Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જી
::
:::::::::
કા
ચાલાકી ___ तथा साधनोपादानपरिवर्जनद्वारेण हिताहितप्राप्तिपरिहारसमर्था चेष्टा प्रयत्नपूर्विका विशिष्टक्रियात्वात्, । रथक्रियावत्। शरीरं च प्रयत्नवदधिष्ठितम्, विशिष्टक्रियाश्रयत्वात्, रथवत् । यश्चास्याधिष्ठाता स आत्मा, सारथिवत्। तथात्रैव पक्षे इच्छापूर्वकविकृतवाय्वाश्रयत्वाद् भस्त्रावत् । वायुश्च प्राणापानादिः । यश्चास्याधिष्ठाता स आत्मा, भस्त्राध्यापयितृवत् । तथात्रैव पक्षे, इच्छाधीननिमेषोन्मेषवदवयवयोगित्वाद, दास्यन्त्रवत् । तथा शरीरस्य । वृद्धिक्षतभग्नसंरोहणं च प्रयत्नवत्कृतम्, वृद्धिक्षतभग्नसंरोहणत्वाद्, गृहवृद्धिक्षतभग्नसंरोहणवत् । वृक्षादिगतेन वृद्ध्यादिना व्यभिचार इति चेत् ? न । तेषामपि एकेन्द्रियजन्तुत्वेन सात्मकत्वात् । यश्चैषां कर्ता, स आत्मा, गृहपतिवत् । वृक्षादीनां च सात्मकत्वमार्चाराङ्गादेरवसेयम् । किंचिद्वक्ष्यते च ॥ શરીરની નિયતદિશામાં ગત્યાદિચેષ્ટા આત્માના પ્રયત્નપૂર્વક છે. (૨) “શરીર પ્રયત્નવાનથી અધિછિત છે કેમકે gિ વિશિષ્ટક્રિયાનું આશ્રય છે જેમકે રથ” અર્થાત શરીરમાં થતી અનુકૂળગત્યાદિ વિશિષ્ટક્રિયાઓ કોઇકના સમજણપૂર્વકના પ્રયત્ન વિના સંભવે નહિ. જેમ ઉન્માર્ગનો ત્યાગ કરી માર્ગમાં ગમનરૂપ જે વિશિષ્ટક્રિયા રથમાં હું થાય છે, તેના દ્વારા “તેરથ કુશળસારથિથી અધિષ્ઠિત છે. એવું જ્ઞાન થાય છે. તેમ “વિશિષ્ટચેષ્ટાવાળા શરીરમાં આત્મા રહેલો છે એવું અનુમાન કરી શકાય. (૩) તથા “શરીર પ્રયત્નવાન (આત્મા) થી અધિષ્ઠિત છે કેમકે ઈચ્છાપૂર્વકવિકુતવાયુવાળું છે, જેમકે ધમની.” જેમ કોઈ પુરુષ વાયુદ્વારા ધમનીને ફૂંકે છે. તેમ શરીરને પ્રાણાપાનઆદિ વાયુદ્વારા ધમાવનાર તરીકે આત્મા સિદ્ધ થાય છે. (૪)શરીર પ્રયત્નવાન (-આત્મા) થી અધિષ્ઠિત છે. કેમકે ઈચ્છાથી ઉઘાડબંધ થતી આંખથી યુક્ત છે. જેમકે લાકડાનું યંત્ર” જેમ લાકડાના મશીનથી બનેલાં રમકડામાં થતી ચેષ્ટા કર્તાને આધીન છે. તેમ શરીરના એક ભાગરૂપ આંખમાં થતી ક્રિયા કર્તા તરીકે આત્માનું સૂચન કરે છે. (૫) “શરીરની વૃદ્ધિનહાનિ તથા “ઘાનું ઝવું, વગેરે કાર્યો પ્રયત્નવાન (આત્મા) થી કરાય છેકેમકે તેઓ વૃદ્ધિહાનિ, ઘાનું રૂઝવું, વગેરરૂપ છે. જેમકે ઘરની વૃદ્ધિવગેરે.” ઘર બનાવવું તથા જીર્ણ ઘરની મરામત કરવી વગેરે કાર્યો કર્તા દ્વારા થાય છે. તેમ શરીર બનાવવું, વધારવું તથા ઘાવાળાશરીરની મરામત કરવી વગેરે કાર્યો કર્તા તરીકે આત્માને સિદ્ધ કરે છે.
શંકાં - આત્માથી રહિત વૃક્ષવગેરેમાં પણ વૃદ્ધિવગેરે દેખાય છે. તેથી શરીરગત વૃદ્ધિઆદિથી તે સાત્મક જ છે.' તેવો નિયમ થઈ ન શકે.
સમાધાન :- વૃદ્ધિવગેરે પામતા વૃક્ષો પણ એકેન્દ્રિયજીવોથી યુક્ત હેવાથી સાત્મક જ છે. તેથી પૂર્વોક્ત નિયમમાં વ્યભિચાર નથી. વૃક્ષવગેરે એકન્દ્રિયજીવોથી યુક્ત છે એ વાત આચારાંગવગેરે આગમમાં દર્શાવેલી છે. અહીં પણ કંઈક કહેવામાં આવશે (૬)“મન પ્રેર્યછે. કેમકે તેમાં અભિમતવિષય સાથેના સંબંધમાંનિમિત્તભૂત ક્રિયા થાય છે. જેમકે બાળકનાં હાથમાં રહેલો ડો.” ભીંતસાથેના સંયોગમાં કારણભૂત વેગક્રિયા દડામાં થાય છે. પણ તે ક્રિયા બાળક ને દડાને ફેકે, તો આવે છે. આમ દડો જેમ પ્રેર્યા છે, તો પ્રેરક તરીકે બાળક છે. તેમ મન, પણ જૂદા-જૂઘ વિષયમાં જતું દેખાય છે. તેનાથી મનને વિષયોમાં મોકલનાર તરીકે “આત્મા' સિદ્ધ થાય
છે. તથા (૭) “ આત્મા ચેતન, ક્ષેત્રજ્ઞ, જીવ, પુરુષ વગેરે પર્યાયવાચી નામો નિર્વિષય નથી. કેમકે તેઓ આ પર્યાયવાચી છે. જેમકે ઘટ, કૂટ, કલશવગેરેપર્યાયો" છઠ્ઠા ભૂતનો અભાવ છેવાથી તેના પર્યાયવાચી નામો નથી. આવ્યતિરેકદેટાંત છે. ઘટ,કલશવગેરે જૂદા-જૂદાનામોથી એક જ, કબુગ્રીવાદિમાન પદાર્થનું જ્ઞાન થતું હોવાથી શું? આ બધા નામો પર્યાયવાચી કહેવાય છે. આવા પર્યાયવાચી નામો જગતમાં વિદ્યમાન વસ્તુના જ સંભવી શકે છે અસત વસ્તુના નહિ. એટલે કે જેના પર્યાયવાચી નામો હોય તે સત વસ્તુ હોય તેવી વ્યાપ્તિ છે. આત્માનાં ૧. ગાવાર સૂતજીંપે ૧-૧
કાવ્ય-૧૭.
ફ્રી
૪:::::::::::::