________________
જ્યાઠમંજરી
एवं क्रियावादिनां प्रावादुकानां कतिपयकुग्रहनिग्रहं विधाय सांप्रतमक्रियावादिनां लौकायतिकानां मतं सर्वाधमत्वादन् उपन्यस्यन् तन्मतमूलस्य प्रत्यक्षप्रमाणस्यानुमानादिप्रमाणान्तरानङ्गीकारेऽकिंचित्करत्वप्रदर्शनेन तेषां प्रज्ञायाः प्रमादमादर्शयति
विनानुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य ।
न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा क्व दृष्टमात्रं च हहा ! प्रमादः ॥ २० ॥
प्रत्यक्षमेवैकं प्रमाणमिति मन्यते चार्वाकः । तत्र सन्नह्यते । अनु=पश्चाद् लिङ्गसंबन्धग्रहणस्मरणानन्तरम्, |मीयते = परिच्छिद्यते देशकालस्वभावविप्रकृष्टोऽर्थोऽनेन ज्ञानविशेषेण इत्यनुमानं प्रस्तावात् स्वार्थानुमानम् । तेनानुमानेन = लैङ्गिकप्रमाणेन विना पराभिसन्धि = पराभिप्रायम्, असंविदानस्य - सम्यग् अजानानस्य । तुशब्दः पूर्ववादिभ्यो भेदद्योतनार्थः । पूर्वेषां वादिनामास्तिकतया विप्रतिपत्तिस्थानेषु क्षोदः कृतः, नास्तिकस्य तु वक्तुमपि नौचिती, નાસ્તિકવાદનું નિરાકરણ
આ પ્રમાણે ક્રિયાવાદી-આત્માના અસ્તિત્વને સ્વીકારનારા દર્શનવાદીઓના કેટલાક કુગ્રહોનો નિગ્રહ કર્યો. હવે કવિશ્રી અક્રિયાવાદી-આત્માના અસ્તિત્વનો સ્વીકાર નહીં કરનારા નાસ્તિકોના મતનું નિરાકરણ કરે છે. નાસ્તિકો ‘લૌકાયતિક' નામથી પણ ઓળખાય છે.
શંકા : આ દર્શનસાથે તો બધા આસ્તિકદર્શનોને વિરોધ છે. તેથી આ દર્શનનો નિગ્રહ તો સૌ પ્રથમ કરવો જોઇએ. તેને બદલે સૌથી છેલ્લે કરવો બરાબર નથી.
સમાધાન :- અલબત્ત, આ દર્શનસાથે બધાને વિરોધ છે. છતાં પણ આ દર્શન આત્મા, પરલોક અને મોક્ષ જેવી વસ્તુઓનો નિષેધ કરે છે, અને માત્ર આલોકની જ ચિંતા કરે છે. આલોકમાં કોઇપણ જાતની મર્યાદા વિના ભોગ ભોગવી લેવાની માન્યતા આ દર્શનની છે. આવી માન્યતા અધમ સિવાય અન્યમાં સંભવી શકે નહિ. આમ આ દર્શન સર્વદર્શનોમાં અધમતમ છે, અને “અધમનું નામ આરંભે લેવું' એ શિષ્ટપુરુષોનો આચાર નથી. તેથી જ શિષ્ટ કવિશ્રીએ તે દર્શનનો ઉપન્યાસ સૌથી છેલ્લે કર્યો છે. આ દર્શનનો પાયો પ્રત્યક્ષપ્રમાણપર રચાયેલો છે. તેઓ અનુમાનાદિને પ્રમાણરૂપે સ્વીકારતા નથી. આમ તેઓએ અન્યપ્રમાણોનો અંગીકાર કર્યા વિના પ્રત્યક્ષપ્રમાણનો અંગીકાર કર્યો છે તે વ્યર્થ છે. તેથી તેઓની બુદ્ધિ સ્ખલિત થઇ છે, તેમ દર્શાવતા કવિશ્રી કહે છે–
કાચાર્થ :- અનુમાન વિના નાસ્તિકો બીજાના આશયને સમજી શકતા નથી. તેથી તેઓને તો બોલવું પણ ઉચિત નથી, કેમકે ચેષ્ટા (=ઈંગિત) અને પ્રત્યક્ષદર્શન વચ્ચે ઘણું અંતર છે. ખરેખર તેઓની આ સ્ખલના અત્યંત શોચનીય છે !
ચાર્વાક :- પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું સાક્ષાત્ જ્ઞાન થાય, તે જ સત્ વસ્તુ છે. અને તે વિષયોને
१. क्रियावादिनो नाम येषामात्मनोऽस्तित्वं प्रत्यविप्रतिपत्तिः । ये त्वक्रियावादिनस्तेऽस्तीति क्रियाविशिष्टमात्मानं नेच्छन्त्येव, अस्तित्वे वा शरीरेण सहैकत्वान्यत्वाभ्यामवक्तव्यत्वमिच्छन्ति । २. लोकाः निर्विचाराः सामान्यलोकास्तद्वदाचरन्ति स्मेति लोकायता लौकायतिका इत्यपि । बृहस्पतिप्रणीतमतत्वेन बार्हस्पत्याश्चेति । षड्दर्शनसमुच्चयोपरि गुणरत्नटीकायां । ३. अनुमानं द्विविधं स्वार्थं परार्थं च । तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । प्रमाणनयतत्त्वालोकालङ्कारे ३-१०,
૨૩ ।
કાવ્ય-૨૦
248