________________
યાકુળમંજરી
प्रमेयं च बाह्योऽर्थः स चानन्तरमेव बाह्यार्थप्रतिक्षेपक्षणे निर्लोठितः । प्रमाणं च स्वपरावभासि ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु, निर्विषयत्वात् । किंच, एतत् अर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत ? आद्यपक्षे, त्रिभुवनवर्तिनोऽपि पदार्थास्तत्रावभासेरन्, समकालत्वाविशेषात् । द्वितीये तु निराकारम् साकारम् वा तत्स्यात् ? प्रथमे, प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारोव्यतिरिक्तो अव्यतिरिक्तो वा ज्ञानात् ? अव्यतिरेके, ज्ञानमेवायम्, तथा च निराकारपक्षदोषः । व्यतिरेके, यद्ययं चिद्रूपस्तदानीमाकारोऽपि वेदकः स्यात् । तथाचायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् ? इत्यावर्त्तनेनानवस्था । अथ अचिद्रूपः किमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् ? प्राचीनविकल्पे, चैत्रस्येव मैत्रस्यापि तज्ज्ञापकोऽसौ स्यात् । तदुत्तरे तु, निराकारेण साकारेण वा ज्ञानेन, तस्यापि ज्ञानं स्यात् । इत्याद्यावृत्तावनवस्थैवेति ॥
પદાર્થોના સ્વરૂપને શી રીતે નિશ્ચિત કરી શકે? તેથી આગમથી પણ પ્રમાતા (-આત્મા)સિદ્ધ થઇ શકે નહિ. આમ એકપણ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી.
પ્રમેયઆદિનો અભાવ
બાહ્યઅર્થ પ્રમેય છે. પૂર્વકાવ્યમાં બાહ્યાર્થની સત્તાનું ખંડન કરતી વખતે પ્રમેયનું ખંડન કરાયું જ છે. તેથી પ્રમેય પણ વિધમાન નથી. સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રમાણ છે.’ પ્રમેયનાં અભાવમાં નિર્વિષય હોવાથી પ્રમાણ કોનું જ્ઞાન કરાવી શકે ? તથા જે કાળે અર્થ છે તે ક્ષણે જ્ઞાન તેનું ગ્રાહક (=બોધ કરાવનાર) છે કે ભિન્ન ક્ષણે? પ્રથમ પક્ષનો સ્વીકાર કરવામા આવે, તો ત્રૈલોકયવર્તી સધળાય પદાર્થોનો તે જ્ઞાનમાં અવભાસ થવો જોઇએ, કેમકે તે બધા સમાનરૂપે જ્ઞાનને સમકાલીન છે. તેથી કેટલાક પદાર્થો જ જ્ઞાનમાં ભાસે અને અન્ય ન ભાસે' એમ ઉપપન્ન બની શકે નહિ. “જ્ઞાન ભિન્નકાલીન અર્થનું ગ્રાહક છે.” એવા બીજા વિકલ્પમાં બે વિકલ્પ છે. (૧)એ જ્ઞાન નિરાકાર છે કે (૨)સાકાર ? પ્રથમપક્ષે જ્ઞાન પ્રતિનિયતપદાર્થનો બોધ કરી શકે નહીં, કેમકે નિરાકારતા એક જ સ્વરૂપવાળી હોવાથી સર્વવસ્તુવિષયક જ્ઞાન એકસરખું જ થાય. તેથી આ જ્ઞાન અમુકપદાર્થવિષયક જ છે, અન્યવિષયક નહિ” એવો નિશ્ચય થઇ શકે નહિ. ‘જ્ઞાન સાકાર છે” એ વિક્લ્પના બે વિો છે (૧)આ આકાર જ્ઞાનથી ભિન્ન છે ? કે (૨) અભિન્ન ? જો અભિન્ન હોય, તો જ્ઞાનરૂપ જ છે. અર્થાત્ જ્ઞાનથી ભિન્ન કોઇ આકાર ન હોવાથી જ્ઞાન પોતે નિરાકાર જ સિદ્ધ થશે. ‘સાકાર જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન છે.’ એવો બીજો વિકલ્પ બે વિકલ્પવાળો છે. (૧) એ આકાર પોતે `જ્ઞાનસ્વરૂપ છે ? કે (૨) જ્ઞાનસ્વરૂપ નથી ? પ્રથમ વિકલ્પમાં તો જ્ઞાનની જેમ તે પણ અર્થનો વેદક (=ગ્રાહક) બનશે. તેથી તે સાકાર છે કે નિરાકાર' એવા વિકલ્પતરંગો ફરીથી ઉત્પન્ન થશે. અને તેઓનો અંત જ આવશે નહિ. તેથી અનવસ્થાોષ આવશે.
*સાકારજ્ઞાનનો તેનાથી ભિન્ન એવો આકાર જ્ઞાનરૂપ નથી' એવો દ્વિતીયવિક્લ્પ પણ બે વિકલ્પોથી બનેલો છે. (૧) તે આકાર પોતે અજ્ઞાત રહીને જ્ઞાન કરાવે છે કે (૨ ) જ્ઞાત થઇને જ્ઞાન કરાવે છે? આદ્યવિકલ્પમાં “તે આકાર જેમ ચૈત્રને જ્ઞાન કરાવે છે, તેમ મૈત્રને પણ જ્ઞાન કરાવે છે." એવી આપત્તિ આવશે, કેમકે જ્ઞાનમાં રહેલો પદાર્થનો આકાર ઉભયને સમાનરૂપે અજ્ઞાત છે.
*સાકારજ્ઞાનનો જ્ઞાનથી ભિન્ન એવો જ્ઞાત આકાર જ્ઞાન કરાવે છે એવો બીજોવિક્લ્પ બેવિપયુક્ત છે (૧) આકારનું જ્ઞાન સાકારજ્ઞાનથી થાય છે કે (૨) નિરાકારજ્ઞાનથી. આમ ફરીથી સાકાર નિરાકાર વિક્લ્પતરંગો ઉત્પન્ન થશે અને અનવસ્થાદોષ આવશે. આમ આકાર જ્ઞાત કે અજ્ઞાતરૂપે સિદ્ધ નથી, તેથી આકાર અજ્ઞાનાત્મક પણ નથી. આમ જ્ઞાન કે અજ્ઞાનરૂપ ન હોવાથી આકાર જ્ઞાનથી ભિન્ન તરીકે સિદ્ધ નથી.
કાચ-૧૭
222