________________
૪
સ્થાકુટમંજરી किञ्च, यदि बाह्योऽर्थो नास्ति, किमिदानी नियताकारं प्रतीयते नीलमेतत् इति ? विज्ञानाकारोऽयमिति चेत? न । ज्ञानाद् बहिर्भूतस्य संवेदनात् । ज्ञानाकारत्वे तु 'अहं नीलम्' इति प्रतीतिः स्यान्न तु 'इदं नीलम्' इति । ज्ञानानां प्रत्येकमाकारभेदात् कस्यचित् 'अहम्' इति प्रतिभासः, कस्यचित् 'नीलमेतत्'इति चेत् ? न। नीलाद्याकारवदहमित्याकारस्य व्यवस्थितत्वाभावात् । तथा च यदेकेनाहमिति प्रतीयते तदेवापरेण त्वमिति प्रतीयते । नीलाद्याकारस्तु व्यवस्थितः सर्वैरप्येकरूपतया ग्रहणात् । भक्षितहत्पूरादिभिस्तु यद्यपि नीलादिकं पीतादितया गृह्यते, तथापि तेन न व्यभिचारः तस्य ઉપલબ્ધ ન થવારૂપ—અવિશ્વગભૂતસ્વભાવસંબંધથી જ રહે છે. તેથી ત્યાં એકદેશથી છે કે?” ઈત્યાદિ વિકલ્પો અસંગત છે. જેમ કે અગ્નિમાં રહેતી દહનશક્તિ અગ્નિમાં અવિશ્વગભાવરૂપ સ્વભાવસંબંધથી રહે છે. તેથી ત્યાં “એકદેશથી છે કે? ઈત્યાદિ વિકલ્પો જ સંભવતા નથી.
નિયતાકારપ્રતીતિથી બાહ્યાર્થસિદ્ધિ તથા જો બાહ્યાર્થ સર્વથા અસત શ્રેય તો હમણાં નિયતાકાર “આ નીલ' એવું શું પ્રતીત થાય છે? શંકા :- આ માત્ર વિજ્ઞાનાકાર છે.
સમાધાન:- આ અસંગત છે, કેમકે “આ નીલ છે' ઇત્યાદિસ્થળે જ્ઞાનથી બહિર્ભત કોઇક વસ્તુનું અવશ્ય ! સંવેદન થાય છે. જો જ્ઞાનાકારનું જ સંવેદન થતું હોય તો, અને જ્ઞાન જ માત્ર સન હોય (અર્થાત સંવેદક પણ જ્ઞાન જ હોય) તો તો, “આ નીલ છે” એવી પ્રતીતિ થવાને બદલે “હુનીલ છું એવી પ્રતીતિ થવી É જોઇએ, કેમકે સંવેદ્ય, =જેનું સંવેદન થાય છે તે) સંવેદન (સંવેદનક્રિયા) અને સંવેદક (સંવેદન કરનાર) ત્રણેય એક જ્ઞાન જ છે.
શંકા - સંવેદક, સંવેદન, અને સંવેદ્ય આ ત્રણેય જ્ઞાનાત્મક લેવા છતાં, જ્ઞાનનાં આકાર અનંત છે. આમ પ્રત્યેકજ્ઞાનમાં આકારભેદ હોવાથી કોઈક જ્ઞાનનો હું એવો પ્રતિભાસ થાય, અને કોઈકનો આ નીલ એવો પ્રતિભાસ થાય. અથવા એકનો એક પ્રતિભાસ કોક ને “હું તરીકે અને કોક ને “આ નીલ” એવો થાય.
સમાધાન :- આ બરાબર નથી, કેમ કે જ્ઞાનના નીલ આદિ આકારની જેમ “અહમ (હું)' આકાર વ્યવસ્થિત નથી. જે આકાર એકને “અહમ રૂપે પ્રતિભાસિત થાય છે. તે જ આકાર બીજાને ત્વમ રૂપે સંવેદિત શ થાય છે. જયારે નીલાદિઆકારો તો બધાને સમાનરૂપે જ સંવેદિત થાય છે. તેથી તેઓ વ્યવસ્થિત છે.
શંકા-નીલાદિઆકાર વ્યવસ્થિત છે – તેમ કહી ન શકાય, કેમકેપિસ્તોત્પાદક ધતુરાદિનાં ભોજનથી જેને ( કમળો થયો છે, તે નીલાદિકને જ પીળાદિરૂપે ગ્રહણ કરે છે.
સમાધાન:- નીલ આદિને પીળાદિરૂપે ગ્રહણ કરનાર વ્યક્તિ ચક્ષુદોષથી તેમ કરે છે. તેથી એ બોધ ભ્રાન્ત છે. આ ભ્રાન્તિ નીલાદિકજ્ઞાનની વ્યવસ્થાને અનેકાંતિક સિદ્ધ કરી ન શકે.
શંકા :- નીલાદિજ્ઞાન પોતે પોતાનું જ જયારે સંવેદન કરે છે, ત્યારે “અહમ' એવો પ્રતિભાસ થાય છે. આમ “હું આદિ વિજ્ઞાનાકારોની નિયતવ્યવસ્થા થઇ શકે છે. १. हत्पूरः पित्तरोगकरः फलविशेषस्तद्भक्षणेन पित्तपोतिमा सर्वे पदार्थाः पीता इव भासन्ते ।। ૨. આ અસંગત છે- આ આકારો જ્ઞાનથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો “અભિન્ન છે એમ કહેશો, તો આકાર અને જ્ઞાન એકરૂપ થશે. તથા બધા જ્ઞાનો જ્ઞાનત્વરૂપે સમાન છે. જો આકારો જ્ઞાનથી ભિન્ન હોય, તો જ તેઓની અનંતતા સંભવી શકે, જ્ઞાનથી અભિન્ન હોય, તો તેઓની અનંતતા અસિદ્ધ ઠરે. અને પીતજ્ઞાન અને નીલજ્ઞાન પણ એક થવાનો અતિપ્રસંગ આવે. જો આકારને જ્ઞાનથી ભિન્ન કહેશો, તો જ્ઞાનાતવાદનો પ્રવાદ મિથ્યા પુરવાર થશે. કેમકે જ્ઞાનથી ભિન્ન આકારો પણ સત છે.
નિયતાકારપ્રતીતિથી બાઘાર્થસિદ્ધિ