Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
1
ચાલાકર્મી शाब्दं वा स्यात्। न तावदनुमानं तस्य लिङ्गिलिङ्गसम्बन्धरमरणपूर्वकत्वात्। न च तस्य सर्वज्ञत्वेऽनुमेये किश्चिदव्यभिचारि लिङ्गं पश्यामः। तस्यात्यन्तविप्रकृष्टत्वेन तत्प्रतिबद्धलिङ्गसम्बन्धग्रहणाभावात्।
अथ तस्य सर्वज्ञत्वं विना जगद्वैचित्र्यमनुपपद्यमानं सर्वज्ञत्वमादापादयति इति चेत् ? न, अविनाभावाभावात् । न हि जगद्वैचित्री तत्सार्वज्यं विनान्यथा नोपपन्ना। द्विविधं हि जगत् स्थावरजङ्गमभेदात्। तत्र जङ्गगानां वैचित्र्यं स्वोपात्तशुभाशुभकर्मपरिपाकवशे नैव। स्थावराणां तु सचेतनानामियमेव गतिः । अचेतनानां तु तदुपभोगयोग्यतासाधनत्वेनानादिकालसिद्धमेव वैचित्र्यम् इति॥
નામ :
-
જ્ઞાનમાત્રથી સુખાદિનું સંવેદન અસિદ્ધ આમ આ જ્ઞાન અશુચિમસ્થળે કે નારકાદિસ્થાને જતું ન હોવાથી તમારો ઉપાલંભ યોગ્ય નથી. વળી વસ્તુના જ્ઞાનમાત્રથી કઈ વસ્તુનો શુભાશુભ અનુભવ ઈષ્ટ નથી. અશુચિનું જ્ઞાન થવા માત્રથી તે અશુચિમાં રહેલાં ખરાબ રસાદિનો અનુભવ તમને પણ પ્રતીત નથી. અન્યથા તો પુષ્પમાળા–ચંદન–સ્ત્રી, સ્વાદિષ્ટભોજન વગેરેનાં ચિંતનમાત્રથી જ તેના–તેના ભોગ દ્વારા પ્રાપ્ત થતા સુખાદિનો અનુભવ થશે. અને જીવ તૃપ્ત થઈ જશે. આમ ચિંતનમાત્રથી જ ભોગ આદિ સિદ્ધ થતાં હોય, તો તે-તે કાર્યની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતો દેખાય છે, તે વ્યર્થ થઈ જશે. એટલે સુખાદિ વગેરેનાં સંવેદનમાટે જ્ઞાન આવશ્યક છેવા છતાં જ્ઞાનમાત્રથી સુખ વગેરેનું શું સંવેદન થાય, એ વાત અસિદ્ધ છે. તેથી ઇશ્વરને જ્ઞાન દ્વારા સર્વવ્યાપી માનવામાં દોષ નથી અને ઈશ્વરને પણ અન્યરૂપે સર્વવ્યાપી માનવામાં ઘણા દોષો છે.
“જ્ઞાનની શક્તિથી સર્વગતા" પૂર્વપક્ષ:- જો જ્ઞાન સ્વસ્થાનને છોડી વિષયનાં સ્થળે જતું નથી, તો “ઈશ્વર જ્ઞાનરૂપે સર્વવ્યાપી છે. શિ. તે કથન વિરોધયુક્ત બનશે. કેમ કેનિયતદેશમાં રહેલા ઇશ્વરનું જ્ઞાન પણ નિયતદેશમાં જ રહેનારું થશે. અર્થાત ! ઈશ્વરનું જ્ઞાન પણ સર્વવ્યાપી ન હોવાથી તે રૂપે પણ ઇશ્વર સર્વવ્યાપી નથી. •
ઉત્તરપક્ષ :- અમે આગળ “જ્ઞાનરૂપે ઇશ્વર સર્વગ છે એ સિદ્ધસાધન છે. અર્થાત સિદ્ધ છે.” એમ જે બતાવ્યું તે શક્તિમાત્રને અપેક્ષીને જાણવું. એટલે કે ભગવાનનાં જ્ઞાનની શકિતનાં પ્રદર્શનમાત્રરૂપે તે વચન છે. જેમ કે કોઇકની શાસ્ત્રવિષયક જ્ઞાનશકિતને જોઈને “આની બુદ્ધિ સર્વશાસ્ત્રોમાં પ્રસરેલી છે. એવું વચન વ્યવહારમાં સિદ્ધ છે. આમ શકિતરૂપે ભગવાનનાં જ્ઞાનને સર્વવ્યાપી માનવામાં દોષ નથી. અને જ્ઞાન જ્ઞાનીથી કથંચિત્ અભિન્ન હોવાથી ભગવાનને પણ તે રૂપે સર્વગ માનવામાં વાંધો નથી. (અથવા તે ભગવાનનું જ્ઞાન ત્રિલોકયગત સર્વવસ્તુવિષયક છે. તેથી સર્વવસ્તુઓ જ્ઞાનના વિષય છે. અર્થાત બધા ભાવોમાં જ્ઞાનની વિષયતા છે. આમ વિષયતા સંબંધથી જ્ઞાન સર્વવસ્તુઓનો આશ્રય કરે છે. તેથી વિષયતા સંબંધથી જ્ઞાનનો ત્રણે લોકમાં રહેલી વસ્તુ સાથે સંસર્ગ હેવાથી જ્ઞાનવાન ભગવાન પણ સ્વ (આત્મા)વૃત્તિ (રહેનાર જ્ઞાન)વિષયતા સંબંધથી સર્વપદાર્થમાં વ્યાપ્ત હોવાથી તે રૂપે આ ભગવાનને સર્વવ્યાપી માનવામાં વાંધો નથી.)
પૂર્વપક્ષ :- આ બધી પંચાત કરવા કરતાં જ્ઞાનને પ્રાપ્યકારી જ માનવામાં લાઘવ છે.
ઉત્તરપક્ષ:- જ્ઞાનને પ્રાપ્યકારી માનવું અનુચિત છે. કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે ધર્મ છે. તેથી તે આત્માની બહાર જઈ ન શકે. જો આત્માનો જ્ઞાનગુણ આત્મામાંથી બહાર ચાલ્યો જાય તો આત્મા અચેતન બની જાય. કેમકે આત્મામાં રહેલું ચૈતન્ય જ્ઞાનને આધીન છે. (જ્ઞાનરૂપ લક્ષણ આત્મામાં રહે તો ચૈતન્યરૂપ લક્ષ્ય 8 આત્મામાં રહી શકે. જેમ કે જ્યાં સાનાદિમસ્વરૂપ લક્ષણ રહે ત્યાં ગોત્વરૂપે લક્ષ્ય રહી શકે. જ્ઞાન આત્મામાંથી બહાર ચાલ્યું BA જાય તો આત્મા લક્ષણહીન થશે. અને લક્ષણહીન થવાથી ચૈતન્યરૂપ લક્ષ્યહીન પણ થઈ જશે. તેથી આત્મા અચેતન બની જશે.
કાવ્ય - ૬