________________
- યાતામંજરી
अपि च, व्यस्ते समस्ते वैते ग्रहणकारणं स्याताम् । यदि व्यस्ते, तदा कपालाद्यक्षणो घटान्त्यक्षणस्य, जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः प्राप्नोति, यथासंख्यं तदुत्पत्तेः तदाकारत्वाच्च । अथ समस्ते, तर्हि घटोत्तरक्षणः पूर्वघटक्षणस्य ग्राहकः प्रसजति, तयोरुभयोरपि सद्भावात् । ज्ञानरूपत्वे सत्येते ग्रहणकारणमिति चेत् ? तर्हि समानजातीयज्ञानस्य समनन्तरज्ञानग्राहकत्वं प्रसज्येत, तयोर्जन्यजनकभावसद्भावात् । तन्न योग्यतामन्तरेणान्यद् ग्रहणकारणं पश्याम इति ॥
अथोत्तरार्द्धं व्याख्यातुमुपक्रम्यते । तत्र च बाह्यार्थनिरपेक्षं ज्ञानाद्वैतमेव ये बौद्धविशेषा मन्वते तेषां प्रतिक्षेपः । तन्मतं चेदम् । ग्राह्यग्राहकादिकलङ्कानङ्कितं निष्प्रपञ्चं ज्ञानमात्रं परमार्थसत् । बाह्यार्थस्तु विचारमेव न क्षमते । तथाहि । कोऽयं
1
‘અર્થનાં આકારના ધારકપણું' નહિ પરંતુ ‘અર્થવિશેષને ગ્રહણ કરવાનો જ્ઞાનનો પરિણામ’ એવો અર્થ યોગ્ય છે. તેથી “જ્ઞાનની અર્થાકારતા વિના જ્ઞાન અર્થસાથે જોડાતું નથી. (=જ્ઞાનનો વિષય અર્થ બનતો નથી ) માટે પમેયનાં બોધમાં અર્થોકારતા જ પ્રમાણ છે" એ વચન નિરસ્ત થયેલું સમજવું.
તદુત્પત્તિ-તદાકારના સર્વ પ્રકારે અકારણ
જ્ઞાન પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે (તદુત્પત્તિ ) અને પદાર્થના આકારને ધારણ કરે છે (તાકાર)’ ઇત્યાદિ જે કહ્યું, તેમાં તદુત્પત્તિ અને તદાકારતા આ બન્ને અર્થનાં બોધમાં અલગ-અલગ સ્વતંત્ર કારણ છે કે સમુદિત કારણ છે ? જો વ્યસ્ત = સ્વતંત્ર કારણ હોય, તો “જેની જે પદાર્થમાંથી ઉત્પત્તિ ધ્યેય અથવા જેમાં જે પદાર્થની સદેશતા હોય તે પદાર્થનો ગ્રાહક -બોધ કરનાર તે બને" એવો નિયમ બનશે. તેથી ધટઅન્ય ક્ષણમાંથી ઉત્પન્ન થયેલી કપાળઆક્ષણ તદુત્પત્તિનાં યોગથી ધટઅન્ત્યક્ષણનો બોધ કરશે. અને આકાશમાં ૨હેલાં ચંદ્રની સદેશતા = આકારતાને કારણે જળમાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર આકાશચંદ્રનો બોધ કરશે એવી આપત્તિ આવશે. જો, આ બન્ને સમુદિતકારણ ોય, તો ધટઉત્તરક્ષણ ધટપૂર્વક્ષણમાંથી ઉત્પન્ન થઇ છે. તથા ધટપૂર્વક્ષણનાં સમાનઆકારની ધારક છે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા આ બન્ને હોવાથી ધટઉત્તરક્ષણને ધટપૂર્વક્ષણનું જ્ઞાન થવું જોઇએ.
પૂર્વપક્ષ :– અમે અહીં જ્ઞાનરૂપ આ બન્નેને (તદુત્પત્તિ-તદાકારતાને)બોધનાં કારણ માન્યા છે. કપાળ આધક્ષણાદિમાં રહેલી તદુત્પત્તિવગેરે જ્ઞાનરૂપ નથી. તેથી તેવી તદુત્પત્તિવગેરે જ્ઞાનના કારણ બની ન શકે.
ઉત્તરપક્ષ :– તો પણ પૂર્વક્ષણવર્તી જ્ઞાનનું સમનન્તરજ્ઞાન = ઉત્તરક્ષણે ઉત્પન્ન થતું જ્ઞાન પૂર્વવર્તી સજાતીય જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે અને તદાકાર છે. તથા આ તદુત્પત્તિ અને તદાકારતા જ્ઞાનરૂપ છે. તેથી આ સમનન્તરજ્ઞાન સજાતીયપૂર્વક્ષણવૃત્તિજ્ઞાનનો બોધ કરે છે તેમ માનવાનો પ્રસંગ આવશે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા વ્યવસ્થા થઇ શકે તેમ નથી. તેથી બોધનું ક્ષયોપશમરૂપ યોગ્યતાને છોડી બીજુ કોઇ કારણ અમને દેખાતું નથી.
જ્ઞાનાદ્વૈતમતે બાહ્યાર્થનો અભાવ
કાવ્યનાં ઉત્તરાર્ધમાં જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધમતનું નિરાકરણ કર્યું છે. જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધમત આ પ્રમાણે છે. ગ્રાહ્ય = વિષય. ગ્રાહક = તે વિષયનું જ્ઞાનવગેરે લેબલ વિનાનું તથા સર્વ પ્રપંચ (= વિસ્તાર) થી રહિત જ્ઞાનમાત્ર જ (=નિર્વિષયજ્ઞાન જ )પરમાર્થસત્ = વાસ્તવિક સત્વસ્તુ છે. કારણ કે બાહ્યપદાર્થ વિચારનો વિષય બની શકતો નથી. તે આ પ્રમાણે – બાહ્યઅર્થ શું છે? પરમાણુરૂપ છે કે સ્થૂળઅવયવીરૂપ છે? બાહ્યાર્થને પરમાણુરૂપ માની શકાય નહિ, કારણ કે તેમાં પ્રમાણનો અભાવ છે. પ્રમાણ બે છે. (બૌદ્ધોએ ઉપમાન શબ્દદિને સ્વતંત્ર પ્રમાણ
કાવ્ય-૧૬
204