________________
મંજરી
સ્યા श्रयन्तीति वर्तमानान्तं केचित्पठन्ति तत्राप्यदोषः । अत्र च समुद्रस्थानीयः संसारः, पोतसमानं त्वच्छासनम्, कूपस्तम्भसंनिभः स्याद्वादः । पक्षिपोतोपमा वादिनः । ते च स्वाभिमतपक्षप्ररूपणोड्डयनेन मुक्तिलक्षणतटप्राप्तये कृतप्रयत्ना अपि तस्माद् इष्टार्थसिद्धिमपश्यन्तो व्यावृत्त्य स्याद्वादरूपकूपस्तम्भालङ्कृततावकीनशासनप्रवहणोपसर्पणमेव यदि शरणीकुर्वते, तदा तेषां भवार्णवाद् बहिर्निष्क्रमणमनोरथः सफलतां कलयति नापरथा ॥ इति काव्यार्थः ॥ १९॥ પ્રસંગ છે.
દૃષ્ટાન્તનો ઉપનય
કેટલાક અહીં ‘શ્રયન્તુ’ ને બદલે ‘શ્રયન્તિ' એમ વર્તમાનકાળનો પ્રયોગ સ્વીકારે છે. તેમ માનવામાં પણ દોષ નથી. હવે ટીકાકારશ્રી ઉપમાનની ઘટના સ્વયં કરે છે. સમુદ્ર-સંસાર, વહાણ=ભગવાનનું શાસન. વણણનો કૂપસ્તંભ=સ્યાદ્વાદ. પક્ષીનું બચ્ચુ-વાદી પરદર્શનકારો. પક્ષીનું ઉડવું= ૫૨વાદીઓની પોતાના મતની પ્રરૂપણા. કિનારો-મુક્તિ-મોક્ષ. તેઓ સ્વમતની પ્રરૂપણાદ્વારા સ્વઇષ્ટની સિદ્ધિ ન થવાથી પાછા ફરીને સ્યાદ્વાદરૂપી કૂપસ્તંભથી અલંકૃત એવા ભગવાનના શાસનરૂપ વહાણનો આશરો લે છે. જો તેઓ આ પ્રમાણે શરણ સ્વીકારે, તો જ તેઓ ભવસમુદ્રમાંથી બહાર નીકળવાના પોતાના મનોરથોને સફળ કરી શકે, અન્યથા નહિ.
દૃષ્ટાંતસાર :– અનાદિકાલીનસંસારવાસનાઆદિને કારણે બધા જીવો સંસારની મધ્યમાં ગરકાવ થયા છે. આ અમર્યાદિત સંસારના ચકરાવામાંથી બહાર નીકળવા જૈનશાસન સિવાય અન્ય કોઇ ઉપાય નથી. કેમકે આ જૈનશાસન સ્યાદ્વાદના મૂળપાયા પર રચાયેલું છે. બીજાઓ સ્યાદ્વાદને છોડી બીજી ગમે તેટલી લ્પનાઓ કરે, તે બધી કલ્પનાઓ અસત્ પાયા પર રચાયેલી હોઇ ટકી શકતી નથી. તેથી એ કલ્પનાના પાયા પર પ્રવૃતિઓ ગમે તેટલી થાય, એ બધી માલ વિનાના બારદાન' જેવી હોઇ ફળદ બનતી નથી. તેથી અગર જો, તેઓએ વાસ્તવમાં સંસારથી છૂટકારો મેળવવો હોય, અને અગર જો, તેઓએ મોક્ષ મેળવવો હોય, તો સ્યાદ્વાદસિદ્ધાંતનો અને તે દ્વારા જૈન શાસનનો સ્વીકાર કરવો જ પડશે. અન્યથા ગમે તેટલા ફાંફાં મારે સંસારના આવર્તમાંથી તેઓ છટકી શકે તેમ નથી.
આ પ્રમાણે આ કાવ્યાર્થ પરિપૂર્ણ થયો. ૫ ૧૯
&
દૃષ્ટાન્તનો ઉપનય
247