________________
યાદમંજરી-
किञ्च यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, एकसंतानत्वे सतीतिविशेषणादिति चेत्, ? तदप्ययुक्तं, भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा । तथा च संतान इति न किञ्चिदतिरिक्तमुक्तं स्यात् । भेदे तु पारमार्थिकः अपारमार्थिको वासौ स्यात् ? अपारमार्थिकत्वेऽस्य तदेव दूषणं, अकिंचित्करत्वात् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात् क्षणिको वा ? क्षणिकत्वे संतानिनिर्विशेष एवायम्, इति किमनेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणानुकरणिना । स्थिरश्चेत् ? आत्मैव संज्ञाभेदतिरोहितः प्रतिपन्नः । इति न स्मृतिर्घटते क्षणक्षयवादिनाम् ॥
એ જ પ્રમાણે આ દૃષ્ટાંતથી અમારા અનુમાનમાં દૂષણ પણ નથી, કેમકે તે અમારા હેતુમાં અસિદ્ધિદોષનું આપાદન કરી શકે તેમ નથી. ‘ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ભિન્ન છે' એ અમારો હેતુ છે. એમાં ‘કપાસમાં ૨ક્તતા’ દૃષ્ટાંત કોઇપણ દોષ ઉદ્ભાવિત કરવા સમર્થ નથી. કેમકે ‘ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ભિન્ન છે કે અભિન્ન છે” એ બાબતની સાથે આ દૃષ્ટાંતને કંઇ લાગતું વળગતું નથી.
સંતાનની અવાસ્તવિક્તા
વળી જો અન્ય હોવા છતાં માત્ર કાર્યકારણભાવથી જ સ્મૃતિ ઇષ્ટ હોય, તો શિષ્ય-આચાર્ય બુદ્ધિવગેરે બુદ્ધિ વચ્ચે પણ કાર્યકારણભાવ હોવાથી આચાર્યે અનુભવેલી વસ્તુનું સ્મરણ શિષ્યને થવું જોઇએ. આચાર્ય બુદ્ધિ શિષ્યની બુદ્ધિમાં હેતુ છે. એ પ્રસિદ્ધ જ છે. એ જ પ્રમાણે માતાબુદ્ધિક્ષણ પુત્રબુદ્ધિક્ષણમાં હેતુ હોઇ, માતા એ અનુભવેલી વસ્તુનું સ્મરણ પુત્રબુદ્ધિક્ષણને થવું જોઇએ, જે દૃષ્ટ કે ઇષ્ટ નથી.
પૂર્વપક્ષ :- તમે અમારો કહેવાનો ભાવ સમજતા નથી. અમે જે કાર્યકારણભાવ બતાવ્યો છે, ત્યાં ‘એકસંતાનત્વ’ વિશેષણ છે. અર્થાત્ એકસંતાનગત જ પૂર્વઉત્તરક્ષણો વચ્ચે કાર્યકારણભાવ હોવાથી પૂર્વક્ષણે અનુભૂત વસ્તુનું ઉત્તરક્ષણને સ્મરણ થશે. આચાર્ય-શિષ્યબુદ્ધિ વચ્ચે અને માતા-પુત્રબુદ્ધિ વચ્ચે કાર્ય કારણભાવ હોવા છતાં ત્યાં એકસંતાનતા નથી. કેમકે આચાર્યબુદ્ધિક્ષણ શિષ્યબુદ્ધિક્ષણથી ભિન્ન સંતાનગત છે. એમ માતાબુદ્ધિક્ષણ પુત્રબુદ્ધિક્ષણથી ભિન્ન સંતાનગત છે. આમ તમે દર્શાવ્યો તેવો પ્રસંગ આવતો નથી.
ઉત્તરપક્ષ :- આ બરાબર નથી. કેમકે સંતાન ક્ષણપરંપરાથી ભેદાભેદ એમ બંને વિકલ્પથી અસિદ્ધ છે. તે આ પ્રમાણે સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન છે કે અભિન્ન ? જો ક્ષણપરંપરાથી અભિન્ન હોય, તો તે ક્ષણપરંપરારૂપ જ છે, કોઇ સ્વતંત્ર વસ્તુરૂપ નથી. તેથી ‘સંતાન’શબ્દથી કોઇ વિશેષનું સૂચન થતું નથી. હવે જો સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન હોય, તો એ સંતાન પારમાર્થિક (=વાસ્તવિક) છે કે અપારમાર્થિક ? જો અપારમાર્થિક હોય, તો ‘એકસંતાનગત’ એવું ‘કાર્યકારણભાવ' રૂપ હેતુનું જે વિશેષણ છે, તે પોતે અસત્ હોઇ અકિચિત્કર છે. એટલે કે વિશેષ્યનાં અર્થમાં કોઇ વધારો કરવામાં, વિશેષ્યનું સ્વરૂપદર્શન કરાવવામાં કે વિશેષ્યનો અન્યથી વ્યવચ્છેદ કરવામાં એ વિશેષણ ઉપયોગી બનતું નથી. તેથી હેતુમાં વ્યર્થવિશેષણરૂપ દૂષણ પણ હાજર થશે. (વળી ‘અસત્ વિશેષણથી વિશિષ્ટ વસ્તુ પણ અસત્ હોય” તેથી હેતુ પોતે જ અસત્ થઇ જશે. તેથી તમારૂં અનુમાન પોતે અસત્ થઇ જશે. અસત્ હેતુયુક્ત અનુમાન સત્ ન બની શકે.)
જો આ સંતાન પારમાર્થિક હોય, તો તે સ્થિર છે કે ક્ષણિક છે ? જો ક્ષણિક છે તો સંતાનમાં ક્ષણપરંપરાથી કોઇ વિશેષ આવ્યો નહિ. અર્થાત્ જેમ ક્ષણપરંપરા ક્ષણિક છે તેમ સંતાન પણ ક્ષણિક છે. એટલે બે વચ્ચે કોઇ તાત્ત્વિક ભેદ આવશે નહિ. તેથી ક્ષણપરંપરાને છોડી સંતાનનો સ્વીકાર કરવો એ તો એક ચોરથી ગભરાયેલો બીજા ચોરના શરણે જાય” એનું સુંદર અનુકરણ કરવા જેવું છે. હવે જો સંતાન સ્થિર છે ! તો સંતાનની અવાસ્તવિક્તા
239