Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યા મંજરી
तथा प्रेर्यं मनः, अभिमतविषयसम्बन्धनिमित्तक्रियाश्रयत्वाद्, दारकहस्तगतगोलकवत् । यश्चास्य प्रेरकः स आत्मा इति । तथा . आत्मचेतनक्षेत्रज्ञजीवपुरुषादयः पर्याया न निर्विषयाः पर्यायत्वाद्, घटकुटकलशादिपर्यायवत्। व्यतिरेके षष्ठभूतादि । यश्चैषां विषयः स आत्मा । तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं न व्यभिचरति, यथा घटादिः । व्यतिरेके खरविषाणनभोऽम्भोस्हादयः । तथा सुखादीनि द्रव्याश्रितानि, गुणत्वाद्, रूपवत् । योऽसौ गुणी स आत्मा । इत्यादिलिङ्गानि । तस्मादनुमानतोऽप्यात्मा सिद्धः ॥
आगमानां च येषां पूर्वापरविरुद्धार्थत्वम् तेषामप्रामाण्यमेव । यस्त्वाप्तप्रणीत आगमः स प्रमाणमेव, कषच्छेदतापलक्षणोपाधित्रयविशुद्धत्वात् । कषादीनां च स्वरूपं पुरस्ताद्वक्ष्यामः । न च वाच्यमाप्तः क्षीणसर्वदोषः तथाविधं चाप्तत्वं कस्यापि नास्तीति यतो रागादयः कस्यचिदत्यन्तमुच्छिद्यन्ते, अस्मदादिषु तदुच्छेदप्रकर्षापकर्षोपलम्भात्, सूर्याद्यावारकजलदपटलवत् । तथा चाहुः - "देशतो नाशिनो भावा दृष्टा निखिलनश्वराः । मेघपङ्क्त्यादयो यद्वत् एवं रागादयो मताः ॥” इति । यस्य च निरवयवतयैते विलीनाः स एवाप्तो भगवान् सर्वज्ञः ॥
પણ ચેતનવગેરે પર્યાયવાચી નામ છે. તેથી એ પણ સત્ વસ્તુ છે એમ સિદ્ધ થાય છે. (૮) વળી આત્મા અસમસ્તશુદ્ધપર્યાય (=નામ) થી વાચ્ય છે. અર્થાત્ સમાસ નહિ પામેલાં સાર્થક શબ્દો આત્માનાં વાચક છે. જેવા કે જીવ, આત્મા, ચેતન વગેરે. જેઓ અસાંકેતિકશુદ્ધપદથી વાચ્ય હોય, તેઓ સત્ હોય છે. શુદ્ધ = અસામાસિક. અસાંકેતિક = વ્યુત્પત્તિવાળું. ‘ડિત્ય’વગેરે શબ્દો શુદ્ધ હોવા છતાં વ્યુત્પત્તિવાળા નથી. અને ‘ખપુષ્પ’ ‘ખરવિષાણ’ વગેરે શબ્દો વ્યુત્પત્તિવાળા હોવા છતાં શુદ્ધ નથી. કેમકે ખ' (=આકાશ) અને ‘પુષ્પ’ તથા ‘ખર’(=ગધેડો)અને ‘વિષાણ’ (=શીંગડું) ઇત્યાદિ શબ્દોનાં સમાસથી બનેલા છે. તેથી ડિસ્થાદિશબ્દો અને ખપુષ્પાદિશબ્દોથી વાચ્ય વસ્તુ નહોય તેમ સંભવી શકે. પરંતુ ધટવગેરે શબ્દોની જેમ ‘આત્મા’વગેરે શબ્દો વ્યુત્પત્તિવાળા અને અસામાસિક છે. તેથી તેનાથી વાચ્ય વસ્તુ અવશ્ય વિદ્યમાન હોવી જ જોઇએ.' (૯) તથા “સુખ” વગેરે ધર્મો દ્રવ્યને આશ્રયી રહ્યા છે, કેમકે ગુણરૂપ છે, જેમકે રૂપ. તેથી સુખાદિગુણવાળો આત્મા સિદ્ધ થાય છે. સુખવગેરે અમૂર્ત હોવાથી તેઓને મૂર્તશરીરનાં ગુણ માની શકાય નહીં. આ બધા વગેરે આત્મસાધક લિંગો છે. આમ અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે.
આગમથી આત્મસિદ્ધિ
તથા ‘આગમો ૫રસ્પર વિરૂદ્ધઅર્થવાળા હોવાથી અપ્રમાણ છે • ઇત્યાદિવચન પણ અસંગત છે. કેમકે કષ‚ છેદ અને તાપરૂપ ત્રણપરીક્ષાથી શુદ્ધ હોવાથી આપ્તપ્રણીતઆગમ પ્રમાણભૂત જ છે. • પૂર્વાપર વિરૂદ્ધઅર્થવાળા અન્યકૃતઆગમો અપ્રમાણ છે' એમ તો અમને પણ ઇષ્ટ જ છે. ‘કષ' વગેરે પરીક્ષાનું સ્વરૂપ
આગળ બતાવાશે.
શંકા :– જે બધા દોષોથી રહિત હોય, તે આપ્ત કહેવાય. પરંતુ કોઇના પણ બધા દોષોનો ક્ષય દેખાતો નથી. તેથી કોઇ આપ્ત ન ોવાથી કોઇના વચન પ્રમાણ નથી.
સમાધાન :- આપણામાં રાગાદિોષોનો ઓછાવત્તા પ્રમાણમાં ક્ષય દેખાય છે. તેનાથી અનુમાન થાય છે કે “કોઇકના રાગાદિદોષોનો સર્વથા ક્ષય થાય છે. જેમકે સૂર્યને ઢાંકનાર વાદળાઓ ઓછાવત્તાપ્રમાણમાં દૂર થાય છે તો સર્વથા દૂર થતાં દેખાય છે ” કહ્યું જ છે કે “વાદળાની પંક્તિની જેમ જેઓ દેશથી નાશ પામે છે તેઓ સર્વથા વિનાશ પામે છે. રાગાદિ પણ દેશથી નાશ પામે છે. તેથી તેઓ પણ સર્વથા નાશ પામી શકે.” જેના રાગાદિ સર્વથા વિલીન થયા છે તે આપ્ત અને સર્વજ્ઞ છે.
આગમથી આત્મસિદ્ધિ
8227|