Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::::::
:::
::::::
::::
*
*: 8
સ્થાકુટમેજરી तदेतत्सर्वमवद्यम् । ज्ञानमिति हि क्रियाशब्दः । ततो ज्ञायतेऽनेनेति ज्ञान, ज्ञप्तिर्वा ज्ञानमिति । अस्य च कर्मणा भाव्यं, निर्विषयाया जप्तेरघटनात् । न चाकाशकेशादौ निर्विषयमपि दृष्टं ज्ञानमिति वाच्यम्, तस्याप्येकान्तेन निर्विषयत्वाभावात्। न हि सर्वथागृहीतसत्यकेशज्ञानस्य तत्प्रतीतिः । स्वप्नज्ञानमप्यनुभूतदृष्टाद्यर्थविषयत्वान्न निरालम्बनम् । तथा च महाभाष्यकारः – “अणुहूयदिछचिंतियसुयपयइवियारदेवयाणूवा । सुविणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो" यश्च । ज्ञानविषयः स बाह्योऽर्थः । भ्रान्तिरियमिति चेत् ? चिरं जीव । भ्रान्तिर्हि मुख्येऽर्थे क्वचिद् दृष्टे सति
સમાધાન :- જો અવયવી સાંશ (=અંશોવાળો) હેય, તો અંશો અવયવીથી ભિન્ન છે કે અભિન્ન? જો અંશો અવયવીથી ભિન્ન હોય, તો અવયવી તે અંશોમાં સંપૂર્ણતયા વૃત્તિ છે કે એકદેશથી છે? ઇત્યાદિ વિકલ્પો આવશે, અને ફરીથી ઉપરોકત ચક્ર ઘૂમશે, આમ અનવસ્થાોષ આવશે. જો અંશો અવયવીથી અભિન્ન હોય, તો અવયવીરૂપ જ છે. આમ અવયવી અવયવીરૂપ ઇતેને સાંશ કહી ન શકાય, પરંત નિરંશ જ માનવો રહ્યો. (‘અવયવી અવયવોમાં જો અંશથી રહેતો હોય, અને અંશો અવયવીથી ભિન્ન હેય, તો અંશોમાં કેવી રીતે રહેલો અવયવી અવયવોમાં રહેશે? એ પ્રશ્ન ઉકેલવા ફરીથી દેશત અને સર્વત: વિકલ્પો વિચારવા પડશે. પણ ત્યાં અનવસ્થાોષ આવશે. જો અવયવી અંશોથી અભિન્ન જ હોય, તો અમુક અંશથી અવયવી એકઅવયવમાં વૃત્તિ છે. ઇત્યાદિ કર્ણ ન શકાય, કેમકે અંશો અને અવયવી અભિન્ન છે. વળી અંશોની ૫ના જ વ્યર્થ હોઈ, અંશોનો અભ્યપગમ થઈ શકે નહીં. આમ અવયવીને નિરંશ જ માનવો રહ્યો. નિરંશ અવયવી સ્વઅવયવોમાં દશત: ૨હી શકે નહિ તેથી અવયવી પોતાના દરેક અવયવોમાં સંપૂર્ણત: રહેતો માનવો પડે. પણ તેમ માનવામાં પૂર્વોક્ત ઘેષ આવે. તેથી અવયવીની અવયવોમાં વૃત્તિ માની શકાય નહીં. અને અવયવીનું અવયવોથી સ્વતંત્ર અસ્તિત્વ દેટ કે ઇષ્ટ નથી, તેથી બાહ્યર્થને સ્થળ અવયવીપે સ્વીકારવો યોગ્ય નથી– આમ બાધાર્થનો અભાવ સિદ્ધ છે.).
નીલાદિનિર્માસ નિર્વિષય. શંકા :- જો બાહ્યઅર્થ હોય જ નહીં, તો બાહ્ય વસ્તુઓ નીલાદિરૂપે ભાસે છે તેમાં શું કારણ?
સમાધાન :- નીલાકારાદિ જે કંઈ ભાસે છે, તે બધું જ્ઞાનાત્મક જ છે. જો બાધાર્થ હોય, તો તે જડરૂપ | જ્ઞાનહીન જ હોઇ શકે. અને પ્રતિભાસ જડનો સ્વભાવ નથી. તેથી જે પ્રતિભાસ થાય છે તે જ્ઞાનનો જ છે તેમ માનવું રહ્યું. જ્ઞાન પોતે જ તેવા તેવા આકારરૂપે પરિણત થાય છે. કહ્યું જ છે કે પોતાના આકારને સદેશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર કોઈ ઈન્દ્રિયગોચર દશ્યપદાર્થ નથી. અલંકારકારે પણ કહ્યું છે કે જો નીલ એમ સંવેદન થાય છે તો તે બાહ્યર્થ શી રીતે કહી શકાય? જો નીલપદાર્થનું સંવેદન નથી, તો તે બાહ્યર્થ શી રીતે કર્ણ શકાય?" અર્થાત જે નીલજ્ઞાનાકારનું સંવેદન થાય છે તેનીલા એ બાહ્યપદાર્થ નથી, પણ નીલાત્મકજ્ઞાન જ છે. કેમકે સંવેદન જ્ઞાનનું થાય, જડનું નીં. તથા જેનું સંવેદન થાય નહિ તેનું અસ્તિત્વ પણ નથી. જેમકે ખપુષ્પ. તેથી જો નીલપદાર્થનું સંવેદન નથી તો તે બાહ્યાથે શી રીતે લેઈ શકે ?
શંકા:- જો બાહ્યાર્થ ય જ નહિ તો “આ ઘટ” “આ પટ" એવો જે પ્રતિભાસ થાય છે, તેમાં નિમિત્ત છે કોણ? વિષય કોણ? આલમ્બન કોણ?
સમાધાન :- આવા જે પ્રતિભાસ થાય છે, તે બાહ્યવસ્તુનો અભાવ હેઇનિરાલમ્બન જ છે. અર્થાત છે વાસ્તવિક અર્થનો અભાવમાં આ પ્રતિભાસ છે. તેથી નિમિત્ત, વિષય કે આલમ્બનનો અભાવ જ છે.
શંકા:- નિરાલમ્બનપ્રતિભાસ કેવી રીતે થાય? | સમાધાન :- આ નિરાલમ્બનપ્રતિભાસ થવામાં અનાદિકાલીન મિથ્યા-વિતથ વાસના જવાબદાર છે. અનાદિકાલીન વાસના આવા પ્રતિભાસને પ્રવર્તાવે છે. તેથી પ્રતિભાસ પણ ભ્રાન્ત છે. જેમ આકાશશજ્ઞાન અથવા સ્વપ્નમાં થતું જ્ઞાન નિરાલમ્બન છે. તે જ પ્રમાણે આ જ્ઞાનો પણ નિરાલમ્બન જ છે. માટે જ કહ્યું :
१. छाया-अनुभूतदृष्टचिन्तितश्रुतप्रकृतिविकारदैविकानूपाः वा । स्वप्नस्य निमित्तानि पुण्यं पापंच नाभावः ॥ विशेषावश्यकभाष्ये १७०३।
નીલાદિનિર્માસ નિર્વિષય દિન 209