Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::
નજર ક્યાકwવી अथ तत्त्वव्यवस्थापकप्रमाणादिचतुष्टयव्यवहारापलापिनः .शून्यवादिनः सौगतजातीयांस्तत्कक्षीकृतपक्षसाधकस्य प्रमाणस्याङ्गीकारानङ्गीकारलक्षणपक्षद्वयेऽपि तदभिमतासिद्धिप्रदर्शनपूर्वकमुपहसन्नाह -
विना प्रमाणं परवन्न शून्यः स्वपक्षसिद्धेः पदमश्नुवीत ।
कुप्येत्कृतान्तः स्पृशते प्रमाणमहो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥ १७ ॥ __ शून्यः-शून्यवादी प्रमाणं प्रत्यक्षादिकं विना-अन्तरेण स्वपक्षसिद्धेः-स्वाभ्युपगतशून्यवादनिष्पत्तेः पदं प्रतिष्ठां | नाश्नुवीत न प्राप्नुयात् । किंवत् ? परवत् इतरप्रामाणिकवत् । वैधये॒णायं दृष्टान्तः। यथा इतरे प्रामाणिकाः प्रमाणेन
साधकतमेन स्वपक्षसिद्धिमश्नुवते एवं नायम् । अस्य मते प्रमाणप्रमेयादिव्यवहारस्यापारमार्थिकत्वात्, “सर्व | एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिभावेन न बहिः सदसत्त्वमपेक्षते" इत्यादिवचनात् । अप्रमाणकश्च शून्यवादाभ्युपगमः कथमिव प्रेक्षावतामुपादेयो भविष्यति, प्रेक्षावत्त्वव्याहतिप्रसंगात् ॥
ક:
| |ન્યવાદી બૌદ્ધો સૌગામતના જ એક અંશભૂત છે. તેઓ તત્ત્વની વ્યવસ્થામાં હેતુભૂત એવા (૧) પ્રમાણ (૨) પ્રમિતિ ( પ્રમાણફળ)(૩) પ્રમેય અને (૪) પ્રમાતા આ ચતુષ્ટયનાં વ્યવહારનો અપલાપ કરે છે. તે આ પક્ષનાં સાધક પ્રમાણમાં સ્વીકાર અને અસ્વીકારરૂપ બને પક્ષમાં તેઓનાં અભિમત પક્ષની સિદ્ધિ થતી હૈ નથી, એમ બતાવવાપૂર્વક કવિશ્રી તેઓનો ઉપહાસ આ કાવ્યમાં કરી રહ્યા છે
કાવાર્થ :- પ્રત્યક્ષાદિપ્રમાણ વિના શુન્યવાદી સ્વપક્ષની સિદ્ધિની પ્રતિષ્ઠા પામી શકતા નથી. અને પ્રમાણનો સ્પર્શ કરવા જાય (Fગ્રહણ કરવા જાય) તો કૃતાન્ત ગુસ્સે થઈ જાય. ખરેખર તેનાથ! તારા પર જી અસૂયા રાખનારવડે કરાયેલું દર્શન સારી રીતે જોડાયેલું છે..!
અપ્રામાણિકસિદ્ધાંત અસ્વીકાર્ય બીજા પ્રામાણિક ( પ્રમાણને માનવાવાળા) પ્રવાદીઓની જેમ શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ પ્રમાણ વિના કરી શકે તેમ નથી. અહીં દષ્ટાંત અને સાધ્ય વચ્ચે વૈધર્મ છે. એટલે કે જેમ બીજા પ્રામાણિકો સાધકતમ પ્રમાણદ્વારા સ્વપક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તેમ આ દર્શનવાળા સ્વપક્ષની સિદ્ધિ કરી શકે તેમ નથી, કેમકે આ મતે પ્રમાણપ્રમેયવગેરે વ્યવહાર અપારમાર્થિક છે. કેમકે તેઓનું વચન છે કે, “આ સઘળોય અનુમાનઅનુમેયઆદિવ્યવાર બુદ્ધિમાં આરૂઢ થયેલાં ધર્મધર્મિભાવથી જ થાય છે. તેથી બહાર સત કે અસત ની અપેક્ષા રાખતો નથી. બાહ્યર્થ સન હેય કે અસત હોય, અનુમાનાદિવ્યવહારમાં ઉપયોગી નથી.” આ અભ્યપગમ પ્રેક્ષાવાન પુરૂષોને ઉપાદેય બની શકે નહીં, કેમકે અપ્રમાણ=પ્રમાણરહિત છે. “પ્રમાણિત વસ્તુમાં પ્રવૃત્તિ કરવી એ પ્રેક્ષાવાનનું લક્ષણ છે. તેથી જો તેઓ અપ્રમાણમાં પ્રવૃત્તિ કરે, તો તેઓની પ્રેક્ષાવત્તામાં વ્યાઘાત આવે.
પ્રમાણમાં સ્વીકારમાં શૂન્યવાદસિદ્ધાંતને બાધ હવે જો સ્વપક્ષની સિદ્ધિઅર્થે શૂન્યવાદીઓ પ્રત્યાદિમાંથી કોઈક પ્રમાણનો અંગીકાર કરે, તો તે શૂન્યવાદીપર કૃતાન્ત (સ્વસિદ્ધાંત) કોપ કરે, અર્થાત સિદ્ધાંતને બાધ આવે. જેમ સેવકની વિરૂદ્ધ પ્રવૃત્તિથી ગુસ્સે થયેલો રાજા તેનું સર્વસ્વ હરી લે છે, તેમ શૂન્યવાદી જો શૂન્યવાદ વિરુદ્ધ પ્રમાણ વ્યવહાર અંગીકાર કરે છે? તો શૂન્યવાદીનો સિદ્ધાંત તેનાં સર્વસ્વભૂત સમગ્ગાદીપણાને હરી લે છે. વળી શૂન્યવાદ શૂન્યવાદની પ્રરૂપણા
| શૂન્યવાદનું ખંડન