________________
***
8િ xlii .i s. મ્યાકુષ્ઠમંજરી sadgeaning and
विवृतार्थस्त्वयम् । बौद्धा बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमामनन्ति न पुनर्गौक्तिककणनिकरानुस्यूतैकसूत्रवत् । तदन्वयिनमेकम् । तन्मते, येन ज्ञानक्षणेन सदनुष्ठानमसदनुष्ठानं वा कृतम् तस्य निरन्वयविनाशान्न तत्फलोपभोगः । यस्य च फलोपभोगः, तेन तत् कर्म न कृतम् । इति प्राच्यज्ञानक्षणस्य कृतप्रणाशः स्वकृतकर्मफलानुपभोगात्, उत्तरज्ञानक्षणस्य
चाकृतकर्मभोगः, स्वयमकृतस्य परकृतस्य कर्मणः फलोपभोगादिति । अत्र च कर्मशब्दः उभयत्रापि योज्यः, तेन कृतप्रणाश BE इत्यस्य कृतकर्मप्रणाश इत्यर्थो दृश्यः । बन्धानुलोम्याच्चेत्थमुपन्यासः ॥
**
*
જ
પણ અમુક કાળ પસાર થયા બાદ જ મળે છે. જયારે ક્રિયા કરનાર જ્ઞાનક્ષણ તો તત્કાળે જ સર્વથા વિનાશ પામે છે. તેથી ક્રિયા (કર્મ)નો કર્તા સ્વકૃતકર્મનો ઉપભોગ કરી શકતો નથી. તેથી પોતાના માટે કરાયેલું તે કર્મ નાશ થયેલું ઈ કૃતકર્મનાશ દોષ આવે.
વળી ઉત્તર જ્ઞાનક્ષણ જે ફળ ભોગવે છે તે ફળ પોતે કરેલા કર્મનું નથી. પરંતુ પૂર્વની જ્ઞાનક્ષણ દ્વારા કરાયેલા કર્મનું છે. કેમકે તે ફળજનકકર્મકાળે પોતાનું અસ્તિત્વ જ હતું નહિ. તેથી અન્યતકર્મનો ભોગ ઇઅકૃતકર્મનાં ભોગનો દોષ પણ હાજર છે. અહીં કાવ્યમાં કર્મ' શબ્દ ઉભયત્ર જોડવાનો છે. તેથી “કૃતપ્રણાશ' શબ્દનો “કૃતકર્મપ્રણાશ' એવો અર્થ જોવો, શ્લોકની રચનાની અનુકૂળતા અને છંદભંગ ન થાય તે માટે આમ પ્રયોગ, કરેલ છે.
ભવભંગદોષ ભવ-સંસાર. તેનો ભંગ-વિલોપ. ક્ષણિકવાદમાં આ દોષ આવે છે, અર્થાત પરલોકનાં અભાવનો પ્રસંગ : છે. કેમકે પરલોકમાં જનાર કોઇ વ્યક્તિ પ્રાપ્ત થતી નથી. પૂર્વ જન્મે કરેલાં કર્મનાં અનુસારે પરલોક પ્રાપ્ત છે થાય. પરંતુ જે પ્રાચીનક્ષણો કર્મ કરે છે, તેઓ પોતે ત્યાં જ નાશ પામે છે પણ તે કર્મનાં અનુસાર પ્રાપ્ત થનાર છું પરભવજન્મને અનુભવવા વિદ્યમાન રહેતી નથી. તેથી જન્માક્તરમાં શી રીતે પૂર્વકૃતકર્મને ભોગવી શકે?
ભવાંતરની સિદ્ધિઅર્થે મોક્ષાકરગુપ્તનામનાં બૌદ્ધચાર્યઅનુમાન દર્શાવ્યું છે. જે ચિત્ત ધ્યેયને ચિત્તાન્તર (બીજા ચિત્ત)નું પ્રતિસંધાન કરે છે, જેમકે વર્તમાનકાલીન ચિત્ત. મરણકાળભાવ ચિત્ત પણ ચિત્ત છે” અથોત વર્તમાનક્ષણમાં ઉપલબ્ધ થતું ચિત્ત ઉત્તરક્ષણભાવી ચિત્ત સાથે સંલગ્ન થાય છે તે સિદ્ધ છે. અને મરણ કાળે પણ ચિત્ત તો ય જ છે. અહીં અનુમાનપ્રયોગ-મરણકાળભાવચિન ચિત્તાન્સરનું પ્રતિસંધાન કરે છું |છે કેમકે ચિત્ત છે (આ સ્વભાવ છેજેમકે વર્તમાનકાલીન ચિત્ત” તેથી આ સંતાનનાં ચરમ ક્ષણભાવી | ચિત્તનું નવા ઉત્પન્ન થનારા સંતાનના આક્ષણભાવી ચિત્ત સાથે પ્રતિસંધાન થાય છે તેમ સિદ્ધ થાય છે. અને આનાથી જ જન્માન્તર ( ભવાંતર) ની સિદ્ધિ થાય છે, અર્થાત પરલોકાત્મકસંસારની પરંપરા સિદ્ધ થાય છે. અને “મરણક્ષણભાવી ચિત્તનો ચિત્તાન્તરસાથે પ્રતિસંધાનનો નિરોધ" જ મોક્ષરૂપ છે.
ઉત્તરપક્ષ:- આ અનુમાન વ્યર્થ છે. ચિત્તક્ષણો નિરવયનાશ પામે છે એમ તમને અભિમત છે. તેથી પૂર્વેક્ષણસ્થિતચિત્ત ઉત્તરક્ષણચિત્ત સાથે સંલગ્ન થઇ શકે નહિ. પૂર્વેક્ષણચિત્તનું ઉત્તરક્ષણચિત્તસાથે પ્રતિસંધાન
તોજ થઈ શકે, જો તે નિરન્વયનાશ પામતું ન હોય, કેમકે બે અવસ્થિત વસ્તુઓનું પ્રતિસંધાન એ બંનેમાંથી ફરી અનુગામી એવી કોઇ ત્રીજી વ્યક્તિ દ્વારા થઇ શકે, જેમ કે બે મોતી વચ્ચે સંબંધ, એ બંનેથી ભિન્ન અને બંનેમાં B પ્રવિટ એવો દોરો કરે છે. આમ બે ભિન્નક્ષણિકચિત્તો વચ્ચે પ્રતિસંધાન એ બંનેથી કથંચિત ભિન્ન અને બંનેમાં
અનુપ્રવિટ એવી કોઈ ત્રીજી વ્યક્તિ કરે છે, તેમ સ્વીકારવું જોઇએ. આ ત્રીજી વ્યક્તિ તરીકે અહીં અન્વયી છે એવો આત્મા જ ઈષ્ટ છે. આમ બે ચિત્તવચ્ચેનાં પ્રતિસંધાનના સાધક પૂર્વોક્ત અનુમાનદ્વારા અર્થાપત્તથી તો
*
૪:::::::::::::
કાવ્ય-૧૮