________________
::::::::::::::::
દિહોશ
ચાકુષ્ઠમંજરી भ्रान्तत्वात् । स्वयं स्वस्य संवेदनेऽहमिति प्रतिभास इति चेत् ? ननु किं परस्यापि संवेदनमस्ति । कथमन्यथा स्वशब्दस्य । प्रयोगः । प्रतियोगीशब्दो ह्ययं परमपेक्षमाण एव प्रवर्तते । स्वरूपस्यापि भ्रान्त्या भेदप्रतीतिरिति चेत् ? हन्त प्रत्यक्षेण प्रतीतो भेदः कथं न वास्तवः ॥
भ्रान्तं प्रत्यक्षमिति चेत् ? ननु कुत एतत् । अनुमानेन ज्ञानार्थयोरभेदसिद्धेरिति चेत् ? किं तदनुमानमिति पृच्छामः। यद्येन सह नियमेनोपलभ्यते तत् ततो न भिद्यते, यथा सच्चन्द्रादसच्चन्द्रः । नियमेनोपलभ्यते च ज्ञानेन सहार्थ इति व्यापकानुपलब्धिः। प्रतिषेध्यस्य ज्ञानार्थयोर्भेदस्य व्यापकः सहोपलम्भानियमस्तस्यानुपलब्धिः । भिन्नयोर्नीलपीतयोर्युगपदुपलम्भनियमाभावात् । इत्यनुमानेन तयोरभेदसिद्धिरिति चेत् ?
સમાધાન:- તો શું બીજાનું ( જ્ઞાનભિન્નનું)પણ સંવેદન છે? જો બીજાનું સંવેદન ન હોય, તો અહીં પોતાનું જ સંવેદન” એવો નિર્દેશ શું કામ કરો છો? પોતાનું શબ્દ સાપેક્ષ છે. જયાં પરનો સંભવ હેય ત્યાંજ તેનો વ્યવચ્છેદ કરવા “સ્વ' શબ્દનો પ્રયોગ થાય. અને જે પર' હોય, તો જ્ઞાનઅદ્વૈતવાદ ભાંગી પડશે.
શંકા:- સ્વરૂપમાં પણ ભાન્તિથી “આ નીલ' ઇત્યાદિ રૂપે ભેદની પ્રતીતિ થાય છે.
સમાધાન :- જયાં પ્રત્યક્ષદ્વારા જ સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, ત્યાં ભ્રાન્તિને શું કામ વચ્ચે લાવો છો? શા માટે એ ભેદને વાસ્તવ માનતા નથી.
અનુમાનથી જ્ઞાન–અર્થની અભેદસિદ્ધિ-બૌદ્ધ બૌદ્ધ :- જે પ્રત્યક્ષથી ભેદની પ્રતીતિ થાય છે તે પ્રત્યક્ષ ભ્રાન્ત છે. શંકા :- તમે આમ શાના પરથી કહો છો? સમાધાન :- અનુમાનદ્વારા જ્ઞાન અને અર્થ વચ્ચેનો અભેદ સિદ્ધ થાય છે. શંકા :- એ અનુમાનનો આકાર શો છે?
બૌદ્ધ:- જેનો જેની સાથે અવશ્ય ઉપલભ થાય છે તેનાથી ભિન્નનથી. જેમકે અસતબ્રાન ચંદ્રની ઉપલબ્ધિ સત= વાસ્તવિક ચંદ્રની સાથે જ થાય છે. તેથી તે ચંદ્ર સતચંદ્રથી ભિન્ન નથી.” (અહીં અસતચન્દ્ર પાણીમાં દેખાતું ચન્દ્રનું પ્રતિબિમ્બ વગેરે સમજવું) જ્ઞાનની સાથે અર્થની ઉપલબ્ધિ અવશ્ય થાય છે. આ વ્યાપકઅનુપલબ્ધિ છે. (વ્યાપકનાં અભાવમાં વ્યાપ્યનો અભાવ સિદ્ધ કરવો તે વ્યાપકાનુપલબ્ધિ કહેવાય. જેમકે વૃક્ષરૂપ વ્યાપકનાં અભાવમાં વ્યાપ્ય વૃક્ષાન્તર્ગત શિંશાનો અભાવ સિદ્ધ કરવામાં વ્યાપકાનપલબ્ધિ હેતુ કહેવાય) અહીં જ્ઞાન અને અર્થ વચ્ચેના ભેદનો પ્રતિષેધ કરવો છે. તે માટે વ્યાપકાનુપલબ્ધિને સાધન બનાવ્યું છે. જ્ઞાન અને અર્થ વચ્ચેનાં ભેદની સિદ્ધિ સ્થળે “અર્થ અને જ્ઞાનનો ભેદ વ્યાપ્ય છે. “જ્ઞાન સાથે અર્થની ઉપલબ્ધિનો અનિયમ વ્યાપક છે. જ્ઞાન સાથે અર્થની સહેપલબ્ધિનો નિયમ' આ વ્યાપકનાં અભાવને સૂચિત કરે છે. અને વ્યાપકનાં અભાવથી જ્ઞાન અને અર્થ વચ્ચેના ભેદરૂપ વ્યાપ્યનો અભાવ પણ સિદ્ધ થાય છે. તેથી જ્ઞાન અને અર્થ વચ્ચેનો અભેદ સિદ્ધ થાય છે.
શંકા:- ભિન્ન એવા જ્ઞાન અને અર્થ વચ્ચે સોપલબ્ધિનો નિયમ માનવામાં શો વાંધો છે?
સમાધાન :- પરસ્પર ભિન્ન એવા “નીલ” અને “પી સર્વદા સહેપલબ્ધ થતાં દેખાતા નથી. તેથી પરસ્પર ભિન્ન પદાર્થો વચ્ચે સદેવ સોપલબ્ધિને નિયમ નથી. તેથી જ્ઞાન અને અર્થને પરસ્પર ભિન્ન છે માનવામાં સોપલબ્ધિનો નિયમ માની શકાય નહિ. પરંતુ તે બન્ને વચ્ચે સહપલબ્ધિનો નિયમ દેખાય છે
કાવ્ય-૧૬
214