Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
###
યાદમંજરી
कुत एव तेन सह क्षोद इति तुशब्दार्थः । नास्ति परलोकः, पुण्यम्, पापम् इति वा मतिरस्य । "नास्तिकास्तिकदैष्टिकम् " इति निपातनात् नास्तिकः । तस्य नास्तिकस्य = लौकायतिकस्य वक्तुमपि न सांप्रतं वचनमप्युच्चारयितुं नोचितम् । ततस्तूष्णींभाव एवास्य श्रेयान् दूरे प्रामाणिकपरिषदि प्रविश्य प्रमाणोपन्यासगोष्ठी ॥
वचनं हि परप्रत्यायनाय प्रतिपाद्यते । परेण चाप्रतिपित्सितमर्थं प्रतिपादयन् नासौ सतामवधेयवचनो भवति, उन्मत्तवत्। ननु कथमिव तूष्णीकतैवास्य श्रेयसी, यावता चेष्टाविशेषादिना प्रतिपाद्यस्याभिप्रायमनुमाय सुकरमेवान ગ્રહણ કરનાર એક પ્રત્યક્ષ જ પ્રમાણભૂત છે. પ્રત્યક્ષથી ભિન્ન અનુમાનાદિ પ્રમાણરૂપ જ નથી. તેથી અનુમાન વગેરેથી ગ્રાહ્ય પદાર્થો પણ શી રીતે હોઇ શકે ?
જૈન :– જો અનુમાનવગેરે પ્રમાણ ન હોય, તો બીજાનાં આશયોને જાણી શકાય નહીં. અનુમાન ‘લૈંગિક પ્રમાણ' પણ કહેવાય છે. અનુમાન પ્રક્રિયા– સૌ પ્રથમ પ્રત્યક્ષાદિથી લિંગી (=સાધ્ય) સાથે લિંગ (=હેતુ) નાં સંબંધનું જ્ઞાન થાય છે. પછી, લિંગના દર્શનાદિવખતે તે સંબંધનું સ્મરણ થાય છે. તે દ્વારા દેશ, કાળ અને સ્વભાવથી વ્યવહિત પદાર્થનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે દેશાદિથી વિપ્રકૃષ્ટઅર્થનો પ્રકાશ જે જ્ઞાનદ્વારા થાય, તે જ્ઞાન અનુમાન કહેવાય છે. આ અનુમાન બે પ્રકારના છે(૧) સ્વાર્થઅનુમાન :– ઉપરોક્ત જે સ્વરૂપ બતાવ્યું તે સ્વાર્થ અનુમાનનું છે. અહીં પ્રસ્તુત પણ તે જ અનુમાન છે. ( (૨) બીજાના બોધને માટે જેમાં પક્ષ, કેતુ વગેરેનો ઉલ્લેખ બ્રેય તે પરાર્થ અનુમાન કહેવાય.) અનુમાનની સહાય વિના બીજાનાં મનના ભાવો સમજી શકાય નહીં. તેથી અનુમાનન્ને પ્રમાણ તરીકે નહીં સ્વીકારનારા નાસ્તિકો વચન પણ ઉચ્ચારી શકે તેમ નથી. આગળના શ્લોકોમાં જેઓની સાથે ચર્ચા કરી, તે બધા આસ્તિકદર્શન હતા. તેથી તેઓની સાથે જ્યાં વિસંવાદ હતો, ત્યાં તેઓ સાથે વાદ કરીને તેઓનું ખંડન કર્યું. જયારે નાસ્તિકો તો વચનનો ઉચ્ચાર પણ કરી શકે તેમ નથી. તેથી તેઓ પ્રામાણિક સભામાં આવીને પ્રમાણના ઉપન્યાસની ચર્ચા કરે અને તેઓની સાથે વાદ થાય, ઇત્યાદિ તો સંભવી જ શકે નહિ.
*પરલોક' ‘પુણ્ય' કે ‘પાપ' નથી એવી જેની બુદ્ધિ હોય, તે નાસ્તિક કહેવાય. અહીં’‘નાસ્તિાસ્તિ વૈદિપ્’ એવા સૂત્રથી ‘નાસ્તિ” શબ્દ પર ‘ફ’ તન્દ્રિત પ્રત્યય લાગીને ‘નાસ્તિક’ એવો નિપાત થયો છે. નાસ્તિક ‘લૌકાયતિક” કે ‘ચાર્વાક’ કે ‘બાર્હસ્પત્ય’ પણ કહેવાય છે.
નાસ્તિકમતે પરાભિપ્રાયના જ્ઞાનની અસિદ્ધિ
બીજાને સ્વાભિપ્રાયનું જ્ઞાન કરાવવા વચનપ્રયોગ કરાય છે. પરંતુ જો જે બીજાને એ જ્ઞાનની ઇચ્છા ન હોવા છતાં પ્રતિપાદન કરે, તો ઉન્મત્તના વચનોની જેમ તેના વચનો સજ્જનોને આદરણીય બનતા નથી.
અને અનતિશયજ્ઞાની બીજાની ઇચ્છા કે અનિચ્છા પ્રત્યક્ષથી સમજી શકતો નથી.
શંકા:- આટલામાત્રથી નાસ્તિકોએ મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે.’ એમ શી રીત કહી શકાય? કેમકે જે વ્યક્તિ આગળ પ્રતિપાદન કરવું છે, તે વ્યક્તિનો શું અભિપ્રાય છે ? તેને સાંભળવાની ઇચ્છા છે કે નહિ ? ઇત્યાદિનું તે વ્યક્તિની ચેષ્ટાદ્રારા અનુમાન કરીને એ વ્યક્તિના અભિપ્રાય મુજબ વચનો કહી શકાય એમ છે.
સમધાન :– ચેષ્ટા અને દૃષ્ટમાત્ર=પ્રત્યક્ષમાત્ર વચ્ચે ધણું અંતર છે. (ચેટા = ઇંગિત). બીજાનો અભિપ્રાય અનુમેય છે. અને ચેષ્ટા એમાં લિંગ બને છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન લિંગથી નિરપેક્ષ છે. આમ બંને વચ્ચે લાંબુ અંતર છે. નાસ્તિકો અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેથી તે મતે અનુમાનના લિંગભૂત ચેષ્ટા પણ ૬. સૈમસૂત્ર ૬-૪-૬૬ /
નાાિમતે પરાભિપ્રાયના જ્ઞાનની અસિદ્ધિ
249