Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::::
8 t: ils: * * . . . સ્થા[મંજરી यदप्युक्तं तस्याव्यभिचारि लिङ्गां किमपि नोपलभ्यत इति तदप्यसारं । साध्याविनाभाविनोऽनेकस्य लिङ्गस्य इस तत्रोपलब्धे। तथाहि ।रूपाद्युपलब्धिः सकर्तृका, क्रियात्वात्, छिदिक्रियावत् । यश्चास्याः कर्ता स आत्मा । न
चात्र चक्षुरादीनां कर्तृत्वम् । तेषां कुठारादिवत् करणत्वेनास्वतंत्रत्वात् । करणत्वं चैषां पौगलिकत्वेनाचेतनत्वात इस परप्रेर्यत्वात्, प्रयोक्तृव्यापारनिरपेक्षप्रवृत्त्यभावात् । यदि हि इन्द्रियाणामेव कर्तृत्वं स्यात्, तदा तेषु विनष्टेषु
पूर्वानुभूतार्थस्मृतेः मया दृष्टम्, स्पृष्टम्, आस्वादितम्, श्रुतम् इति प्रत्ययानामेककर्तृकत्वप्रतिपत्तेश्च कुतः संभवः । किञ्च, इन्द्रियाणां स्वस्वविषयनियतत्वेन रूपरसयोः साहचर्यप्रतीतौ न सामर्थ्यम् । अस्ति च तथाविधफलादे रूपग्रहणानन्तरं तत्सहचरितरसानुस्मरणम्, दन्तोदकसंप्लवान्यथानुपपत्तेः । तस्मादुभयोर्गवाक्षयोरन्तर्गतः प्रेक्षक इव द्वाभ्यामिन्द्रियाभ्यां रूपरसयोर्दर्शी कश्चिदेकोऽनुमीयते । तस्मात्करणान्येतानि यश्चैषां व्यापारयिता स आत्मा ॥ તે પણ તેની વ્યક્તિ કઘચિત જ છે.)
અનુમાનથી આત્મસિદ્ધિ આત્મા અનુમાનથી પણ સિદ્ધનથી' એમ સિદ્ધ કરતી વખતે પૂર્વપક્ષે “અવ્યભિચારી લિંગનો અભાવ હેતું દર્શાવ્યો. પરંતુ તે અસિદ્ધ છે. કારણ કે, સાધ્યને અવિનાભાવી અનેક લિંગો ઉપલબ્ધ થાય છે. તે આ આ પ્રમાણે- “રૂપાદિનું જ્ઞાન સકર્તીક છે, કેમકે ક્રિયારૂપ છે જેમકે છેદનક્રિયા' અહીં જે કર્તા છે, તે આત્મા છે.
શંકા:- જ્ઞાનક્રિયા સકર્તક સંગત છે. પરંતુ આત્માને તેના કર્તા માનવાની જરૂર નથી. કેમકે ચક્ષુવગેરે ઇન્દ્રિયો કર્તા તરીકે પ્રત્યક્ષઉપલબ્ધ છે.
સમાધાન :- ચક્ષુવગેરેઈન્દ્રિયો જ્ઞાનક્રિયામાં હેત છે, પરંતુ તેઓ કુલડાની જેમ કરણ હોવાથી અસ્વતંત્ર છે. ચવગેરેઈન્દ્રિયો આ હેતુઓથી કરણ તરીકે નિશ્ચિત થાય છે–ચક્ષવગેરે કુલડાની જેમ (૧) પૌદ્ગળિક લેવાથી અચેતન છે. (૨)બીજાની પ્રેરણાથી સ્વકાર્ય કરે છે. તથા (૩) પ્રયોજક કર્તાની ચેષ્ટા વિના પ્રવૃત્તિ કરતા નથી. (કર્તા (૧)ચેતન હોય છે, (૨) અન્યની પ્રેરણા વિના પણ કાર્ય કરનારા હોય છે, અને (૩)તે કર્તાને પોતાની આ પ્રવૃત્તિમાં બીજા પ્રયોજકકર્તાની પ્રવૃત્તિની આવશ્યકતા હંમેશા લેતી નથી.) વળી જો ઇન્દ્રિયો જ જ્ઞાનાદિક્રિયાનાં કર્તા હેય, તો તેઓ વિનાશ પામે ત્યારે તેઓદ્વારા પૂર્વે અનુભવેલાં અર્થનું સ્મરણ થવું જોઈએ નહિ. પરંતુ થતું દેખાય છે, તથા “મેં જોયું “મેં સ્પર્શ કર્યો. “મેં ચાખ્યું. “મેં સાંભળ્યું વગેરે જે પ્રત્યયો એક જ કર્તાને આશ્રયીને થાય છે, તે અનુપપન થશે. કેમકે આ બધા અનુભવો જૂદી જૂદી ઇન્દ્રિયોદ્વારા થાય છે. વળી દરેક ઇન્દ્રિયો સ્વ-સ્વવિષયમાં નિયત છે. ચક્ષને રૂ૫સાથે અને રસનાને રસ સાથે સંબંધ છે. તેથી રૂ૫ અને રસ વચ્ચે સાહચર્ય રહેવું જોઈએ નહિ. જયારે વાસ્તવમાં તો તેવા પ્રકારનાં ફળને જોયા પછી ફળનાં તેવા રૂપને સહચરિત રસનું સ્મરણ થાય છે. અને મોમાંથી પાણી છૂટતું દેખાય છે. આ વસ્તુ બંને ક્રિયાના એક કર્તા ન હોય, તો બની ન શકે. તેથી બે ગવાક્ષમાંથી જોનાર એક પ્રેક્ષકની જેમ બે ઈન્દ્રિયો (ચક્ષ અને રસના) દ્વારા રૂપ અને રસનો અનુભવ કરનાર અન્ય કોઈ ત્રીજી વસ્તુનું અનુમાન થાય છે તેથી સિદ્ધ થાય છે કે ચવગેરે આ જ્ઞાનક્રિયામાં માત્ર કરણ જ છે. અને તે બધાનો પ્રેરક આત્મા કર્તા છે.
આત્માની સિદ્ધિમાં અન્ય હેતુઓ આત્મસાધક બીજાઅનુમાનપ્રયોગો દર્શાવે છે– (૧)“હિતકારકસાધનનાંગણ, અનેઅહિતકારકસાધનનાં ત્યાગદ્વારા હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગમાં સમર્થ ચટા પ્રયત્નપૂર્વક થાય છે. કેમકે તે વિશિષ્ટક્રિયા છે. જેમકે રક્રિયામાં જેમ રથ ઉન્માર્ગનો ત્યાગ કરી માર્ગમાં જે ગતિ કરે છે, તે સારથિના પ્રયત્નપૂર્વક છે. તેમ છે ( અનુંમાનથી આત્મસિદ્ધિ
225