Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હિe B - - - - સ્થાકુહમંજરી :* . .
! यच्चास्य पौगलिकत्वनिषेधाय (१) स्पर्शशून्याश्रयत्वात् , (२) अतिनिबिड प्रदेशे प्रवेशनिर्गमयोरप्रतिघातात्, (३)पूर्व पश्चाच्चावयवानुपलब्धेः,(४) सूक्ष्ममूर्तद्रव्यान्तराप्रेरकत्वाद्, (५) गगनगुणत्वात् चेति पञ्चहेतवो यौगैरुपन्यस्ताः, ते
हेत्वाभासाः । तथाहि । शब्दपर्यायस्याश्रयो भाषावर्गणा, न पुनराकाशम् । तत्र च स्पर्शो निर्णीयत एव । यथा शब्दाश्रयः इस ६ स्पर्शवान्, अनुवातप्रतिवातयोर्विप्रकृष्टनिकटशरीरिणोपलभ्यमानानुपलभ्यमानेन्द्रियार्थत्वात् तथाविधगन्धाधारद्रव्यपरमाणुवत् । इति असिद्धः प्रथमः । द्वितीयस्तु गन्धद्रव्येण व्यभिचारादनैकान्तिकः । वय॑मानजात्यकस्तूरिकादि गन्धद्रव्यं हि पिहितद्वारापवरकस्यान्तर्विशति बहिश्च निर्याति, न चापौद्गलिकम् । अथ तत्र सूक्ष्मरन्ध्रसंभवाद् नातिनिबिडत्वम्, अतस्तत्र । तत्प्रवेशनिष्क्रमौ । कथमन्यथोद्घाटितद्वारावस्थायामिव न तदेकार्णवत्वम् । सर्वथा नीरन्धे तु प्रदेशे न तयोः संभवः इति
चेत् ? तर्हि शब्देऽप्येतत्समानम् इत्यसिद्धो हेतुः । तृतीयस्तु तडिल्लतोल्कादिभिरनैकान्तिकः । चतुर्थोऽपि तथैव, ।। गन्धद्रव्यविशेषसूक्ष्मरजोधूमादिभिर्व्यभिचारात् । न हि गन्धद्रव्यादिकमपि नासायां निविशमानं तद्विवरद्वारदेशोद्भिन्नश्मश्रुप्रेरकं| दृश्यते । पञ्चमः पुनः असिद्धः । तथाहि । नगगनगुणः शब्दः, अस्मदादिप्रत्यक्षत्वाद, स्पादिवत् । इति सिद्धः पौगलिकत्वात् । सामान्यविशेषात्मकः शब्द इति ॥
શબ્દની પૌગલિક્તાની સિદ્ધિ નૈયાયિક પૂર્વપક્ષ:- શબ્દ પૌદ્ગલિક નથી, કેમકે (૧)સ્પર્શથી શૂન્યઆશ્રયવાળો છે ( શબ્દનો આશ્રય આકાશ છે.)(૨)અતિનિબિડ પ્રદેશમાં પણ પ્રતિપાત વિના પ્રવેશ અને નિર્ગમ કરે છે. (૩)આગલા-પાછલા અવયવો ઉપલબ્ધ થતાં નથી. (૪)તથા સૂક્ષ્મ મૂર્તદ્રવ્યનો પ્રેરક નથી. અને (૫)આકાશનો ગુણ છે. આમ શબ્દ પૌદ્ગલિક-દ્રવ્યરૂપ સિદ્ધ નથી.
ઉત્તરપક્ષ:- આ અસંગત છે, કેમકે જે પાંચ હેતુઓ બતાવ્યા તે બધા હેત્વાભાસરૂ૫ છે. શબ્દનો આશ્રય આકાશ નથી, પરંતુ ભાષાવર્ગણા છે. (સમાનપ્રદેશિકસ્કોનો સમુદાય વર્ગણા કહેવાય. જે વર્ગણામાં રહેલાં પુદ્ગળસ્કન્ધ શબ્દરૂપે પરિણામ પામી શકે, તે ભાષાવર્ગણા) અને ભાષાવર્ગણા સ્પર્શગુણવાળી છે. તથાહિ-શબ્દનો આશ્રય ( ભાષાવર્ગણા) સ્પર્શયુક્ત છે. કેમકે તે વાયુની દિશામાં દૂર રહેવાની શ્રવણ ઇન્દ્રિયનો વિષય, અને વાયુથી વિપરીત દિશામાં રહેલી નજીકની વ્યક્તિનાં પણ શ્રવણનો અવિષય બને છે, જેમકે ગધના આશ્રયભૂત પરમાણુઓ. (તાત્પર્ય:- જો શબ્દનાં આશ્રયભૂત પરમાણુઓ સ્પર્શહન ોય, તો શબ્દનું શ્રવણ સર્વને થવું જોઈએ, અથવા તો નજીકમાં રહેલાને જ થવું જોઈએ. પરંતુ તેમ થવાને બદલે વાયુની દિશામાં રહેલી દૂરની વ્યક્તિને શ્રવણ થાય અને નજીકમાં પરંતુ વાયુની વિરુદ્ધ દિશામાં રહેલી વ્યક્તિને શ્રવણ ન થાય એવું દેખાય છે, તેથી એમ ઘટી શકે કે વાયુ શબ્દનાં આશ્રયભૂત પુદગળોને વહન કરી જાય છે. અને જેઓની શ્રવણેન્દ્રિયને તે પુદગળો સ્પર્શ કરે તે સાંભળી શકે બીજા નહીં. આમ શબ્દનાં આશ્રયભૂત પુત્રનો સ્પર્શવાળા સિદ્ધ થાય છે.) તેથી પ્રથમહેત અસિદ્ધ થાય છે. તથા બીજે હેત ગન્ધદ્રવ્ય સાથે વ્યભિચારી હોવાથી અનેકાંતિક છે. ઉત્તમ કસ્તૂરી વગેરે ગન્ધદ્રવ્યો બંધદ્વારવાળા ઘરમાં પણ પ્રવેશતા અને તેમાંથી નીકળતા ઉપલબ્ધ થાય છે. આ ગન્ધદ્રવ્યો પૌદ્ગલિક છે તે સિદ્ધ જ છે.
શંકા:- ત્યાં સૂક્ષ્મ કાણાં લેવાથી અતિનિબિડતા નથી. તેથી ત્યાં ગન્ધપરમાણુઓ પ્રવેશ-નિર્ગમ કરી, કરી શકે. છતાં ખુવાદ્વારની જેમ બંધદ્વારવાળા ઘરમાં ગન્ધનો અખંડપ્રવાહનથી ચાલતો. કેમકે બંધદ્વારમાં થોડી
નિબિડતાલેવાથી ગન્ધદ્રવ્યનાં પ્રવેશ નિર્ગમમાં કંઇક અવરોધ કરે જ છે. સર્વથાછિદ્ર વિનાનાં પ્રદેશમાં ગંધદ્રવ્યના છે પ્રવેશનિર્ગમ સંભવતા નથી.
સમાધાન:- આ જ ઉત્તર શબ્દમાટે પણ તુલ્ય છે, કેમકે સર્વથા છિદ્ર વિનાનાં પ્રદેશમાં તો શબ્દનાં પણ પ્રવેશ-નિર્ગમને પ્રતિઘાત થાય જ છે. (તથા સામાન્યથી બંધ રહેલાં દ્વારમાં પણ સૂક્ષ્મ છિદ્રોને કારણે જ શબ્દ પ્રવેશ પામે
શબ્દની પૌલિક્તાની સિદ્ધિ
**
*
============
::
::
:ItS9
:
: