Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 274
________________ સ્થાકુષ્ઠમંજરી છે ? पृथक्कल्पनं व्यर्थम् । अक्षणिका चेत् ? अन्वयिपदार्थाभ्युपगमेनागमबाधः । तथा च पदार्थान्तराणां क्षणिकत्वकल्पनाप्रयासा व्यसनमात्रम् ॥ अनुभयपक्षेणापि न घटेते । स हि कदाचित् एवं ब्रूयात्, नाहं वासनायाः क्षणश्रेणितोऽभेदं प्रतिपद्ये, न च भेदं किंत्वनुभयमिति । तदप्यनुचितम्। भेदाभेदयोर्विधिनिषेधरूपयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यं भावात् अन्यतरपक्षाभ्युपगमः। तत्र च प्रागुक्त एव दोषः । अथवानुभयरूपत्वेऽवस्तुत्वप्रसङ्गः । भेदाभेदलक्षणपक्षद्वयव्यतिरिक्तस्य मार्गान्तरस्य नास्तित्वात्। अनाहतानां हि वस्तुना भिन्नेन वा भाव्यम् अभिन्नेन वा, तदुभयातीतस्य वन्ध्यास्तनन्धयप्रायत्वात्। एवं विकल्पत्रयेऽपि क्षणपरम्परावासनयोरनुपपत्तौ पारिशेष्याद् भेदाभेदपक्ष एव कक्षीकरणीयः । न च “प्रत्येकं यो भवेद् दोषो द्वयोर्भावे कथं न सः ।" इति वचनादत्रापि दोषतादवस्थ्यमिति वाच्यम्, कुक्कुटसर्पनरसिंहादिवद् । जात्यन्तरत्वादनेकान्तपक्षस्य ॥ પૂર્વપક્ષ :- “પ્રત્યેકમાં જે દોષ હોય, તે ઉભયની લજરીમાં કેમ ન આવે ?" એવું વચન છે. તેથી ભેદભેદપક્ષમાં ભેદ અને અભેદ ઉભય લેવાથી ઉભયગત દોષો આવશે. ઉત્તરપલ :- ના, એમ નહિ બને. કુકકુટસર્પ અને નરસિંહવગેરેની જેમ આ ભેદાભે અનેકાન્તપક્ષ ભેદપક્ષ અને અભેદપક્ષથી વિલક્ષણ અન્યરૂપ જ છે. એટલે અહીં આ બન્ને પક્ષગત દોષ સંભવી શકે તેમ નથી. કેમકે જેમ કુકકુટસર્પમાં કુકકુટત અને સર્પત્વથી ભિન્ન કુકકુટસર્પત્યજાતિ છે. અને નરસિંહમાં નરત્વ અને સિંહત્વથી-ભિન્ન નરસિંહત્વજાતિ છે, તેમ ભેદભેદપક્ષમાં ભેદત્વ અને અભેદતથી ભિન્ન ભેદભેદન જાતિ છે. જૈનમતે ક્ષણસંતતિ અને વાસના પર્વપક્ષ:- જૈનમતેવાસના અને ક્ષણપરંપરાનો સ્વીકાર કર્યો નથી, તેથી તે બન્નેને આશ્રયીને ભેદભેદની ચિત્તા તેઓ કરે તે શી રીતે સાર્થક થશે? અર્થાત જૈન મતે તો આ બંને વસ્તુ અસત્ છે. તેથી અસત નાં વિષયમાં જૈનો આ પક્ષ સ્થાપે છે, અને તે સિદ્ધ કરવા પ્રયત્ન કરે એ, રેતીમાંથી તેલ કાઢવા જેવી ચેષ્ટા છે. ઉત્તરપક્ષ:- સ્યાદવાદી એવા અમારા મતે પણ ઉભય વસ્તુ છે. તે આ પ્રમાણે સ્વમતે પણ પ્રતિક્ષણ નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે, અને જૂના જૂના પર્યાયોનષ્ટ થાય છે. આમ પર્યાયોઓને અપેક્ષીને ક્ષણિકતા અને ક્ષણપરંપરા અભિમત જ છે. એવું અતીતકાલીન, વર્તમાનકાલીન અને અનાગતકાલીન પર્યાયોની પરંપરાનું અનુસંધાન કરનાર અન્વયી દ્રવ્ય પણ છે. આમ દ્રવ્યને અપેક્ષીને અન્વયી વસ્તુ પણ છે, જેને તમે વાસના નામ આપો છો. આમ સંજ્ઞાંતર હોવા છતાં તત્વથી બન્ને એક ઈ અમને અભિમત છે. કેમકેવિદ્વાનપુરૂષો માત્રનામભેદને આગળ કરી વાદ કરવા બેસતા નથી. કેમકે એ “અતત્વની ચિંતા છે. અને ‘અતત્વનો આગ્રહ રાખવો એ સજ્જનોનું લક્ષણ છે. આ પ્રતિક્ષણ ઉત્પત્તિવિનાશશીલ પર્યાયપરંપરા અન્વયી દ્રવ્યથી કથંચિત ભિન્ન છે, અને કથંચિત અભિન્ન છે. એ જ પ્રમાણે અન્વયીદ્રવ્ય પણ એ પર્યાયપરંપરાથી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. આ બન્નભિન્નજ્ઞાન અને ભિન્ન સંજ્ઞાનાવિષય પર હેવાથી ભિન્ન છે. તથા દ્રવ્યના જ તેવા તેવા પ્રકારના પરિણામથી પ્રતિક્ષણ નવા-નવા પર્યાયો ઉત્પન્ન થાય છે છે. તેથી દ્રવ્યના જ પરિણામ હોઈ, પર્યાયો દ્રવ્યથી કથંચિત અભિન છે. આની વિસ્તૃત ચર્ચા સકળાદેશ અને વિકળાદેશનાં વ્યાખ્યાનનાં અવસરે આગળ બતાવાશે. R१. यथा नरसिंह नरवसिंहत्वोभयजातिव्यतिरिक्तं नरसिंहत्वाख्यं जात्यन्तरम्, तद्वदित्यर्थः । कुक्कुटसर्पोऽपि कश्चन कुक्कुटत्वसर्पत्वेत्युभयजातिव्यतिरिक्तः कुक्कुटसर्पत्वजातिमान् प्राणिविशेषः स्यात् ॥ જૈનમતે ભાણસંતતિ અને વાસના _ @ 8: :::::: 243 *** 8::::::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376