Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ત
મ મ ,
::
. . . ચાલાકી अथ पूर्वचित्तसहजात् चेतनाविशेषात् पूर्वशक्तिविशिष्टं चित्तमुत्पद्यते, सोऽस्य शक्तिविशिष्टचित्तोत्पादो वासना तथाहि ! पूर्वचित्तं रूपादिविषयं प्रवृत्तिविज्ञानं यत्तत् षड्विधं । पञ्च रूपादिविज्ञानान्यविकल्पकानि षष्ठं च विकल्पविज्ञानम् । तेन सह जातः समानकालश्चेतनाविशेषोऽहङ्कारास्पदमालयविज्ञानम् । तस्मात् पूर्वशक्तिविशिष्टचित्तोत्पादो
तदपि न । अस्थिरत्वाद्वासकेनासंबन्धाच्च । यश्चासौ चेतनाविशेषः पूर्वचित्तसहभावी, स न वर्तमाने चेतस्युपकार करोति । वर्तमानस्याशक्यापनेयोपनेयत्वेनाविकार्यत्वात् ॥ तद्धि यथाभूतं जायते तथाभूतं विनश्यतीति । नाप्यानागते उपकारं करोति । तेन सहासंबद्धत्वात् । असंबद्धं च न भावयतीत्युक्तम् । तस्मात् सौगतमते वासनापि न घटते । अत्र च स्तुतिकारेणाभ्युपेत्यापि ताम्, अन्वयिद्रव्यव्यवस्थापनाय भेदाभेदादिचर्चा विरचितेति भावनीयम् । બનાવે છે. આ પ્રવૃત્તિવિજ્ઞાન રૂપ, રસ, ગંધ સ્પર્શ, શબ્દ અને વિકલ્પ એમ છ વિજ્ઞાનાત્મક છે. આ પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ પૂર્વચિત્ત જે કાળ ઉત્પન્ન થાય છે, તે જ કાળે ચેતનાવિશેષ ઉત્પન્ન થાય છે. આ ચેતનાવિશેષ અહંકારનું સ્થાન છે તેને “આલયવિજ્ઞાન' કહે છે. આનાથી પૂર્વચિનની શક્તિથી યુક્ત ઉત્તરચિત્તની ઉત્પત્તિ થાય છે. આ “આલયવિજ્ઞાન' જ “વાસના' તરીકે ઈષ્ટ છે.
ઉત્તરપલ :- આ કથન પણ બરાબર નથી. કેમકે વાસક અને વાસ્ય' બંને ક્ષણિક છે. તથા વાસ્ય ચિત્તક્ષણનો વાસકચિત્તક્ષણ સાથે સંબંધનો પણ અભાવ છે. અર્થાત વાસ્તચિત્તક્ષણ વાસકચિત્તક્ષણ સાથે સંબંધિત નથી. વળી વર્તમાનચિત્તક્ષણ જેવા પ્રકારની ઉત્પન્ન થાય છે, તેવા જ પ્રકારની વિનાશકાળે શ્રેય છે. તે ચિત્તક્ષણમાં કોઇપણ જાતનો ઘટાડો કે વધારો કરવો અશક્ય છે. એ જ પ્રમાણે તેની ગુણવત્તા કે કાર્યક્ષમતામાં પણ ઓછાવત્તાપણું કરી શકાતું નથી. તેથી પૂર્વચિરક્ષણ સાથે ઉદ્ભવતી એ ચેતનાવિશેષ વર્તમાનચિત્તક્ષણપર કોઈ પણ પ્રકારનો ઉપકાર કરવા અસમર્થ છે. એ જ પ્રમાણે તે ચેતનાવિશેષ ભવિષ્યકાલીન ચિત્તક્ષણો પર પણ ઉપકાર કરવા માટે અસમર્થ છે, કેમકે તે ચિત્તક્ષણો સાથે ચેતનાવિશેષને સંબંધ નથી. કેમકે ચેતનાવિશેષ અને તે ભવિષ્યકાલીનચિત્તકણો વચ્ચે વર્તમાનચિત્તલણનું વ્યવધાન છે અને અસંબદ્ધવસ્તુ બીજાને ભાવિત કરી શકે નહિ, એ વાત પૂર્વે દર્શાવી જ છે. તેથી સૌગતમતે વાસના જ અસંગત છે.
શંકા:- જો વાસના જેવી વસ્તુ જ સંગત ન હૈય, તો સ્તુતિકારે ક્ષણપરંપરા સાથેની તેની ભેદભેદની ચર્ચા શા માટે કરી ?
સમાધાન :- અલબત્ત, વાસના પોતે અવસ્તુ છે. છતાં પણ, બૌદ્ધોને અનિષ્ટ એવા અન્વયી દ્રવ્યની શું છે તેઓ દ્વારા જ વ્યવસ્થા કરાવવા તે વાસનાનો સ્વીકાર કરીને ભેદભેદની ચર્ચા દર્શાવી. (પૂર્વપક્ષનો કોઇકસિદ્ધાંત
મતે માન્ય ન હોય તો પણ, તે સિદ્ધાંત પૂર્વપક્ષના જ અન્ય સિદ્ધાંતોથી સિદ્ધ થઇ શકતો નથી અને તેના બદલે પક્ષના સિદ્ધાંતોથી જ યુનિયન બને છે તે દર્શાવવા માટે, અથવા તે સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં બીજા અનેક સિદ્ધાંતોની ચટણી થાય છે તે દર્શાવવા પૂર્વપક્ષના સિદ્ધાંતનો અભ્યાગમ કરવામાં દોષ નથી.).
તટાદર્શી શકુન્ત પોત ન્યાયની ચરિતાર્થતા એવં ભેદ, અભેદ અને તદનુભય આ ત્રણે પક્ષે દોષનો સદ્ભાવ છે, તેથી આ માયાપુત્ર બૌદ્ધો બીજો આરો છે ન રહેવાથી ભેદભેદસ્યાવાદના સંવાદથી પવિત્ર બનેલાં આપના = શ્રીવીતરાગના વચનોનો આદર ભલે કરે. १. तत्रालयविज्ञानं नामाहमास्पदं विज्ञानम् । नीलाद्युल्लेखि च विज्ञानं प्रवृत्तिविज्ञानम् । लंकावतार सूत्र - ११-९९
આલયવિજ્ઞાનવાદનું ખંડન
::
:
: