનવ્યક્તિઓનાં સાધર્મેદ્વારા જ આધુનિક જ્ઞાનક્ષણોની પ્રમાણતા કે અપ્રમાણતાનો નિર્ણય થઈ શકે. પ્રયોગ “અધતનજ્ઞાનવ્યકિતઓ અવ્યભિચારી છે, કેમકે સંવાદી છે. જેમકે પૂર્વ અનુભૂત સંવાદી જ્ઞાનક્ષણો” તથા “અધતનજ્ઞાનવ્યકિતઓ વ્યભિચારી છે. કેમકે વિસંવાદી છે. જેમકે પૂર્વદષ્ટવિસંવાદી જ્ઞાનક્ષણો.” “જે વ્યભિચારી હેય તો અપ્રમાણ છે. અને જે અવ્યભિચારી હેય તે પ્રમાણ છે.” આમ અનુમાનદ્વારા જ આ વ્યવસ્થા થઈ શકે. તથા (૨) “મારી પ્રતીતિના શું વિષયબનેલી જ્ઞાનવ્યકિતઓ પ્રમાણ છે, કેમકે સંવાદી સેઇ અવ્યભિચારી છે.' ઇત્યાદિરૂપ અનુમાનાત્મક છે પ્રમાણાન્તરદ્વારા જ બીજાની આગળ પ્રતીતિગોચર જ્ઞાનવ્યક્તિઓની પ્રમાણતા કે અપ્રમાણતાનો નિર્ણય શું કરી શકાય. કેમકે અનુમાન જેમ સ્વાર્થ છે તેમ પરાર્થ પણ છે. એટલે કે બીજાને પણ પ્રતિપાદક છે (તાત્પર્ય |
:- જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્યમાં તે જ્ઞાનમાં રહેલા અવ્યભિચાર કે વ્યભિચાર નિમિત્ત બને છે, પરંતુ પ્રત્યક્ષજ્ઞાન દ્વારા Sી વર્તમાનકાલીન જ્ઞાનમાં વ્યભિચાર છે કે નહિ એનો બોધ થતો નથી. પ્રત્યક્ષથી તો પ્રતીતિગોચર જ્ઞાનના સંવાદ કે વિસંવાદની
જ પ્રતીતિ થાય છે. તેથી પ્રત્યક્ષથી નિમિત્તના અભાવમાં જ્ઞાનની પ્રમાણતાઆદિનો નિર્ણય થઈ ન શકે. વસ્તુત: પૂર્વે સંવાદનો : અવ્યભિચાર સાથે અને વિસંવાદનો વ્યભિચાર સાથે સંબંધ ગ્રહણ થયો હોય છે. વર્તમાનજ્ઞાનનો સંવાદી કે વિસંવાદીરૂપે બોધ ર થાય છે, ત્યારે એ સંબંધનું સ્મરણ થાય છે, તેનાથી તે જ્ઞાનમાં અવ્યભિચાર કે વ્યભિચારનું અનુમાન થાય છે. આમ અહીં જી પ્રત્યક્ષદેટ સંવાદ કે વિસંવાદ લિંગ બને, તેનાથી પૂર્વગૃહીત સંબંધનું સ્મરણ થાય, તેનાથી વ્યભિચાર કે અવ્યભિચારનું અનુમાન થાય. અને આ જ્ઞાત થયેલા અવ્યભિચાર કે વ્યભિચારરૂપ નિમિત્ત દ્વારા તે જ્ઞાનની પ્રમાણતા કે અપ્રમાણતાની વ્યવસ્થા થાય
પ્રામાણ્યવ્યવસ્થામાં અનુમાન આવશ્યક
**
****