Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કિ8 Healia સ્થાકૂટમંજરી
દીધી तदभावे च अनुमानस्यानुत्थानमित्युक्तम् प्रागेव । अपि च, स्मृतेरभावे निहितप्रत्युन्मार्गणप्रत्यर्पणादिव्यवहारा विशोर्येरन् । “इत एकनवते कल्पे शक्त्या में पुरुषो हतः । तेन कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥” इति वचनस्य का गतिः ? एवमुत्पत्तिस्त्पादयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयतीति चतुःक्षणिकं वस्तु प्रतिजानाना अपि प्रतिक्षेप्याः। क्षणचतुष्कानन्तरमपि निहितप्रत्युन्मार्गणादिव्यवहाराणां दर्शनात् । तदेवमनेकदोषापातेऽपि यः क्षणभङ्गमभिप्रैति तस्य महत् साहसम् ॥ इति काव्यार्थः ॥ १८ ॥ તમે સંજ્ઞાભેદથી છૂપાયેલા આત્માનો જ સ્વીકાર કર્યો, અર્થાત્ આત્મા અને સંતાન વચ્ચે માત્ર નામભેદ છે. વાસ્તવમાં તો બંને એકરૂપ જ છે. તેથી બધી સંત વસ્તુ ક્ષણિક છે એવો તમારો પ્રવાદ માત્ર બકવાસરૂપ છે. આમ સંતાન જેવી કોઈવિશિષ્ટ વસ્તુસિદ્ધનથી. તેથી તે તમારા અનુમાનહેતુમાં વિશેષણ તરીકે અકિંચિત્કર છે. તેથી જ તમારુ અનુમાન સિદ્ધ થઈ શકે તેમ નથી, કેમકે હેતુમાં બળ નથી. તેથી અમારા નિષ્કટક અનુમાન દ્વારા સિદ્ધ થશે કે ક્ષણિકવાદમાં સ્મૃતિ ઘટી શકે નહિ.
સ્મૃતિના અભાવમાં અનુમાનાદિવ્યવહારની અનુપપત્તિ સ્મૃતિના અભાવમાં અનુમાનનું ઉત્થાન પણ થઇ શકે નહિ. એ વાત પૂર્વે કહેલી જ છે. વળી, સ્મૃતિના અભાવમાં થાપણ તરીકે મુકેલી વસ્તુ ફરીથી માંગવી, અને એ પાછી આપવી એ પણ બની શકે નહિ. કેમકે થાપણ મુકનાર અને રાખનાર બંને ભણાન્તરમાં નાશ પામ્યા છે. હવે જે આપનાર અને માંગનાર છે એ બંને તો કોઈ અન્ય જે વ્યક્તિ છે. અને એ બંનેને કંઈ પૂર્વના બનાવનું સ્મરણ નથી. તેથી પૂર્વની થાપણને યાદ રાખીને પાછી માંગવી, અને પાછી આપવી વગેરે વ્યવહાર અનુપપન્ન થશે. તથા “હે ભિક્ષુઓ! આ ભવથી પૂર્વના એકાણમાં કલ્પન=ભવે) મેં શક્તિ (એક શસ્ત્રવિશેષ) દ્વારા એક પુરુષને હણ્યો હતો. તે કર્મનાવિપાકથી મારો પગ વિંધાયો છેઆવા પ્રકારના બુદ્ધના વચનની શી ગતિ થશે? (કેમકે પૂર્વભવનું જ્ઞાન જાતિસ્મરણરૂપ છે અને સ્મૃતિનો જ એક ભેદ છે. તથા “આ ભવથી એકાણમાં ભવમાં મેં હણ્યો” આ વચન બતાવે છે કે એકાણમાં ભવમાં પણ એજ આત્મા વિદ્યમાન હતો. અર્થાત સ્થિર એક આત્મા છે, તેથી નિરવયનાશ પામતી જ્ઞાનક્ષણો જ સત છે. તે વાત તધ્યાહન સિદ્ધ થાય છે.) એજ પ્રમાણે “ઉત્પત્તિ ઉત્પન્ન કરે છે, સ્થિતિ સ્થાપે છે, જરા (ઘડપણ) જર્જરિત કરે છે અને વિનાશ વિનાશ કરે છે. આમ ચારસણમાં ચારક્રિયા થાય છે અને વસ્તુ ચારક્ષણવાળી છે આવો મત પણ સમાનરીતે પ્રતિક્ષેપ્ય છે, કેમકે ચારક્ષણ પછી પણ થાપણ પાછી માંગવી વગેરે વ્યવહારો થતા દેખાય છે. આ પ્રમાણે અનેકદોષોનો આપાત લેવા છતાં જે ક્ષણભંગનો સ્વીકાર છે. ખરેખર તેનું આ મહસાહસ છે = અવિચારી પગલું છે. એવું આ કાવ્યર્થ પરિસમાપ્ત થયો. ૧૮
*
*
*
:
કાવ્ય-૧૮
E. :::::
:::::::::::::/240)