Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 272
________________ :::: :: : સ્થાçઠમંજરી લો . ___ अथ ताथागताः क्षणक्षयपक्षे सर्वव्यवहारानुपपत्तिं परैरुद्भावितामाकर्ण्य इत्थं प्रतिपादयन्ति यत् सर्वपदार्थानां l न्मना ऐक्याध्यवसायेन ऐहिकामुष्मिकव्यवहारप्रवृत्तेः कृतप्रणाशादिदोषा निरवकाशा एव । इति । तदाकूतं परिहतुकामस्तत्कल्पितवासनायाः क्षणपरम्परातो भेदाभेदानुभयलक्षणे पक्षत्रयेऽप्यघटमानत्वं दर्शयन् । स्वाभिप्रेतभेदाभेदस्याद्वादमकामयमानानपि तानङ्गीकारयितुमाह - सा वासना सा क्षणसन्ततिश्च नाभेदभेदानुभयैर्घटेते । ततस्तटादर्शिशकुन्तपोतन्यायात्त्वदुक्तानि परे श्रयन्तु ॥ १९ ॥ सा शाक्यपरिकल्पिता त्रुटितमुक्तावलीकल्पानां परस्परविशकलितानां क्षणानामन्योन्यानुस्यूतप्रत्ययजनिका एकसूत्रस्थानीया सन्तानापरपर्याया वासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । सा च क्षणसन्ततिस्तदर्शनप्रसिद्धा प्रदीपकलिकावत् नवनवोत्पद्यमानापरापरसदृशक्षणपरम्परा । एते द्वे अपि अभेदभेदानुभयैर्न घटेते ॥ વાસનાવાદનું વિઘટન પા) નાનાક્ષણક્ષયવાદમાં બીજાઓદ્વારા સંવ્યવહારની આવા પ્રકારની અનુપપત્તિને ઉત્પન્ન કરાયેલી સાંભળી બોદ્ધો આ પ્રમાણે પ્રતિપાદન કરે છે– “બધા પદાર્થો ક્ષણિક જ છે. પરંતુ વાસનાના બળથી એકતાનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. આ અધ્યવસાયકારા જ ઈહલૌકિક-પારલૌકિક- વ્યવહારની પ્રવૃત્તિ થાય છે છે. તેથી સ્વમતે કૃતપ્રણાશાહિદોષો નથી." આ બૌદ્ધોના તેવા પ્રકારના અભિપ્રાયનો પરિહર કરવાની ઇચ્છાથી, તેઓએ કપેલી વાસનાઓ ! ક્ષણપરંપરાથી (૧)ભિન્ન (૨) અભિન્ન અને (૩)અનુભયરૂપ ત્રણે પક્ષે અસંગત છે તે દર્શાવતા, અને સ્વાભિપ્રેત ભેદભેદસ્યાદ્વાદનો તેઓ ઇચ્છતા ન લેવા છતાં તેઓને અંગીકાર કરાવતાં કવિશ્રી કહે છે. કાવાર્થ:- તે વાસના અને તે ક્ષણસન્નતિ અભેદ, ભેદ અને અનુભય આ ત્રણે પક્ષે ઘટી શકતા નથી. તેથી “કિનારાને નહીં દેખી શકતું પક્ષીનું બચ્ચું ઊડી ઊડીને ફરીથી વહાણ ઉપર આવે છે. આ ન્યાયથી તારા | વચનને બીજાઓ ભલે આશ્રય કરે. વાસના અને સણસંતતિ વચ્ચે સંબંધનો અભાવ શાક્ય બૌદ્ધોએ પરિકલ્પેલી ક્ષણપરંપરા મોતીની તુટેલી માળા સદેશ પરસ્પરથી અસંબદ્ધ ક્ષણોરૂપ છે અને એક ઘેરા જેવી વાસના આ બધી ક્ષણોના પરસ્પર અન્વયના બોધની જનની છે. વાસનાનું બીજુ નામ શું સત્તાન છે. વાસના ઉત્તરજ્ઞાનમાં પૂર્વજ્ઞાન દ્વારા ઉત્પન્ન કરાયેલી શક્તિ. તથા ક્ષણસંતતિ તેઓનાં દર્શનમાં પ્રસિદ્ધ પ્રદીપના જયોત જેવી સતત નવી નવી ઉત્પન્ન થતી અત્યંત સરખી ક્ષણોની પરંપરા. આ બન્ને (=વાસના અને ક્ષણસંતતિ) (૧)અભેદ પક્ષ, (૨)ભેદ પક્ષ કે (૩)તદનુભય ન ભેદ, ન અભેદ એવો પક્ષ) ત્રણે પક્ષથી ઉપપન્ન થઈ શક્તા નથી. અર્થાત ત્રણેમાંથી એકે પક્ષ દ્વારા આ બન્ને વચ્ચે સંબંધ નક્કી થઈ શકતો આ રજી નથી. તેથી બેમાંથી એક અસત સિદ્ધ થાય છે. અભેદ તાદાત્મ. જો આ બન્ને વચ્ચે એકાંતે અભેદ હેય, તો તો બન્ને એક જ થઈ જવાથી, તે બન્ને કાં છે તો વાસના સ્વરૂપ છે, કાં તો ક્ષણપરંપરાસ્વરૂપ છે, પરંતુ બે સ્વતંત્ર વસ્તુ નથી. બે વસ્તુ પોતાનું સ્વતંત્રઅસ્તિત્વ હૈ પણ રાખે અને પરસ્પરથી એકાંતે અભિન્ન પણ એ બની ન શકે. કેમકે જે વસ્તુ જેનાથી અભિન્ન છું 30 વાસનાવાદનું વિઘટન 241

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376