________________
ચાલાકી अधुना क्षणिकवादिन ऐहिकामुष्मिकव्यवहारानुपपन्नार्थसमर्थनमविमृश्यकारितं दर्शयन्नाहकृतप्रणाशाकृतकमभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् ।। उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ॥१८॥
कृतप्रणाशदोषम्, अकृतकर्मभोगदोषम्, भवभङ्गदोषम्, प्रमोक्षभङ्गदोषम्, स्मृतिभङ्गदोषमित्येतान् दोषान् । साक्षादित्यनुभवसिद्धान् । उपेक्ष्य अनादृत्य । साक्षात् कुर्वन्नपि गजनिमीलिकामवलम्बमानः। सर्वभावानां क्षणभङ्गम्उदयानन्तरविनाशरूपां क्षणक्षयिताम् । इच्छन् प्रतिपद्यमानः ते तव । पर:=प्रतिपक्षी वैनाशिकः सौगत इत्यर्थः । अहो महासाहसिकः सहसा अविमर्शात्मकेन बलेन वर्तते साहसिकः । भाविनमर्थमविभाव्य यः प्रवर्तते स एवमुच्यते । महांश्चासौ साहसिकश्च महासाहसिकोऽत्यन्तमविमृश्य प्रवृत्तिकारी। इति मुकुलितार्थः ॥
ક્ષણિકવાદનું ખંડન
શ ણિકવાદીઓ જે વ્યવસ્થા સ્વીકારે છે, તેનાથી આલૌકિક અને પારલૌકિકવ્યવહાર અનુ૫૫ન્ન બને છે, તેથી તેઓની કલ્પના અવિચારી છે એમ બતાવતા કવિ કહે છે.
કાવ્યાર્થિ:- (૧) કૃતનાશ (૨)અકૃતકર્મભોગ (૩)ભવભંગ (૪) મોક્ષભંગ અને (૫) સ્મૃતિભંગ- સાક્ષાત અનુભવાતા આ પાંય દોષોની ઉપેક્ષા કરીને માત્ર ક્ષણભંગ (ક્ષણિકતા) ની જે ઈચ્છા રાખનાર તારાથી પર (=સૌગત) ખરેખર મહાસાહસિક છે. અર્થાત અત્યંત અવિમુશ્યકારી છે.
(૧) કરેલાં કર્મોનો ધ્વંસ, (૨) નહિ આચરેલા કર્મનો ભોગ (૩)સંસારલોપ દોષ (૪)મોક્ષના અભાવનો દોષ તથા (૫)સ્મૃતિની અસિદ્ધિ આ પાંચ દોષો ક્ષણક્ષયવાદ સ્વીકારવામાં આવે છે. જયારે કૃતકર્મનો ભોગ, અકૃતકર્મનો અભોગ, સંસાર, મોક્ષ અને સ્મૃતિ આ પાંચ સાક્ષાત ( અનુભવ) સિદ્ધ છે. “ગજનિમીલિકા ને અવલંબી તારાથી પર (=સૌગત) ઉપરોક્ત પાંચ દોષોનો અનાદર કરે છે, અને સર્વ ભાવોનાં ઉદયાત્તર વિનાશરૂપ ક્ષણક્ષયવાદને સ્વીકારે છે. ભાવીના ભાવનો વિચાર કર્યા વિના જે પ્રવર્તે તે સાહસિક કહેવાય. આ સૌગત તો મહાસાહસિક = અત્યંતઅવિમુશ્યકારી છે. આ સંક્ષિપ્ત અર્થ થયો.
* ક્ષણિકવાદમાં કૂતપ્રણાશ-અક્તભોગ દોષો વિસ્તૃતાર્થ આ છે- બૌદ્ધો જ્ઞાનક્ષણપરંપરામાત્રરૂપે જ આત્માને માને છે. પરંતુ મોતીના દાણાઓનાં સમુદાયને જોડનાર એકસૂતરના દોરાની જેમ બધી જ્ઞાનક્ષણોમાં સંબંધિત થનાર કોઈક એકને આત્મા તરીકે
સ્વીકારતા નથી. એટલે કે આ મતે દરેક જ્ઞાનક્ષણ અલગ અલગ આત્મા છે. પરંતુ તે જ્ઞાનક્ષણોથી કથંચિત ભિન્ન તે બધાના આધારભૂત અને અન્વયી એવો એક આત્મા નથી. તેથી આ મતે દેવદત્તાદિવ્યક્તિના શરીરમાં અધિષ્ઠિત એક આત્મા નથી. પરંતુ સદેશ જ્ઞાનક્ષણોરૂ૫ અસંખ્યઆત્માઓ શરીરયાવતકાળમાં શરીરમાં ઉત્પન્ન થઇ વિનાશ પામે છે. આ બધી જ્ઞાનક્ષણો એકસંતાનગત કહેવાય છે. આ દરેક જ્ઞાનક્ષણ ક્ષણિક છે. અને સમાનસંતાનગત પણ પૂર્વોત્તર છે. જ્ઞાનક્ષણો પરસ્પરથી અત્યંત ભિન્ન છે. તેથી આ મતે જ્ઞાનક્ષણદ્વારા જે શુભાશુભ અનુષ્ઠાન કરાયું હેય, તે છે
અનુષ્ઠાનના શુભાશુભ ફળનો ઉપભોગ તે જ્ઞાનક્ષણ કરી શકે નહિ કેમકે તે જ્ઞાનક્ષણનો ઉત્પત્યુનત્તર જ નિરન્વય નાશ થઇ જાય છે. તાત્પર્ય:- જે ક્ષણે જે શુભાશુભકિયા થઈ, તેનું ફળ તે ક્રિયાકાળે મળતું નથી ?
१. गजो नेत्रे निमील्य जलपानादि करोति नेत्रनिमीलनेन न किंचित्करोमीति भावयति च, तद्वदयं वादी कृतप्रणाशादीन् दोषान् साक्षादनुभवन् । इस सर्वभावानां क्षणभङ्गरतां प्रतिपद्यते ।
ક્ષણિકવાદનું ખંડન સિટી 231)