Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::::
'ચાલો મેજરી ' ज्ञानार्थयोरभेदसिद्ध्या भ्रान्तत्वम् । अपि च, प्रत्यक्षस्य भ्रान्तत्वेनाबाधितविषयत्वादनुमानस्यात्मलाभः, लब्धात्मके चानुमाने ।
प्रत्यक्षस्य भ्रान्तत्वम्, इत्यन्योन्याश्रयदोषोऽपि दुर्निवारः । अर्थाभावे च नियतदेशाधिकरणा प्रतीतिः कुतः । न हि तब र विवक्षितदेशेऽयमारोपयितव्यो नान्यत्रेत्यस्ति नियमहेतुः ॥
वासनानियमात्तदारोपनियम इति चेत् ? न । तस्या अपि तद्देशनियमकारणत्वाभावात् । सति ह्यर्थसद्भावे यद्देशोऽर्थस्तद्देशोऽनुभवः तद्देशा च तत्पूर्विका वासना । बाह्यार्थाभावे तु तस्याः किंकृतो देशनियमः ? ॥ છે એવો કયારેય બોધ થતો નથી કે, “અહીં ખપુષ્પ છે. માટે જો બાહ્યર્થ અસત જ ય, તો નિયત સ્થળે તેનો
આરોપ કરીને પણ પ્રતીતિ થઈ શકે નહીં. અને જો આરોપ થઈ શકે, તો સર્વત્ર થઈ શકે. નિયત સ્થળનો નિયમ ન રહે. કેમકે નિયામકનો અભાવ છે.
વાસનાનિયમની અસિદ્ધિ બૌદ્ધ:- વાસનાના નિયમથી એ આરોપ છે. અર્થાત અહીં પ્રતિનિયતદેશમાં અર્થના જ્ઞાનનીનિયામિકા વાસના છે. ઘટવગેરેબાહ્યર્થવસ્તુ તે દેશમાં વૃત્તિ છે, માટે ઘટ અને તે સ્થાનનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ સિદ્ધા થતું નથી. પરંતુ આપણી અનાદિકાલીન તેવી તેવી વાસનાઓ “ઘટાદિ વસ્તુઓ અમુક ચોક્કસ સ્થાનમાં છે” ઇત્યાદિજ્ઞાન કરાવે છે. અર્થાત અહીં બહિર્મુખતયા અર્થ અને સ્થાનનો બોધ વાસનાજનિત હેઇ, ભાન) છે. જયારે ઘટાકારાદિજ્ઞાન જ સત્ છે.
જેન:- આ અસંગત છે. વાસના પણ અર્થનાં તેજ દેશઅંગેના નિયમમાં કારણ બની ન શકે. કેમકે જો તે-તે અર્થનો સદ્ભાવ હેય, તો જ જે દેશમાં અર્થ છે કે દેશમાં તેનો અનુભવ થાય. અને તે દેશમાં જ તે અનુભવપૂર્વકની વાસના ઉત્પન્ન થાય. તેથી બાઘાર્થ સત ય, તો જ તેવી વાસના સંભવી શકે. જો બાહ્યાર્થ જ નથી, તો તેનો નિયતદેશમાં અનુભવ ક્યાંથી? અને અનુભવ નથી, તો વાસનાનો પ્રતિનિયતદેશનિયમ ક્યાંથી? અને જો વાસના ન લેય તો તે અર્થનાં દેશનિયમમાં કારણ શી રીતે બની શકે? “તુગતુ દુર્ણન: એન્યાયથી કદાચ માની લો કે અસત એવા બાધાર્થનો નિયતદેશમાં આરોપનો નિયમ છે. છતાં આ આરોપનો નિયમ અમુક જ દેશમાં કરાય છે, અન્યત્ર નહીં. ઈત્યાદિ જે કાર્યવિશેષ થાય છે. અર્થાત અહીં ઘટ છે ત્યાં નથી' ઇત્યાદિ વિશિષ્ટજ્ઞાનસંવેદનરૂપ, વિશિષ્ટકાર્ય થાય છે, તે કારણની વિશિષ્ટતા વિના સંભવી શકે નહીં. જો બાહ્યર્થ ય જ નહીં, તો તેની પ્રતિનિયતદેશમાં વૃત્તિને કારણ તરીકે માની શકાય નહીં.
બૌદ્ધ - આરોપિતઅર્થના દેશનિયમરૂપ વિશિષ્ટકાર્યમાં વાસનાઓની વિચિત્રતા જ હેતુ છે. અર્થાત વિચિત્રવાસનાઓ જ અર્થનો નિયતદેશમાં બોધ કરાવવામાં હેતુ બને છે.
જૈન:- આ વાસનાની વિચિત્રતા બોધાકાર ( જ્ઞાનાકાર) થી ભિન્ન છે કે અભિન્ન? જો અભિનય | તો બોધાકાર એકરૂપ લેવાથી વાસનાનું વૈચિત્ર્ય પણ એકરૂપ થઈ જશે, અર્થાત વાસનાઓ એકસરખી થઈ જશે. તેથી વાસનાઓ વચ્ચે પરસ્પરવિશેષ (ભેદ) શી રીતે ઉપપન્ન થશે?
બૌદ્ધ :- બોધાકારોમાં વૈચિત્ર સંભવે છે. જૈન :- એ વૈચિ કોના કારણે છે? બૌદ્ધ :- વાસનાઓની વિચિત્રતાને કારણે. જન :- વાસનાઓની વિચિત્રતા કોના કારણે છે? કેમકે તે વિચિત્રતાનો આધાયક કોઈ બાહ્યર્થ વિદ્યમાન નથી. વળી
કાવ્ય-૧૬