________________
સ્યાદ્ગામંજરી करणापाटवादिनान्यत्र विपर्यस्तग्रहणे प्रसिद्धा, यथा शुक्तौ रजतभ्रान्तिः । अर्थक्रियासमर्थेऽपि वस्तुनि यदि भ्रान्तिरुच्यते । तर्हि प्रलीना भ्रान्ताभ्रान्तव्यवस्था । तथा च सत्यमेतद्वचः " आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते ॥” न चामून्यर्थदूषणानि स्याद्वादिनां बाधां विदधते, परमाणुरूपस्य स्थूलावयविरूपस्य चार्थस्याङ्गीकृतत्वात् । यच्च परमाणुपक्षखण्डने ऽभिहितं प्रमाणाभावादिति, तदसत् तत्कार्याणां घटादीनां प्रत्यक्षत्वे तेषामपि છે કે “બુદ્ધિથી અનુભવવા યોગ્ય બીજી વસ્તુ નથી. કેમકે અનુભવ બુદ્ધિથી અપર = ભિન્ન નથી, અર્થાત્ બુદ્ધિ જ અનુભવરૂપ છે. ગ્રાહ્ય—ગ્રાહક તથા અનુભાવ્ય-અનુભાવકનો અભાવ હોઇ, બુદ્ધિ જ પ્રકાશિત થાય છે . બાળો (=અતત્ત્વજ્ઞ)જે બાહ્યાર્થની વિકલ્પના કરે છે, તે બાહ્યાર્થ વાસ્તવમાં છે જ નહિ. અનાદિવાસનાઓથી વાસિત થયેલું ચિત્ત અર્થાભાસમાં (=જે વાસ્તવમાં અર્થ નથી એવામાં) પ્રવર્તે છે” આમ જ્ઞાનાદ્વૈત જ સિદ્ધ થાય છે. જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધોની આ માયાજાળ છે. હવે આ માયાજાળનો ભાંડો ફોડે છે.
નિર્વિષયજ્ઞાનનો અભાવ
=
આ બધી માયાજાળ દોષયુક્ત છે. ‘જ્ઞાન' શબ્દ ક્રિયાસૂચક છે. જેનાથી બોધ થાય" તે જ્ઞાન કહેવાય અથવા જ્ઞપ્તિ=બોધ પામવાની ક્રિયા જ્ઞાન છે. આમ જો જ્ઞાન ક્રિયારૂપ હોય, તો એ ક્રિયાના વિષય કે આધારરૂપ કોઇક કર્મ પણ હોવું જોઇએ. વિષયરહિત જ્ઞપ્તિક્રિયા બ્રેઇ શકે નહિ.
શંકા :- આકાશકેશાદિજ્ઞાન નિર્વિષય દેખાય છે. તેથી નિર્વિષયજ્ઞપ્તિ અસિદ્ધ નથી.
સમાધાન :- એવા જ્ઞાનસ્થળોએ પણ વિષયનો સર્વથા અભાવ તો નથી જ, કેમકે જે વ્યક્તિને કચારેય સત્ય = વાસ્તવિક કેશનું જ્ઞાન થયું નથી, તેવી વ્યક્તિને આ આકાશકેશજ્ઞાન પણ સંભવે નહીં. એ જ પ્રમાણે સ્વપ્નજ્ઞાન પણ અનુભૂત, દૈષ્ટાદિ અર્થવિષયક જ હોવાથી એ પણ નિરાલમ્બન નથી.મહાભાષ્યકારે (=જ્ઞાનસાગર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે)– વિશેષાવશ્યક ભાષ્યમાં સ્વપ્નનાં નિમિત્તો આ બતાવ્યા છે— (૧)અનુભૂત પદાર્થો, (૨) દૃષ્ટપદાર્થો, (૩) ચિંતિતપદાર્થો, (૪)સાંભળેલાં પદાર્થો, (૫)પિત્તઆદિપ્રકૃતિનાં વિકારો, (૬)દેવતા, (૭)જળપ્રધાન દેશ, (૮)પુણ્ય અને (૯)પાપ. પરંતુ અભાવ સ્વપ્નનું નિમિત્ત નથી (દેવતા દ્વારા આવેલા તથા પુણ્ય-પાપથી આવેલા સ્વપ્નો પ્રાય: સફળ હોય છે. બાકીનાં પ્રાય: નિષ્ફળ ોય છે.) તેથી નક્કી થાય છે કે, જ્ઞાન નિર્વિષય નથી પણ સવિષય છે. અને જ્ઞાનનો જે વિષય છે તે બાહ્યઅર્થ છે.
શંકા :– આ જ્ઞાનનાં વિષય તરીકે બાહ્યાર્થનો જે ભાસ છે તે ભ્રાન્તિરૂપ છે.
સમાધાન :– શતાયુ ભવ ! આ ભ્રાન્તિ કહેવા દ્વારા તમે અમારા મતને જ પુષ્ટ કરો છો. મુખ્ય અર્થ કચાંક જોયા પછી ઇન્દ્રિયની અપટૂતાઆદિ કારણે અન્યમાં (=મુખ્યાર્થથી ભિન્નમાં) મુખ્યાર્થનાં બોધરૂપ વિર્ય– સ્નગ્રહણઅર્થમાં ભ્રાન્તિ શબ્દ પ્રસિદ્ધ છે. જેમકે છીપલામાં ચાંદીની ભ્રાન્તિ. તાત્પર્ય-અર્થક્રિયાસમર્થ વસ્તુનું જ્ઞાન થયા પછી જ એ અર્થક્રિયામાં અસમર્થ વસ્તુમાં પૂર્વજ્ઞાતવસ્તુની ભ્રાન્તિ થાય. અને અર્થક્રિયાકારી વસ્તુ સત્ છે તે સર્વવાદીઓને સંમત છે, તેથી જ્ઞાનનાં વિયરૂપ બાહ્યાર્થને ભ્રાન્ત કહેવામાં જ અર્થત: મુખ્યાર્થરૂપ બાહ્યાર્થ સત્ છે તેમ સિદ્ધ થાય છે.
શંકા :– અર્થક્રિયામાં સમર્થ એવા જે બાહ્યાર્થને તમે સતરૂપે માનો છો, તે પણ વાસ્તવમાં અસત્ જ છે. કેમકે માત્ર જ્ઞાન જ સત્ છે. કેમકે સંવેદન માત્ર તેનું જ થાય છે.
સમાધાન:- જો અર્થક્રિયાસમર્થ વસ્તુનો બોધ પણ ભ્રાન્તિરૂપ હોય, તો ભ્રાન્તાભ્રાન્તની વ્યવસ્થા જ રહેશે નહીં. અર્થાત્ ચાંદીમાં છીપનો બોધ ભ્રાન્ત અને ચાંદીનો બોધ અભ્રાન્ત એવી સર્વમાન્ય વ્યવસ્થા દૂરાપાસ્ત થઇ જશે. કેમકે ચાંદીનો બોધ પણ આપના મતે ભ્રાન્ત છે. તેથી ચાંદીરૂપવિષયમાં છીપનો બોધ ભ્રાન્ત છે.’ એમ પણ કહી શકાય નહીં. માટે જ આ વચન સત્ય છે કે, “જેઓએ માત્ર મનની આશા =ઇચ્છાથી જ લાડવા ખાધા છે. અને જેઓએ હકીકતમાં લાડવાઓ ખાધા છે, તે બંનેને તુલ્યરૂપે રસ, વીર્ય અને વિપાકાદિ થવાનો પ્રસંગ આવે છે.” (કેમકે તે મતે વાસ્તવમાં તો બાહ્મમોદક જેવી વસ્તુ જ નથી, તેથી તેને ખાવાની ક્રિયા પણ અસત્ છે. માત્ર
કાવ્ય-૧૬
છઠ્ઠÆ|
210